કાશ્મીર આર્ટિકલ 370થી મુક્ત થશે તે કોઈએ વિચાર્યુ નહોતુઃ મોદી

ઘણા દેશો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં બેરોજગારી વધી રહી છે, વિકટ પરિસ્થિતિમાં પણ આપણો દેશ સતત આગળ વધી રહ્યો હોવાનો વડાપ્રધાનનો દાવો કેવડિયારાષ્ટ્રીય એકતા દિવસ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આપણું આ એકતા નગર પણ સંકલ્પ દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે એકતા નગર ગ્લોબલ ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. આ…

માલનને ટીમમાં ન સમાવવા મેં પહેલાથી જ કહ્યું હતુઃ પીટરસન

માલનને બહાર રાખવાની અને બ્રુકને ટીમમાં રાખવાની જરૂર હોવાનો પૂર્વ ક્રિકેટરનો અભિપ્રાય નવી દિલ્હી 2019ના વર્લ્ડ કપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમનું આ વર્ષે ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે તેમજ ટીમ ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. હાલ ઇંગ્લેન્ડની ટીમને હજુ 3 મેચ રમવાની છે પણ તે સેમીફાઈનલની રેસથી લગભગ બહાર જ થઇ ગઈ છે. જેના…

વાપીમાં જ્વેલર્સના માલિક અને કર્મીને બંદૂક-તલવારની અણીએ લૂંટી લીધા

કારમાંથી આશરે 80 તોલા સોનાના દાગીના ૬ કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ થયાનું અનુમાન વાપી વાપીના ભડકમોરા વિસ્તારમાં  આવેલી જ્વેલર્સ માલિક અને કર્મચારીને ગઇકાલે સોમવારે રાત્રે બંદુક અને તલવારની અણીએ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કારમાંથી અંદાજીત 80 તોલા સોના અને 6 કિલો ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે….

વર્ષમાં રાજ્યમાં હાર્ટ એટેકના 28, અમદાવાદમાં 30 ટકાનો વધારો

એન. મહેતા ખાતે વર્ષ 2021-22માં કુલ 2.66 લાખ કેસ હતા અને તે 2022- 23માં 27 ટકા વધીને 3.37 લાખ થઇ ગયા અમદાવાદ ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક…

યુઝર્સ હવે ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે

આનાથી માત્ર ઈન્ટરનેટ ડેટાની બચત થશે નહીં પરંતુ બેટરી લાઈફ પણ જળવાઈ રહેશે નવી દિલ્હી ગૂગલ મેપ્સ કોઈ નવી જગ્યાએ પહોંચવું હોય કે લાઈવ ટ્રાફિક સ્ટેટસ જોવું હોય કે પછી કોઈની સાથે તમારું લોકેશન શેર કરવું હોય આ બધું મેપ પર શક્ય છે. આજે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી…

લિયોનેલ મેસ્સી આઠમી વખત બેલોન ડીઓર એવોર્ડથી સન્માનિત

મેસ્સીએ નોર્વેના યુઈએફએ પ્લેયર ઓફ ધ યર એરલિંગ હાલેન્ડ અને માન્ચેસ્ટર સિટીના ત્રણ વખતના વિજેતા ગેર્ડ મુલરને હરાવીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો આર્જેન્ટિનાના કેપ્ટન અને ફૂટબોલ લેજેન્ડ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થયો છે. મેસ્સીને આઠમી વખત બેલોન ડી’ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ મેસ્સી બેલોન ડી’ઓર એવોર્ડ…

ચંદ્રાબાબુને ભષ્ટ્રાચારના કેસમાં 4 સપ્તાહના વચગાળાના જામીન

52 દિવસ બાદ મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મળ્યા છે નવી દિલ્હી આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરના રોજ સીઆઈડીએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. જે કલમો હેઠળ એન. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે તેમાં તેમને જામીન મળવા મુશ્કેલ હતા. મળતી માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે 31 ઓક્ટોબર 2023 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને…

એઆઈના ઉપયોગના નિયમન માટે બાઈડને ઓર્ડર પાસ કર્યો

આ ઓર્ડર સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે વોશિંગ્ટન આજકાલ  દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો નવો ટ્રેન્ડ શરુ થયો છે. આ નવા ટ્રેન્ડ વચ્ચે સૌથી મોટું સંકટ લોકોની નોકરીઓ પર પડી શકે છે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગ માટે નિયમનનું કામ કરશે….

લિકર કૌભાંડ મામલે ઈડીના આપના ધારાસભ્યના ઘરે દરોડા

ધારાસભ્ય કુલવંત સિંહના પંજાબના મોહાલીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ નવી દિલ્હી દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી મોહાલીમાં ચાલી રહી છે.  દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફરીએકવાર કાર્યવાહી કરતા આમ આદમી…

ડાર્ક વેબ પર 81.5 કરોડ ભારતીયોના આધાર ડેટા લિક થયા

આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો નવી દિલ્હી આજના આ આધુનિક સમયમાં પર્સનલ ડેટા સોના કરતા પણ વધુ કિંમતી માનવામાં આવે છે. એવામાં અમેરિકાએ રજૂ કરેલ એક અહેવાલ ભારત માટે ચિંતાજનક છે. અમેરિકાના એક સાયબર સુરક્ષા ફર્મએ એવો દાવો કર્યો છે કે,…

મુકેશ અંબાણી પાસે 400 કરોડની ખંડણીની માગણી

ખંડણી માંગનારે લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં મુંબઈ દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારબાદ…

યુધ્ધ વિરામ આત્મસમર્પણ સમાન, યુધ્ધ અમે જ જીતીશુઃ નેતન્યાહુ

વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલેખ્ખ કરતા કહ્યું કે, 9/11 હુમલામાં જેમ યુદ્ધવિરામને કોઈ સ્થાન ન હતું તેમ અહીં પણ યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી જેરૂસલેમ ઇઝરાયેલ-હમાસ યુદ્ધે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 9 હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા યુદ્ધવિરામની વાત પર સ્પષ્ટતા સામે આવી છે. વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલેખ્ખ…

કેનેડાના આઠ શહેરમાંથી ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે

વિદેશમાં છુપાયેલ આતંકીઓ પણ પંજાબમાં માહોલ બગડવાની ફિરાકમાં, ખાલિસ્તાની સમર્થકો અને નજીકના લોકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં તાકીદ ટોરેન્ટો કેનેડાના આઠ શહેરોમાંથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. કેનેડાના અમુક ગુરુદ્વારાનો પણ તેના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાસૂસી એજન્સીઓએ પંજાબ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકો અને…

સીરીયાના લશ્કરી મથકો પર ઈઝરાયેલના હવાઈ હુમલા

સીરીયામાંથી મિસાઈલ હુમલાઓ કરતાં ઇઝરાયેલી વાયુદળનાં વિમાનોએ સીરીયામાં લશ્કરી મથકો ઉપર વળતા હુમલાઓ શરૂ કરી દેવાયાનો દાવો જેરૂસલેમ ઇઝરાયેલનાં વાયુદળે સીરીયામાં લશ્કરી મથકો પર હુમલા શરૂ કરી દીધા છે, તે સાથે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ માત્ર મર્યાદિત વિસ્તાર પૂરતું નહીં રહેતાં મધ્ય પૂર્વમાં વ્યાપી રહેવાની ભીતિ દેખાઈ રહી છે. આ અંગે ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, ગઇકાલે…

તેલંગણાના સાંસદ કે. પ્રભાકર રેડ્ડી પર ચાકૂથી હુમલો

ચાકુ મારનાર શખ્સ યુ ટયુબની એક ચેનલ માટે રિપોર્ટિંગ કરે છે હૈદરાબાદ   તેલંગાણામાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા કે.સી.આર.ની પાર્ટીમાં ભારત- રાષ્ટ્ર સમિતિના સાંસદ કે. પ્રભાકર રેડ્ડી ઉપર એક શખ્સે ચાકુથી હુમલો કર્યો હતો. સિદ્દીકી પેટમાં બી.આર.એસ.ના સાંસદ ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેમના પેટમાં જમણી બાજુએ એક શખ્સે ચાકુથી ઘા કર્યો પરંતુ લોકોએ તેને તુર્ત જ…

બાયડન સાથેની શી જીનપિંગની બેઠક કઠોર બની શકે છે

ચીનનાં વિદેશ મંત્રાલયે શી જિનપિંગ અને પ્રમુખ બાયડેન વચ્ચે યોજાનારી મંત્રણાની સફળતા અંગે આશંકા દર્શાવી બેઈજિંગ અમેરિકાના પ્રમુખ જો બાયડેન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે સાન ફ્રાંસિસ્કોમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન ફોરમ (એપીઈસીએફ) ની શિખર પરિષદ દરમિયાન યોજાનારી મંત્રણા ઘણી કઠોર બની રહેવાની આશંકા ચીનનાં વિદેશ મંત્રાલયે જ દર્શાવી છે. તેમાં સકારાત્મકતાની સંભાવના નહીવત…

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટ

ગુજરાતમાં પ્રથમવાર 2.5 લાખની મેન્સ AITA ટેનિસ ટુર્નામેન્ટમાં આજે મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડ રમાયા હતા.આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એસ ટેનિસ એકેડમી ખાતે રમાય છે. પ્રથમ રાઉન્ડના પરિણામો:આજે રાજસ્થાનના 4થી ક્રમાંકિત પ્રિયાંશુ ચૌધરીને ગુજરાતના ક્વોલિફાયર દિમિત્રી બાસ્કોવ દ્વારા 6-7(2), 6-4, 6-4થી પરાજય આપ્યો છે.મેચમાં હંમેશા ખૂબ જ નજીકની હરીફાઈ હતી, બેઝલાઈનથી વધુ રમી…

સ્કાયસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 5.0 BGMI ફ્રી ટિકિટો લાઇવ થાય છે; INR 1.25 CR પ્રાઇઝ પૂલ સાથે ભારતની સૌથી મોટી એસ્પોર્ટ્સ LAN ફિનાલે બેંગ્લોરમાં ઉતરી

દેશની અગ્રણી 16 BGMI ટીમો 3 થી 5 નવેમ્બર દરમિયાન કોરમંગલા ઇન્ડોર સ્ટેડિયમ, બેંગ્લોરમાં ઓન-ગ્રાઉન્ડ LAN ઇવેન્ટમાં INR 1.25 કરોડના ભવ્ય પ્રાઇઝ પૂલ માટે સ્પર્ધા કરશે બેંગ્લોર દેશની સૌથી મોટી એસ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાંની એક માટે ઉત્તેજના વધારતા, Skyesports, ભારતના અગ્રણી એસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ આયોજક, એ જાહેરાત કરી છે કે Skyesports ચેમ્પિયનશિપ 5.0 – BGMI ફિનાલેની ટિકિટો હવે…

દેશમાં વધતા રેલ અકસ્માત પર વિપક્ષોએ ચિંતા વ્યક્ત કરી

રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશેઃ મમતા બેનર્જીના તંત્ર પર આકરા પ્રહાર હૈદ્રાબાદએક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન વિપક્ષે આ…

ભારત આયરન ડૉમ બનાવવાની યોજના ઘડી રહ્યું છે

દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોએ 2028-29 સુધીમાં દેશી આયરન ડૉમ સિસ્ટમ તહેનાત કરાશે જે લડાકૂ વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા હુમલાથી દેશની સુરક્ષા કરશે નવી દિલ્હીઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન ભારતે પણ હવે તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કમર કસી લીધી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત પણ હવે તેની પોતાની આયરન…