અંતિમ કસોટીની ચર્ચા કરવા માટે ક્રિકેટના દિગ્ગજો એકસાથે આવે છે

ઓવલ ખાતે ટેસ્ટ ક્રિકેટ લિજેન્ડ્સ સાથેની સાંજ એ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના નિર્માણમાં ટેસ્ટ ક્રિકેટની ઉજવણી કરતી ઇવેન્ટ છે. આ કાર્યક્રમ રવિવાર 4 જૂને રાત્રે 8 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની+ હોટસ્ટાર પર યોજાશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ખૂબ જ અપેક્ષિત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની અપેક્ષાએ, વિશ્વભરના ક્રિકેટ…

ગુજરાત માટે પદાર્પણ કરનારા રાધાપ્રિયાએ વિમેન્સ, ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ ટાઇટલ જીત્યાં

રાજકોટ, ભારતની 19મા ક્રમની ખેલાડી અને તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલી રાધાપ્રિયા ગોએલે અપેક્ષા મુજબનું જ પ્રદર્શન કરીને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે ભાવનગરની નામના જયસ્વાલને 4-1થી હરાવી હતી. જ્યારે ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ…

તેલના ઘટતા ભાવ રોકવા સાઉદી રોજના તેલ ઉત્પાદનમાં 10 લાખ બેરલનો ઘટાડો કરશે

અગાઉ ઓપેક પ્લસના સભ્ય દેશો દ્વારા બે વખત ઉત્પાદનમાં કાપ મુકવામાં આવ્યો, જો કે આનાથી તેલની ઘટતી કિંમતો પર અંકુશ ન આવી શકતા એક તરફી પગલું દોહાસાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો વચ્ચે કલાકોની તનાવપૂર્ણ વાટાઘાટો બાદ રવિવારે જાહેરાત કરી હતી કે તે તેલના ઘટતા ભાવને રોકવા માટે તેલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો ઘટાડો કરશે….

ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોટમાં તિરાડ જોવા મળી

રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ જોડ્યો અને તેને આગળ રવાના કરતા મોટી દુર્ઘટના ટળી સેંગોટ્ટાઈતમિલનાડુના સેંગોટ્ટાઈ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે સેંગોટાઈ સ્ટેશન પર આવી રહેલી ચેન્નાઈ એગમોર એક્સપ્રેસના કોચમાં તિરાડ જોવા મળી હતી. ત્યારબાદ રેલ્વે કર્મચારીઓએ તરત જ તે કોચને ટ્રેનથી અલગ કરી નવો કોચ…

ટ્રેનના પાટા પરથી બંગાળીમાં લખેલી પ્રેમ કવિતાઓ મળી

હાથીઓ, માછલીઓ અને સૂર્યના ચિત્રો સાથે વિખરાયેલા પાનાઓ પર કોઈએ પ્રેમ વ્યક્ત કર્યો હતો, કોઈ પ્રવાસીએ રજાઓ દરમિયાન તેના પ્રેમીને પત્ર લખ્યો હશે બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના છૂટાછવાયા કોચ અને તબાહી વચ્ચે કેટલાક પાનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાટા પર તબાહી વચ્ચે લોકોએ જમીન…

ઓડિશાના બારગઢમાં માલગાડી પાટા પરથી ઊતરી ગઈ

માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા, આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયાના સમાચાર નથી બારગઢઓડિશામાં ફરી ટ્રેન પાટા પરથી ઉતરી હોવાના સમાચાર મળી રહ્યા છે. બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, માલગાડીમાં ચુનાનો પથ્થર ભરાયો હતો અને તેના…

મહાભારતમાં શકુનીની ભૂમિકા નિભાવનારા ગુફી પેન્ટલનું નિધન

ગૂફી પેન્ટલની કારકિર્દી 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં કામ કરવા સાથે શરૂ થઈ હતી મુંબઈમહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર સુરેન્દ્ર પાલે આપ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે…

ભાજપ ભવિષ્યની વાત નથી કરતો, નિષ્ફળતા માટે ભૂતકાળમાં બીજાને દોષી ઠરાવે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી જેવિટ્સ સેન્ટરમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પાળ્યું વોશિંગ્ટનકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાંથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું કે આ લોકો ક્યારેય ભવિષ્ય વિશે વાત જ…

ત્રણ માસ પહેલાં જ એક રેલ અધિકારીએ દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી

અધિકારીનો ત્રણ મહિના પહેલાનો પત્ર વાયરલ થઈ રહ્યો છે ત્યારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે તેમની સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા બાલાસોરબાલાસોરની જેમ 2014ની ગોરખધામ એક્સપ્રેસનો અકસ્માત હોય કે પછી 2018માં હરચુંદપુરમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસની દુર્ઘટના. આ દુર્ઘટનાઓની તપાસ બાદ રેલવે સુરક્ષા કમિશનરે ફુલપ્રૂફ સિગ્નલ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા હતા. રેલવેના એક…

એરલાઈન્સોએ કેટલાક શહેરોના ભાડામાં બમણો વધારો ઝિંકી દીધો

એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડા વધારી દેવાયા નવી દિલ્હીઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કડક નિર્દેશ આપવા છતાં એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડામાં બમણો વધારો ઝિંકી દીધો. મુસાફરોનું કહેવું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર ફેલાતાની…

ફાઈનલમાં સોફ્ટ સિગ્નલ નિયમનો ઉપયોગ નહીં કરાય

અગાઉ જો કોઈ શંકાસ્પદ કેચના કિસ્સામાં મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હોય, તો તેણે ‘સોફ્ટ સિગ્નલ’ આપવો પડતો હતો લંડનઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 7 જૂનથી લંડનના ઓવલમાં રમાશે. ભારતીય ટીમે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું, જેના…

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠક માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશે

ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે, 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે નવી દિલ્હીગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્ય સભાની ચૂંટણી યોજાવાની સંભાવાના છે. રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્રણેય બેઠકોની ટર્મ પૂર્ણ થવાની હોવાથી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે.રાજ્યસભાની 18 ઓગસ્ટે આ…

રેલવેમાં નવ વર્ષમાં 3 લાખ પદો પર ભરતી કેમ નથી થઈ? ખડગે

મોદી સરકાર દ્વારા સતત ખામીયુક્ત અને ઉતાવળીયા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેના લીધે રેલવેમાં મુસાફરી અસુરક્ષિત બની ગઈ હોવાનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત મામલે સવાલો ઊઠાવતાં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે રેલવે વિભાગ અને મોદી સરકારના શાસન સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. તેમણે…

રેલ ટ્રેકનું પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ, ગુમ લોકોને શોધવાનું કાર્ય બાકીઃ વૈષ્ણવ

અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકેઃ રેલવેમંત્રી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમણે કહ્યું…

રેલ અકસ્માતમાં વાલી ગુમાવનારા બાળકો માટે સહેવાગની મફત શિક્ષણની ઓફર

અગાઉ પણ સેહવાગે વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ તેણે શહીદ થયેલા જવાનોના બાળકોને આ ઓફર કરી હતી નવી દિલ્હીઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધા છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેલ દુર્ઘટના છે. આ અકસ્માતમાં 280થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં આ દુર્ઘટનાના પીડિતોની…

એમપીમાં રસીનો જથ્થો ખલાસ છતાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ આપવાનું ચાલુ

ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી કોરોના વેક્સિનનો જથ્થો ખલાસ થઈ ગયો છે ભોપાલએમપી અજબ છે, એમપી ગજબ છે. મધ્યપ્રદેશ અંગે આ ટેગલાઈન ખૂબ જ પ્રચલિત છે. ગત દિવસોમાં ભિંડમાં જે થયું તેને જોઈને આ લાઈન એકદમ યોગ્ય લાગે છે. ખરેખર ભિંડ જિલ્લાના સોનીમાં આવેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ગત બે મહિનાથી…

ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપનારા સામે કડક કાર્યવાહી થશે

લોકોને ખોટી અને દૂષિત પોસ્ટ્સ ફેલાવવાનું બંધ કરવા વિનંતી બાલાસોરઓડિશા પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સામે ચેતવણી જાહેર કરી છે. પોલીસે કહ્યું કે જે લોકો બાલાસોર અકસ્માતને ‘સાંપ્રદાયિક રંગ’ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ખોટી અને દૂષિત પોસ્ટ્સ ફેલાવવાનું બંધ કરવા વિનંતી કરતા પોલીસે કહ્યું,…

મેસ્સીએ તેનું અપમાન કરનારાઓનો આભાર વ્યક્ત કરતા પીએસજી છોડ્યું

પીએસજીએ મેસ્સીના નેતૃત્વમાં આ બે સિઝનમાં બે વખત ફ્રેન્ચ લીગ અને ફ્રેન્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી બ્યુનોસ એરેસઆર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસીએ પેરિસ સેન્ટ જર્મન માટે દર્શકોની ‘હૂટિંગ’ વચ્ચે તેની છેલ્લી મેચ રમી હતી. પહેલાથી જ ફ્રેન્ચ લીગના ખિતાબની ખાતરી ધરાવતી પીએસજી તેની છેલ્લી મેચમાં ક્લેરમોન્ટ સામે 3-2થી હારી ગઈ હતી. પીએસજી સમર્થકોએ મેસ્સી માટે…

સેન્સેક્સમાં 240 અને નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એમએન્ડએમના શેરમાં ચાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં થોડી વેચવાલી જોવા મળી મુંબઈસ્થાનિક શેરબજાર સોમવારે તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 240.36 પોઈન્ટ એટલે કે 0.38 ટકાના વધારા સાથે 62,787.47 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 59.75 પોઈન્ટ્સ અથવા 0.32 ટકાના વધારા સાથે 18,593.85 પોઈન્ટના સ્તરે…

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા

કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા થઈ હતી વારાણસીવારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સોમવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે વારાણસીના 32 વર્ષ જૂના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે અવધેશ રાય હત્યા કેસમાં આ…