ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

એકતા અને ‘વિકસિત ભારત ૨૦૪૭’નો બુલંદ સૂર

ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ; માત્ર રાષ્ટ્રવાદ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા ઝઘડિયા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી; તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ અને માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન, વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ ભરૂચ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દેશભક્તિસભર વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના ‘રેડ એલર્ટ’ને પગલે પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાની વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક

જિલ્લા તંત્રને ‘રાઉન્ડ ધ ક્લોક’ મોનિટરિંગ અને ફૂલપ્રૂફ આયોજન કરવા તાકીદ; સગર્ભા મહિલાઓને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રો પર ખસેડવા વિશેષ ભાર સુરત: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની ચેતવણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી…