એકતાનગરમાં રૂ. 900 કરોડના ખર્ચે બનશે ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’; ગુજરાતના ઇતિહાસ અને વિરાસતની ગૌરવગાથા થશે રજૂ
સાત વિશેષ ગેલેરીઓમાં ગુજરાતની શૌર્યગાથા, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન અને મહાગુગુજરાત ચળવળની ઝાંખી જોવા મળશે; AR-VR, હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ અને ઇન્ટરએક્ટિવ ટેકનોલોજીથી પ્રવાસીઓને મળશે અનોખો અનુભવ એકતાનગર: ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકાસયાત્રાને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા માટે એકતાનગર ખાતે રૂ. 900 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘ગુજરાત વંદના મ્યુઝિયમ’નું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
