ચીખલીમાં રૂ.46.53 કરોડની 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

સી.આર. પાટીલના હસ્તે નવનિર્મિત હોસ્પિટલ પ્રજાજનો માટે ખુલ્લી મૂકાઈ; 3થી 5 લાખની વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે નવસારી નવસારી જિલ્લાના ચીખલી ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.46.53 કરોડના ખર્ચે નિર્મિત 100 બેડની અદ્યતન સુવિધાસભર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ…

વડોદરાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત, દર્દીઓની સુવિધાનું સ્થળ પર નિરીક્ષણ

HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાથે સીધો સંવાદ; સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના વડોદરા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું…

આંબરડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી…

સાવરકુંડલાને મળશે રૂ. 55 કરોડની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર સહિત તમામ આધુનિક સુવિધાઓ મળશે

રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાકક્ષાની હોસ્પિટલના વિકાસકામનું ખાતમુહૂર્ત; ગ્રામ્ય વિસ્તારને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રૂ. 55 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ક્રિટિકલ કેર સહિતની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ…

સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં…