એશિયન ગેમ્સમાં 27 મેડલ જીતનારા સશસ્ત્ર દળોના ખેલાડીઓનું રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યું સન્માન

ત્રણેય સેનાના 92 ખેલાડીઓએ 19 સ્પર્ધાઓમાં ભાગ લીધો; ભારતના કુલ 85 મેડલ અને ચોથા સ્થાનની સિદ્ધિમાં યોગદાન આપ્યું નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 27 મેડલ જીતનારા સશસ્ત્ર દળોના ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ ખેલાડીઓએ 6 ગોલ્ડ, 11 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 27 મેડલ જીતીને…

વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહ કરશે FSS-1નું લોન્ચિંગ, FSS-5ની કીલ લેઇંગ અને આધુનિક સ્લિપવેનું ઉદ્ઘાટન

૪૩,૫૦૦ ટનના ફલીટ સપોર્ટ શિપ્સ ભારતીય નૌકાદળની દરિયાઈ ક્ષમતા અને પહોંચ વધારશે; 300 ટનના ગોલિયાથ ક્રેનથી મોટા જહાજોના નિર્માણને મળશે વેગ વિશાખાપટ્ટનમ ભારતની સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ પહેલરૂપે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 6 ઓક્ટોબર, 2026ના રોજ વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે ફલીટ સપોર્ટ શિપ-1 (FSS-1)નું લોન્ચિંગ કરશે. આ ઉપરાંત…

એશિયન ગેમ્સ 2026માં અન્સી સોજને લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતીય નૌકાદળની ચીફ પેટી ઓફિસર અન્સી સોજને 6.53 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે નોંધાવી સિદ્ધિ નવી દિલ્હી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન વચ્ચે ભારતીય નૌકાદળની ચીફ પેટી ઓફિસર અન્સી સોજને મહિલા લાંબી કૂદ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અન્સી સોજને પોતાની શ્રેષ્ઠ કૂદમાં 6.53 મીટરનું અંતર કાપ્યું હતું. તેમના આ પ્રદર્શનથી…

દીવમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

ખુખરી મેમોરિયલ એમ્ફિથિયેટરમાં 800થી વધુ લોકોની ઉપસ્થિતિ; NCC અને શાળાના વિદ્યાર્થીઓ સહિત પ્રવાસીઓએ સંગીતમય કાર્યક્રમ માણ્યો દીવ નાગરિકો સાથેનો સંપર્ક વધુ મજબૂત કરવાના હેતુથી ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા 12 સપ્ટેમ્બરે દીવના ખુખરી મેમોરિયલ એમ્ફિથિયેટરમાં વિશેષ સંગીત કાર્યક્રમ યોજાયો હતો. દેશભક્તિથી ભરપૂર ધૂનો અને ઉત્સાહભર્યા સંગીત પ્રદર્શનથી નૌકાદળના બેન્ડે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નૌકાદળના બેન્ડની…

SPARSH પર સંરક્ષણ પેન્શનના વિસંગત કેસોના નિરાકરણમાં મોટી સિદ્ધિ

વાયુસેના અને નૌકાદળના તમામ 1,45,182 વિસંગત કેસોનું નિરાકરણ; સેનાના 3,94,779માંથી 3,90,336 કેસ પણ થયા નોર્મલાઇઝ નવી દિલ્હી | સંરક્ષણ હિસાબ વિભાગ (Defence Accounts Department) દ્વારા પેન્શન વ્યવસ્થાપન પ્રણાલી SPARSH (System for Pension Administration – Raksha) પર વિસંગત કેસોના નિરાકરણમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરવામાં આવી છે. ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ સાથે સંબંધિત તમામ 1,45,182 વિસંગત…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણ સ્વામિનાથનની મહત્વપૂર્ણ મુલાકાત

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીને વધુ વ્યૂહાત્મક ઊંડાણ આપવા ચર્ચા કેનબેરા: ઓસ્ટ્રેલિયાની ચાલુ મુલાકાત દરમિયાન ભારતીય નૌસેનાના વડા (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના ચીફ ઑફ ધ ડિફેન્સ ફોર્સ (CDF) એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરી હતી. બંને અધિકારીઓ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. દરિયાઈ…

DAC એ સુરક્ષા દળો માટે આશરે રૂ. 1.10 લાખ કરોડના પૂંજીગત અધિગ્રહણ પ્રસ્તાવોને મંજૂરી આપી

સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈન્ય દળોની ક્ષમતા વધારવા માટે રૂ. 1,10,000 કરોડના પ્રસ્તાવોને મંજૂરી નવી દિલ્હી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં સૈન્ય દળો માટે અંદાજે રૂ. 1,10,000 કરોડની અંદાજિત કિંમતના વિવિધ અધિગ્રહણ પ્રસ્તાવોને ‘એકસેપ્ટન્સ ઓફ નેસિટી’ (AoN) એટલે કે સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ભારતીય લશ્કર (Indian Army)…

રાજકોટમાં ભારતીય નૌકાદળના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

બે દિવસના કાર્યક્રમમાં 1,500થી વધુ દર્શકો થયા મંત્રમુગ્ધ : દેશભક્તિના ગીતો અને સંગીતમય રજૂઆતથી રાજકોટ ગુંજી ઊઠ્યું રાજકોટ નાગરિકો સાથેના સંપર્ક અને જનજાગૃતિના પ્રયાસરૂપે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા રાજકોટમાં બે દિવસીય ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. તા. 2 અને 3 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ભરપૂર સંગીત અને આકર્ષક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં…

મોરિશિયસ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનાવશે ભારતીય નૌકાદળ

ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે કરી મહત્વપૂર્ણ મુલાકાત નવી દિલ્હી ભારતીય નૌકાદળના ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન હાલમાં મોરિશિયસની સત્તાવાર મુલાકાતે છે. 12 ઓગસ્ટ, 2026ના રોજ તેમણે મોરિશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મોરિશિયસ…

પોરબંદરમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડનું ભવ્ય પ્રદર્શન પોરબંદર દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વભૂમિકામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર મનમોહક ધૂનો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીત, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના અનોખા સંગમ સમાન આ…

નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે

ભારત-મોરિશિયસ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ; 10થી 13 ઓગસ્ટ દરમિયાન વિવિધ મુદ્દે થશે ચર્ચા અમદાવાદ ભારતીય નૌકાદળના વડા (CNS) એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન 10થી 13 ઓગસ્ટ, 2026 દરમિયાન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મહત્વપૂર્ણ ભાગીદાર એવા મોરિશિયસ સાથે દ્વિપક્ષીય દરિયાઈ સહયોગ અને સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ…

25 હજાર નોટિકલ માઇલની ઐતિહાસિક સફર પૂર્ણ કરનાર ‘સમુદ્ર પ્રદક્ષિણા’ ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

ત્રિ-સેવાના સર્વ મહિલા સેલિંગ અભિયાનને રાષ્ટ્રપતિની સલામ; કહ્યું- આ સિદ્ધિ દેશની યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે નવી દિલ્હી ભારતીય સેનાના સેલિંગ વેસલ **’ત્રિવેણી’ (Indian Army Sailing Vessel – Triveni)**ના ક્રૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ત્રિ-સેવાના સર્વ મહિલા વિશ્વ પરિક્રમા સેલિંગ અભિયાન **’સમુદ્ર પ્રદક્ષિણા’**એ વિશ્વના સૌથી પડકારજનક સમુદ્ર માર્ગો…

પોરબંદર નેવલ એર એન્ક્લેવમાં નિવૃત્ત વરિષ્ઠ નાવિક આશિષ ધીમાનનું સન્માન, ‘આભાર સમારોહ’ યોજાયો

36 વર્ષથી વધુ સમય સુધી દેશસેવામાં યોગદાન આપનાર વરિષ્ઠ નાવિકને સ્મૃતિચિહ્ન અને ભારતીય નૌસેનાનું ક્રેસ્ટ અર્પણ; પરિવારજનોના યોગદાનને પણ અપાયું વિશેષ માન પોરબંદર પોરબંદર સ્થિત નેવલ એર એન્ક્લેવ ખાતે 30 જુલાઈ, 2026ના રોજ નિવૃત્ત થઈ રહેલા વરિષ્ઠ નાવિક એમસીએએમ-II (MCAM II) આશિષ ધીમાનના સન્માનમાં ‘આભાર સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેનામાં તેમની ઉત્કૃષ્ટ અને…

રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાન પૂર્ણ કરનાર નવ મહિલા સૈન્ય અધિકારીઓનું કર્યું સન્માન

314 દિવસ, 25,500 નોટિકલ માઈલ અને ચાર મહાસાગરોની ઐતિહાસિક સફર; ત્રિ-સેના સંકલન અને નારી શક્તિનું વિશ્વ સમક્ષ અનોખું પ્રદર્શન નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાની નવ મહિલા અધિકારીઓનું સન્માન કર્યું, જેમણે પ્રથમ વખત યોજાયેલી ત્રિ-સેના સર્વ-મહિલા વિશ્વ પરિક્રમા સેલિંગ અભિયાન ‘સમુદ્ર પ્રદક્ષિણા’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. IASV Triveni જહાજ…

314 દિવસ બાદ ઇતિહાસ રચી પરત ફરી ‘સમુદ્ર પ્રદક્ષિણા’ ટીમ: રાજનાથ સિંહે ત્રિ-સેવાની મહિલા અધિકારીઓનું સ્વાગત કર્યું

ચાર મહાસાગરોમાં 25,500 નોટિકલ માઇલની વિશ્વ-પરિક્રમા પૂર્ણ કરનાર નવ મહિલા અધિકારીઓને રક્ષા મંત્રીનો અભિનંદન સંદેશ; ‘IASV ત્રિવેણી’ને આત્મનિર્ભર ભારત અને નારી શક્તિનું પ્રતિક ગણાવ્યું નવી દિલ્હી રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વની પ્રથમ ત્રિ-સેવા સર્વ મહિલા વિશ્વ-પરિક્રમા નૌકાયાન અભિયાન ‘સમુદ્ર પ્રદક્ષિણા’નું ઔપચારિક સ્વાગત (ફ્લેગ-ઇન) કર્યું હતું. ઇન્ડિયન આર્મી સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી…

ભારત-યુકે સંરક્ષણ સંબંધોમાં વધુ એક સિદ્ધિ, ભારતીય સૈન્ય અધિકારીઓએ બ્રિટનની પ્રતિષ્ઠિત ડિફેન્સ સંસ્થાઓમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો

રોયલ કોલેજ ઑફ ડિફેન્સ સ્ટડીઝ અને જૉઇન્ટ સર્વિસિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પ્રોફેશનલ મિલિટરી એજ્યુકેશન કોર્સ નવી દિલ્હી ભારત અને યુકે વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ભારતીય સશસ્ત્ર દળોના છ વરિષ્ઠ અધિકારીઓએ બ્રિટનની બે અગ્રણી સૈન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેશનલ મિલિટરી એજ્યુકેશન (PME) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ…