સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈન્ય દળોની ક્ષમતા વધારવા માટે રૂ. 1,10,000 કરોડના પ્રસ્તાવોને મંજૂરી
નવી દિલ્હી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં સૈન્ય દળો માટે અંદાજે રૂ. 1,10,000 કરોડની અંદાજિત કિંમતના વિવિધ અધિગ્રહણ પ્રસ્તાવોને ‘એકસેપ્ટન્સ ઓફ નેસિટી’ (AoN) એટલે કે સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ભારતીય લશ્કર (Indian Army) માટે ખરીદી
ભારતીય લશ્કર માટે કેમિકલ બાયોલોજિકલ રેડિયોલોજિકલ એન્ડ ન્યુક્લિયર (CBRN) રેક્કી વ્હીકલ, હાઇ મોબિલિટી વ્હીકલ (HMV), સેલ્ફ-પ્રોપેલ્ડ મિકેનિકલ માઈન લેયર્સ (MML), એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH), ટ્રોલ ટેન્ક અને સર્વત્ર બ્રિજ સિસ્ટમની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.
CBRN રેક્કી વ્હીકલ CBRN એજન્ટોથી દૂષિત વિસ્તારોને શોધવા, ઓળખવા અને ચિહ્નિત કરવામાં સક્ષમ હશે. HMV પડકારજનક ભૂપ્રદેશોમાં ઓપરેશનલ ક્ષમતાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ અને ગતિશીલતામાં વધારો કરશે. MML મુશ્કેલ ભૂપ્રદેશમાં ઝડપી અને જવાબદાર માઈનલેઈંગ પ્રદાન કરશે. ALH ભારતીય લશ્કર અને ભારતીય વાયુસેના માટે તમામ ભૂપ્રદેશોમાં જટિલ મિશન પાર પાડશે. ટ્રોલ ટેન્ક અને બ્રિજ સિસ્ટમનો ઉપયોગ વૈવિધ્યસભર ભૂપ્રદેશોમાં ઓપરેશન દરમિયાન લડાયક રચનાઓને સંયુક્ત ક્રોસિંગ પૂરા પાડવા માટે થશે.
ભારતીય નૌકાદળ (Indian Navy) માટે ખરીદી
ભારતીય નૌકાદળ માટે અરુદ્રા રડાર, મરીન ગેસ ટર્બાઇન્સ (MGT) ની ડિઝાઇન અને વિકાસ તેમજ ત્યારબાદની ખરીદી માટે AoN આપવામાં આવ્યું છે. અરુદ્રા રડાર વિવિધ નૌકાદળ હવાઈ મથકો પર અસ્તિત્વ ધરાવતા એર રૂટ સર્વેલન્સ રડારનું સ્થાન લેશે અને MGT, જે એક યુદ્ધજહાજ પ્રોપલ્શન સિસ્ટમ છે, તે વિદેશી વિક્રેતાઓ પરની નિર્ભરતા ઘટાડશે.
ભારતીય વાયુસેના (Indian Air Force) માટે ખરીદી
લડાકુ વિમાનો, પરિવહન વિમાનો અને હેલિકોપ્ટરોની યુદ્ધ-લડાઈ ક્ષમતા વધારવા માટે ભારતીય વાયુસેનાને વિવિધ પ્રસ્તાવોની મંજૂરી આપવામાં આવી છે. ગ્રાઉન્ડ-બેઝ્ડ મલ્ટી-પર્પઝ જામર (GBMPJ) ની ખરીદી અને ડિફેન્સ ફોર્સિસ સિક્યોર એક્સેસ કાર્ડ (DEFSAC) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. GBMPJ દુશ્મનોના રડાર સામે અસરકારક જામિંગ પૂરું પાડશે અને DEFSAC હાલના કાગળ આધારિત ઓળખ કાર્ડ/પાસને ઇન્ટરઓપરેબલ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન-આધારિત સ્માર્ટ કાર્ડ સિસ્ટમથી બદલશે.
સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન
મંજૂર કરાયેલા કુલ AoN માંથી આશરે 98% ખરીદી ભારતીય ઉદ્યોગ પાસેથી જ કરવામાં આવશે.
