ગરૂડેશ્વર SDH હોસ્પિટલની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી આકસ્મિક મુલાકાત, સુવિધાઓના વિસ્તરણના આપ્યા તાત્કાલિક નિર્દેશ

દર્દીઓના સ્વજનો માટે નવા ભવન સાથે ડાયાલિસિસ સેવા શરૂ કરવા આયોજન; PIU વિભાગને એક અઠવાડિયામાં વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવા આદેશ નર્મદા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને જનકેન્દ્રિત બનાવવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રાત્રે 9:30 વાગ્યે ગરૂડેશ્વર તાલુકાની સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર…

સહકારથી સમૃદ્ધિ તરફ ગુજરાતની GECOCSLની વિકાસયાત્રા

એકતાનગરમાં દશાબ્દી મહોત્સવ નિમિત્તે ચિંતન શિબિર યોજાઈ; કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિ રાજપીપળા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. પ્રવાસના બીજા દિવસે એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ (GECOCSL)ના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત ચિંતન શિબિરમાં તેઓ…

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે એકતાનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ભવ્ય સમારોહ રાજપીપલા ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહની પૂર્વ તૈયારીઓને લઈને એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક…

નર્મદા જિલ્લાના એકતાનગરના વિસ્તારો ‘NO DRONE ZONE’ જાહેર: સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા…

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ‘કસુંબીનો રંગ’ કાર્યક્રમ યોજાશે

દેશભક્તિના રંગે રંગાશે એકતાનગર : જાણીતા કલાકારોની સંગીતમય રજૂઆતો સાથે ઉજવાશે રાષ્ટ્રભાવનાનો ઉત્સવ રાજપીપળા ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને અને દેશભક્તિના રંગ સાથે સાંસ્કૃતિક ઉત્સવની અનુભૂતિ થાય તેવા હેતુથી ‘કસુંબીનો રંગ’ નામે વિશેષ…