સ્ટેટ ટીટીમાં પ્રથમ માદલાણી મેન્સમાં ચેમ્પિયન, પ્રથાની ત્રેવડી સિદ્ધિ
અમદાવાદની 16 વર્ષીય પ્રથાએ વિમેન્સ, અંડર-19 અને અંડર-17 ટાઇટલ જીત્યાં, સુરતની ટીમ ઓવરઓલ ચેમ્પિયન ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પ્રારંભમાં વારંવાર સર્જાયેલા વિવિધ અપસેટને કારણે શનિવારે પાંચમા અને અંતિમ દિવસે નવા જ ખેલાડીએ ટાઇટલ હાંસલ કર્યા હતા….
