સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સેમિફાઇનલમાં

ક્વાર્ટર ફાઇનલમાં વડોદરાની કચ્છ સામે 11-1થી ધમાકેદાર જીત, અમદાવાદે ભાવનગરને 7-1થી હરાવ્યું ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 ગાંધીનગર ખાતે ચાલી રહી છે. ટુર્નામેન્ટમાં આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલની ચારેય મેચમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. શાનદાર પ્રદર્શન સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું…

ઝાયડસ કપ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલમાં બનાસકાંઠા, અમદાવાદ, કચ્છ અને સુરત સેમિફાઇનલમાં

બનાસકાંઠાએ પાટણને 8-0, અમદાવાદે ભરુચને 17-0 અને કચ્છે ભાવનગરને 11-0થી હરાવ્યું; નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ શરૂ વડનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો વડનગરના એસએજી કોમ્પ્લેક્સ ખાતે ધમાકેદાર પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગ્રુપ…

જૂનિયર ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં ગુજરાતના 23 જિલ્લાની ટીમો આમને-સામને; નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ થશે ગાંધીનગર ફિફા વર્લ્ડ કપના રોમાંચક સમાપન બાદ હવે ગુજરાતમાં ફૂટબોલનો જુસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી-2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે ભવ્ય પ્રારંભ થશે….