બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય

મુંબઈ  શું તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે વિવિધ પેઢીઓમાં સ્વીકૃતિ તથા વૈવિધ્યીકરણ માટેની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે જેનાથી તેઓ ટકી શક્યા છે અને તેમનો આર્થિક પ્રભાવ* વધારી શક્યા છે. દાયકાઓથી આ વર્ષો જૂના સાહસો અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી

અમદાવાદ        હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.

સુરતમાં આજથી છઠ્ઠી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ, તમામની નજર ફ્રેનાઝ, ફિલઝાહ પર રહેશે

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે ત્યારે તમામની નજર સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પર રહેશે. આ બંને ખેલાડી ટાઇટલ…

ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ગાંધીનગર ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ ખેલાડી બે રમત કરતા…

જિયોનો આઇ.પી.ઓ. 2026માં આવશેઃ મુકેશ અંબાણીએ રિલાયન્સની એ.જી.એમ.માં આપી માહિતી

મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે, આઇ.પી.ઓ. માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન…

UKK જુનિયર ચેમ્પિયનશિપ: રાષ્ટ્રીય રમત દિવસ પર ખો-ખોને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવાની પહેલ

~ 32 શાળાઓ મેડલ, ઈનામની રકમ અને ટાઇટલ ગૌરવ માટે સ્પર્ધા કરશે, રેડ રોઝ પબ્લિક સ્કૂલ, સાકેત ખાતે બે દિવસીય ટુર્નામેન્ટ યોજાશે~ નવી દિલ્હી રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આજે રાજધાનીમાં UKK જુનિયર ચેમ્પિયનશિપ-દિલ્હી 2025 શરૂ થઈ. 29 અને 30 ઓગસ્ટના રોજ રેડ રોઝ પબ્લિક સ્કૂલ, સાકેત ખાતે યોજાનારી બે દિવસીય ટુર્નામેન્ટ, ભારતની સૌથી લોકપ્રિય સ્વદેશી…

ICAI ની GCC સમિટ સિરીઝની બીજી આવૃત્તિમાં ૧૮ રાજ્યોના ૪૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સમિટ 2025 ની બીજી આવૃત્તિનો આજે GIFT સિટીમાં આરંભ થયો હતો. દેશના 18 રાજ્યોમાંથી 400 થી વધુ પ્રતિનિધિઓ GCC સમિટ 2025 ની બીજી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આ સમીટ તા. 29 અને 30 ઓગસ્ટ, 2025 ના રોજ ચાલશે. GCC સમિટ 2025 ની…

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

અમદાવાદ હીરામણિ શિક્ષણ સંકુલમાં તા.29-08-2025ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025 નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને કેળવવાના હેતુથી દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળા દ્વારા થાય છે. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ 46 શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા 72 પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં…

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અને અર્જુન ક્લબે રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025 ઉજવ્યો

અમદાવાદ  ગુજરાત – ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી (TSU) અને અર્જુન ક્લબના સહયોગથી, 28 અને 29 ઓગસ્ટના રોજ બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને ઇમર્સિવ શિક્ષણ અનુભવો પ્રદાન કરવામાં આવ્યા.  પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રોબરી કેઓસ, ખો-ખો, મોડિફાઇડ વોલીબોલ અને ફિટનેસ રિલે સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના માધ્યમથી “એક ઘંટા ખેલ…

ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી દ્વારા PSL સીઝન 6માં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઇ

અમદાવાદઃ અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી દ્વારા  બહુપ્રતિક્ષિત પ્રીમિયર સ્કૂલ લીગ (PSL) સીઝન 6માં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.   ૨૭થી ૨૯ ઓગસ્ટ દરમિયાન EKA એરેના ખાતે આયોજીત ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૩૫થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને ૩૦૦૦થી વધારે દર્શકોએ આ ટુર્નામેન્ટ નિહાળી હતી. ટુર્નામેન્ટમાં તો U-14માં ગર્લ્સમાં આનંદનિકેતન સરખેજ વિજેતા જ્યારે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન રનરઅપ રહી…

હીરામણિ પ્રાયમરી સ્કૂલના આર્યન  અવધકુમાર અમીને રાજ્ય કુડો ટુર્નામેન્ટ-2025-26માં ગોલ્ડ મેડલ મેળવ્યો

અમદાવાદ ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ 2025-26 જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-11 બોયઝ માં હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.5 ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે.  કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે, જેના કોચ પ્રવિણ જાદવ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન,…

નરહરિ અમીનના હસ્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના

અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે નરહરિ અમીનના હસ્તે (હીરામણિ સંસ્થાના પ્રમુખ, સાંસદ-રાજ્યસભા – ગુજરાત)  હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (ઘરડાઘર) કેમ્પસમાં આવેલ દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.

સીઆઈઆઈ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે ગુજરાતના રાજકોટમાં તેના 31મા ચેપ્ટરનો પ્રારંભ કર્યો

રાજકોટ આઈજીબીસી રાજકોટ ચેપ્ટરનું લોન્ચિંગ ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકીના એક શહેરમાં ટકાઉ તથા પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવામાં એક મહત્વનું પગલું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સંસાધનોની કાર્યક્ષમતા, ઊર્જા સંવર્ધન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને આગળ વધારે તેવી ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસીસ અપનાવવામાં બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને નીતિ ઘડનારાઓ સહિતના સ્થાનિક હિતધારકોને સાંકળવાનો છે. સહયોગ સાધીને…

Talati Rejected List-1 Released: Check Your Status Now

નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/08/talati-rejected-list-1-released-check-your-status-now 📢 તલાટી ભરતી રિજેક્ટ લિસ્ટ-૧ જાહેર: મહત્વપૂર્ણ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ તલાટી માટે કુલ ૨૩૮૯ જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. OJAS પોર્ટલ પર તા. ૨૬/૦૫/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.

ઓગસ્ટ 2026 માં નવી દિલ્હીમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપના લેન્ડમાર્ક 30મા સંસ્કરણનું આયોજન

હૈદરાબાદ દ્વારા આયોજિત થયાના સત્તર વર્ષ પછી, બેડમિન્ટનની સૌથી મોટી ચેમ્પિયનશિપ ભારતમાં પાછી આવી રહી છે, આ વખતે રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 17 વર્ષ પછી ભારતમાં પાછી આવશે, જેમાં રાજધાની, નવી દિલ્હી, ઓગસ્ટ 2026 માં સીમાચિહ્નરૂપ 30મા કાર્યક્રમનું આયોજન કરશે. આ જાહેરાત પેરિસમાં 2025 ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવી હતી, જ્યાં…

ટેનિસ પ્રીમિયર લીગની ઐતિહાસિક સાતમી સિઝન અમદાવાદમાં યોજાશે

અમદાવાદ ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) ના નેજા હેઠળ યોજાતી ભારતની એકમાત્ર ટેનિસ લીગ ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની બહુઅપેક્ષિત સાતમી સિઝન 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાશે. પ્રથમવાર આ લીગ મહારાષ્ટ્રની બહાર યોજાશે. લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે જેવા દિગ્ગજ સ્ટાર્સ દ્વારા…

ચેક રાષ્ટ્ર ખાતે હરમિત દેસાઈએ સિલ્વર મેડલ જીત્યો

ગાંધીધામ ભારતના ઓલિમ્પિયન ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચેક રાષ્ટ્રમં ઓમેગા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28થી 31મી ઓગસ્ટ દરમિયાન યોજાયેલી WTT ફીડર ઓલોમોસ 2025 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ફાઇનલમાં ત્રીજા ક્રમના હરમિતનો સાતમા ક્રમના ઇરાનિયન ખેલાડી નોશાદ અલામિયાંસામે 2-3થી પરાજય થયો હતો.32 વર્ષીય હરમિતે ટુર્નામેન્ટમાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. તેણે સ્થાનિક…

જોધપુર વોર્ડમાં IOC પેટ્રોલ પંપ થી ડી માર્ટ માર્ગ નું સ્વ.પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નામાભિધાન

અમદાવાદ જોધપુર વોર્ડમાં આવેલ પેટ્રોલ પંપ થી ડી માર્ટ માર્ગને સ્વ પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નું નામાભિધાન કરવામાં આવ્યું.. Dr ચંદ્રકાંત મહેતા જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે તેમના સ્વ. પુત્ર પિનાકીન ચંદ્રકાંત મહેતા જેઓ ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા તેથી ડી માર્ટ થી જોધપુર ગામ તરફના માર્ગને સ્વ. પિનાકીન ચંદ્રકાંત…

પિકલબોલ વર્લ્ડ કપ 2025 માટેની ભારતીય ટીમ માટેના સિલેક્શન ટ્રાયલનું અમદાવાદમાં આયોજન

નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી પિકલબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ ટ્રાયલ્સમાં પસંદગી પામનારા ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના અમન પટેલ અને રક્ષિતા રવિની પ્રથમ દિવસે પસંદગી અમદાવાદ કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય પિકલબોલ એસોસિએશન (IPA) દ્વારા અમદાવાદમાં પ્રથમવાર ભારતની સત્તાવાર પિકલબોલ ટીમની પસંદગી માટે ઐતિહાસિક સિલેક્શન ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું….