Admin

મેન્સ ટાઇટલ જીતી જયનિલે અભિલાષની આગેકૂચ અટકાવી, અંડર-19માં જન્મેજય અજેય

જયનિલ મહેતાએ અભિલાષ રાવલને 4-1થી હરાવ્યો; જન્મેજય પટેલે સતત પાંચમું અંડર-19 ટાઇટલ જીત્યું સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલી ‘તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ’માં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ અમદાવાદના ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને 4-1થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ…

અમદાવાદમાં વોલીબોલ ચેમ્પિયન્સ લીગની ટ્રોફીનું અનાવરણ , ખેલાડીઓની પ્રથમ હરાજી યોજાઈ

ધિરજ મંજેરી અને કુલવંત બાલિયાને ટ્રોફીનું અનાવરણ કર્યું; પ્રથમ સિઝન માટે ટીમો અને ખેલાડીઓની રચનાની પ્રક્રિયાને વેગ મળ્યોઃ ખેલાડીને ઓછામાં ઓછા 3 લાખથી લઈને 25 લાખથી વધુની રકમ મળશે અમદાવાદ, વોલીબોલ ચેમ્પિયન્સ લીગ (VCL)એ રવિવારે અમદાવાદમાં પોતાની ચેમ્પિયનશિપ ટ્રોફીનું અનાવરણ કરવાની સાથે પ્રથમ પ્લેયર ઓક્શનનું આયોજન કર્યું હતું. લીગની પ્રથમ સિઝન શરૂ થાય તે પહેલાં…

હીરામણિ શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી

માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓ બન્યા એક દિવસ માટે શિક્ષક, પ્રાથમિક શાળામાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને કરાયું વંદન અમદાવાદ: હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ હીરામણિ પ્રાથમિક શાળામાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહ, આનંદ અને હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શિક્ષકના જીવનમાં…

અંગદાન થકી સુરતના યુવાનને મળ્યું નવજીવન, યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક હૃદય ટ્રાન્સપ્લાન્ટ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી કિશનભાઈ પેથાણીનું સફળ પ્રત્યારોપણ, બે વર્ષથી હૃદયની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા સુરત/અમદાવાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલી ઝડપી પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે સુરતમાં રહેતા 37 વર્ષીય કિશન રણછોડ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મૂળ…

પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાની ભવ્ય નગરયાત્રા

એફિલ ટાવર પાસે યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં 40થી વધુ દેશોના 5,000 સહભાગીઓ જોડાયા; 1,500થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને હિન્દુ પરંપરાની ભવ્ય ઉજવણી જોવા મળી હતી. વિશ્વવિખ્યાત એફિલ ટાવર નજીક ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, કલાકારો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ…

ગુજરાત સુપર લીગ-3માં કર્ણાવતી નાઇટ્સનો દબદબો, સુરત સ્ટ્રાઈકર્સને 3-1થી હરાવ્યું

પાર્થ દીવાનનો બે ગોલનો શાનદાર દેખાવ; રાહુલ રાવતના ગોલથી કર્ણાવતીની જીત મજબૂત બની અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં રવિવારે એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે રમાયેલી બીજી મેચમાં કર્ણાવતી નાઇટ્સે સુરત સ્ટ્રાઈકર્સને 3-1થી હરાવી શાનદાર જીત નોંધાવી હતી. બંને ટીમો અગાઉની બે મેચમાં એક-એક જીત સાથે મેદાનમાં ઉતરી હતી…

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો અમદાવાદમાં પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજોની આગેકૂચ

હરવિંદર સિંહ અને ભાવનાએ ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યું ; આવતીકાલે પેરા કમ્પાઉન્ડમાં શીતલ દેવી સહિતના તીરંદાજો મેદાનમાં ઉતરશે અમદાવાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો આજે સત્તાવાર પ્રારંભ થયો હતો. સત્તાવાર પ્રેક્ટિસ અને સાધનોની તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિશ્વભરના પેરા તીરંદાજોએ વિવિધ કેટેગરીમાં પોતાની સ્પર્ધાત્મક સફરની શરૂઆત કરી હતી. પ્રથમ…

અમદાવાદમાં ચોથી વખત ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે

7થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસનો જમાવડો, ભારત સહિત અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુકે અને કોરિયાના ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ ગુજરાતમાં ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસોને વધુ વેગ મળવા જઈ રહ્યો છે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 7થી 12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કરવામાં…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અપસેટ

અયાઝ, પ્રથમ, વેદ, ખનક અને નિયતીએ ક્રમાંકિત ખેલાડીઓને હરાવી ચોંકાવ્યા સુરત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલી તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના બીજા દિવસે મેન્સ અને વિમેન્સ ડ્રોમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા. અમદાવાદની ખનક શાહ અને સુરતની નિયતી પાઠકે વિમેન્સ રાઉન્ડ ઓફ 32માં જ્યારે સુરતના…

સુરત સ્ટ્રાઈકર્સની જોરદાર વાપસી, ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી હરાવ્યું

ગુજરાત સુપર લીગ-3માં પ્રથમ મેચની હાર બાદ સુરતની શાનદાર જીત; નંદકુમાર અને સિદ્ધાર્થ કોશીની બે-બે ગોલની મહત્વની ભૂમિકા અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ સુરત સ્ટ્રાઈકર્સે જોરદાર વાપસી કરતાં ગાંધીનગર જાયન્ટ્સને 4-1થી પરાજય…

નૂરજહાં જમાનીનો આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસમાં ડબલ ધમાકો, સિલ્વર-બ્રોન્ઝ સાથે વર્લ્ડ રેન્કિંગમાં 19મા ક્રમે

ફિનલેન્ડમાં ITTF વર્લ્ડ પેરા ફ્યુચર લાહતી-2026માં ક્લાસ-7 સિંગલ્સમાં સિલ્વર અને સ્ટેન્ડિંગ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો; ભારતની નંબર-1 ખેલાડીએ રેન્કિંગમાં 8 સ્થાનની છલાંગ લગાવી અમદાવાદ અમદાવાદની પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ભારતની નંબર-1 નૂરજહાં નૂરઅલી જમાનીએ ફિનલેન્ડમાં આયોજિત ITTF World Para Future Lahti 2026માં શાનદાર પ્રદર્શન કરી બે મેડલ પોતાના નામે કર્યા છે. પજુલાહતી ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

૧૪ વર્ષીય જેન્સી કનાબરે જીતી J200 અસ્તાના ગર્લ્સ સિંગલ્સ ટ્રોફી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને…

E20 પછી ભારતનો ફ્લેક્સ-ફ્યુઅલ રોડમેપ તૈયાર, AIDA અને IIT દિલ્હીનો નવો શ્વેતપત્ર જાહેર

ઈથેનોલ આધારિત સ્વચ્છ પરિવહનને મળશે વેગ; ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના વ્યાપક ઉપયોગ સાથે ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ નવી દિલ્હી ભારતે સ્વચ્છ ઊર્જા અને હરિત પરિવહન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) દિલ્હીએ સંયુક્ત રીતે E20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ પછીના…

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મોટો ઝટકો: ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાણો વિગત

ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક નવી દિલ્હી ઓસ્ટ્રેલિયા હંમેશાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓનું લોકપ્રિય સ્થળ રહ્યું છે. અહીંના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયા સરકારે એક લોકપ્રિય કોર્સને લઈને મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર વિદેશી વિદ્યાર્થીઓ પર પડશે. ‘ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફ મેનેજમેન્ટ’ પર…

૧૪ વર્ષીય જેન્સી કનાબરે જીતી J200 અસ્તાના ગર્લ્સ સિંગલ્સ ટ્રોફી

ઐતિહાસિક વિજય સાથે આગામી વર્ષના તમામ ચાર જૂનિયર ગ્રાન્ડસ્લેમ માટે મુખ્ય ડ્રોમાં સ્થાન નિશ્ચિત ભારતની યુવા અને પ્રતિભાશાળી ૧૪ વર્ષીય ટેનિસ ખેલાડી જેન્સી કનાબરે કઝાકિસ્તાનમાં યોજાયેલી J200 અસ્તાના ટેનિસ સ્પર્ધામાં ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. આ શાનદાર વિજય સાથે તેણે ભારતીય ટેનિસ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. રોમાંચક ફાઇનલ મુકાબલો અસ્તાના ખાતે રમાયેલી અત્યંત…

પાકિસ્તાન ક્રિકેટ ટીમ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે: રાશિદ લતીફનો પીસીબી પર પ્રહાર, બાબર આઝમ, હવે તારો વારો છે

લાહોર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા લેવાયેલા અચાનક અને વિવાદાસ્પદ નિર્ણયોએ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ટીમમાં મોટા ફેરફારો અને કોચિંગ સ્ટાફને બદલવાની નીતિ સામે પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતીફે આકરા પ્રહારો કર્યા છે. પીસીબીની કાર્યશૈલી પર સવાલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં ચાલી રહેલી ઉથલ-પાથલ અને અજીબોગરીબ…

જસપ્રિત બુમરાહ ફિટ ન થાય તો કોણ લેશે તેની જગ્યા? આ ત્રણ ખેલાડીઓ રેસમાં સામેલ

ભારતીય ટીમ માટે મોટો ઝટકો: અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ પહેલાં ફિટનેસ ટેસ્ટ પર અટકી બુમરાહની ભાગીદારી, જો તે ફિટ નહીં થાય તો કયા ખેલાડીઓ બનાવી શકે છે જગ્યા? નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હાલમાં પોતાની ઈજામાંથી ઉભરી રહ્યો છે અને 13 સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની T20I…

કર્ણાવતી નાઇટ્સનો રોમાંચક વિજય, વડોદરા વોરિયર્સને 2-1થી હરાવ્યું

વીસેશ પાંડેએ બે ગોલ ફટકારી ટીમને અપાવી જીત; શાનદાર ગોલકીપિંગ બદલ વિશાલ દુબે બન્યો જીતનો મહત્વનો હીરો અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની મેચો અમદાવાદના એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયામાં રમાઈ રહી છે. આજે રમાયેલી પ્રથમ મેચમાં કર્ણાવતી નાઇટ્સે રોમાંચક મુકાબલામાં વડોદરા વોરિયર્સને 2-1થી હરાવી ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ પોઇન્ટ્સ મેળવ્યા હતા….

યલહંકા એરફોર્સ સ્ટેશન પર તમામ Do-228 વિમાનોનું પ્રભાવશાળી ‘એલિફન્ટ વોક’

ઓપરેશનલ તૈયારીઓ, જાળવણીની શ્રેષ્ઠતા અને ક્રૂની તાલીમ-કાર્યક્ષમતાનું શક્તિશાળી પ્રદર્શન બેંગલુરુ: ભારતીય વાયુસેનાના યલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે તમામ Do-228 વિમાનોનું ભવ્ય ‘એલિફન્ટ વોક’ યોજાયું હતું. એકસાથે ગોઠવાયેલા વિમાનોની આ રચનાએ વાયુસેનાની ઓપરેશનલ તૈયારી, જાળવણીની શ્રેષ્ઠતા, સુમેળભર્યા સંકલન તેમજ પાઇલટ અને ક્રૂની ઉચ્ચ સ્તરની તાલીમ અને કુશળતાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું. ઓપરેશનલ રેડીનેસનું શક્તિશાળી પ્રદર્શન Do-228 વિમાનોનું…

રાજકોટમાં ભારતીય નૌકાદળના બેન્ડની દેશભક્તિભરી સંગીતમય રજૂઆત

બે દિવસના કાર્યક્રમમાં 1,500થી વધુ દર્શકો થયા મંત્રમુગ્ધ : દેશભક્તિના ગીતો અને સંગીતમય રજૂઆતથી રાજકોટ ગુંજી ઊઠ્યું રાજકોટ નાગરિકો સાથેના સંપર્ક અને જનજાગૃતિના પ્રયાસરૂપે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા રાજકોટમાં બે દિવસીય ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. તા. 2 અને 3 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ભરપૂર સંગીત અને આકર્ષક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં…