Admin

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની ધમાકેદાર શરૂઆત: મહિલા ટીમે મલેશિયાને 73-13થી કચડી, પુરુષ ટીમે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું

અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતની મહિલા ટીમનો 60 પોઈન્ટથી ભવ્ય વિજય; પુરુષ ટીમે પણ દમદાર રમતથી નોંધાવી જીત. કેન્યા, શ્રીલંકા, સ્કોટલેન્ડ અને યુગાન્ડાની ટીમોએ પણ વિરોધીઓને હરાવ્યા અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શુક્રવારે શરૂ થયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતીય મહિલા અને પુરુષ ટીમે વિજયી શરૂઆત કરી છે. ભારતીય મહિલા ટીમે…

U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ: DPSનો 7 વિકેટે દમદાર વિજય, નૈતિક પાંડેની 11 વિકેટ

સેમિફાઇનલમાં એપલ ગ્લોબલ સ્કૂલનો 48 રનનો પ્રથમ દાવ અને બીજા દાવમાં 123 રનનો સ્કોર; દિવિત ગુપ્તાની 55 રનની લડાયક ઇનિંગ્સ છતાં DPSએ સરળતાથી મેળવી જીત અમદાવાદ: U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ 2026–27ની સેમિફાઇનલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપલ ગ્લોબલ સ્કૂલને 7 વિકેટે હરાવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. ગત્રાડ, અમદાવાદના ટ્રિનિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 23-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કર્યો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવાળીની મોટી ભેટ: પ્લેટફોર્મ 9 થી 12 ટૂંક સમયમાં ધમધમશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ રહેલાં ચાર નવાં પ્લેટફોર્મ શરૂ કરવા માટે OHE અને સિગ્નલ સિસ્ટમની ચકાસણી શરૂ; 27 ઓક્ટોબરે CRS નિરીક્ષણ બાદ મળશે મંજૂરી અમદાવાદ: દિવાળીના આગામી તહેવારો દરમિયાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વધતી જતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સ્ટેશન…

રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી ધાડ: 17 બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાયદાનો સિકંજો, 14 તો માત્ર 10મી-12મું પાસ

મેડિકલ સ્ટોર અને કમ્પાઉન્ડરનો અનુભવ બતાવી બોગસ પ્રેક્ટિસ કરતા તત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ; કડક કાર્યવાહીની ચેતવણી રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. યોગ્ય તબીબી લાયકાત કે માન્ય ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા કુલ 17 બોગસ ડૉક્ટરોને…

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ કર્યો રદ

ઉચ્ચ સત્તાવાળાઓના આદેશથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે: ટેક્સટાઈલ અને પ્રોસેસિંગ મિલોને કરોડોના આર્થિક બોજમાંથી મુક્તિ ગાંધીનગર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર અને ખાસ કરીને વિશ્વભરમાં જાણીતા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ખૂબ જ મોટા અને આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા લાદવામાં આવેલા સ્ટેગર ડે (Stagger…

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ હરિત સંકલ્પનું પ્રતીક બનતું એકતાનગર

‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ હેઠળ ચાર વર્ષમાં 20.22 લાખ રોપાંનું વાવેતર • કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હરિયાળીના વિસ્તાર તથા પ્રાકૃતિક પરિસરના સંવર્ધન માટે પહેલ ખાસ લેખઃમેહુલ વાંઝવાલા. રાજપીપળા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસ માટે હાથ…

રાષ્ટ્રીય એકતા દિવસ-2026: એકતાનગરમાં ગુંજશે એકતાનો જયઘોષ, NCCના 205 કેડેટ્સ પરેડમાં જોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં | દેશના 17 ડિરેક્ટોરેટ્સના કેડેટ્સ સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક પરેડ માટે સજ્જ | 31 ઑક્ટોબરે 148 કેડેટ્સ માર્ચપાસ્ટ અને 45 બેન્ડમાં ભાગ લેશે રાજપીપલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર, 2026ના રોજ ઉજવાનારા રાષ્ટ્રીય એકતા દિવસને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે….

રિલિાયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટ: ઇન્કમ ટેક્સનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી વિજય

નીવ લાલવાનીની શાનદાર સદી (147) અને કુશ પટેલના 93 રનની મદદથી ઇન્કમ ટેક્સ ટીમે મજબૂત પકડ બનાવી; ઉર્વિશ પરમારની 5 વિકેટ એળે ગઈ અમદાવાદ: ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત રિલિયન્સ ફાઉન્ડેશન મેજર ટુર્નામેન્ટ (મલ્ટીડે) અંતર્ગત એડીએસએ રેલવે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ઇન્કમ ટેક્સની ટીમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સામે પ્રથમ ઇનિંગ્સની…

રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટૂર્નામેન્ટમાં ભારત ક્રિકેટ ક્લબનો બેંક ઓફ ઈન્ડિયા સામે 160 રને ભવ્ય વિજય

જય સોલંકીની 6 વિકેટ અને અણનમ 62 રનની શાનદાર ઇનિંગ્સ; ધૈર્ય પટેલની બંને ઇનિંગ્સમાં અડધી સદી, બેન્ક ઓફ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ, અમદાવાદ દ્વારા આયોજિત રિલાયન્સ ફાઉન્ડેશન મેજર ટૂર્નામેન્ટ (મલ્ટિ-ડે)માં ભારત ક્રિકેટ ક્લબે બેન્ક ઓફ ઇન્ડિયા સામે 160 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ…

દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં દુર્ગા વિદ્યાલયનો એક ઇનિંગ્સ અને 114 રને શાનદાર વિજય

અભય તોમારની 137 અને શ્લોક પટેલની 107 રનની સદી; પ્રથમ દાવમાં 350 રન બનાવી અંકુર સ્કૂલને હરાવી કરાઈ દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટી-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંકુર સ્કૂલ અને દુર્ગા વિદ્યાલય વચ્ચે રમાયેલી મેચમાં દુર્ગા વિદ્યાલયે એક ઇનિંગ્સ અને 114 રને શાનદાર વિજય મેળવ્યો હતો. કરાઈના પાયોનિયર-એ ગ્રાઉન્ડ ખાતે 21 અને 22 ઑક્ટોબરે રમાયેલી આ મેચમાં…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 22-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 કલાકમાં જ ભાજપમાં બળવો, 17 સભ્યો એકજૂથ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ-2027નું શેડ્યૂલ જાહેર: ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગ્રૂપમાં, જાણો સમગ્ર કાર્યક્રમ

21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી બાંગ્લાદેશ અને નેપાળમાં રમાશે ટુર્નામેન્ટ | 16 ટીમો વચ્ચે ટાઇટલ માટે જંગ | ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 22 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે અભિયાન શરૂ કરશે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ-2027નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની ત્રીજી આવૃત્તિમાં કુલ 16 ટીમો ભાગ લેશે….

છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 કલાકમાં જ ભાજપમાં બળવો, 17 સભ્યો એકજૂથ

ઉપપ્રમુખની આગેવાનીમાં ચીફ ઓફિસરને પત્ર પાઠવાયો; બહુમતી સભ્યોની મંજૂરી વિના વિકાસનાં બિલો પાસ કરવા અને નવી ભરતી કરવા સામે રજૂઆત છોટા ઉદેપુર: છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના શાસન હેઠળની નગરપાલિકામાં પ્રમુખની પસંદગીના ગણતરીના કલાકોમાં જ આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉપપ્રમુખ સહિત કુલ 17 સભ્યોએ એકજૂથ…

ગુજરાતમાં સોલાર રૂફટોપ પર 90% સુધી સબસિડીનો દાવો: 1 kW સિસ્ટમ માટે માત્ર રૂ. 5,400નો ખર્ચ!

કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી સામાન્ય વર્ગના પરિવારોને મોટી રાહતનો દાવો; SC/ST લાભાર્થીઓ માટે 95% સુધી સહાયની જોગવાઈની વિગતો સામે આવી ગાંધીનગર: ગુજરાતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા ઇચ્છતા પરિવારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મુફ્ત બિજલી યોજના હેઠળ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસિડી આપવાની જાહેરાત…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ: ભારતની મહિલા અને પુરુષ ટીમ પ્રથમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે

અમદાવાદમાં ૨૩થી ૩૧ ઑક્ટોબર સુધી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ૧૩ દેશોની ૨૩ ટીમો વચ્ચે ૬૨ મુકાબલા રમાશે અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે, શુક્રવારથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ થશે. આ ઐતિહાસિક સ્પર્ધામાં ભારતની મહિલા અને પુરુષ ટીમો પ્રથમ કોમનવેલ્થ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ૨૩થી ૩૧ ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ…

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓક્ટોબરે આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધન કરશે

નવી દિલ્હીમાં યોજાઈ રહેલી કોન્ફરન્સમાં ભારતીય સેનાની ઓપરેશનલ સજ્જતા, ક્ષમતા વિકાસ અને ભવિષ્યલક્ષી પરિવર્તન અંગે સમીક્ષા કરાશે નવી દિલ્હી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને સંબોધિત કરશે. 21થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ભારતીય સેનાના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ એકત્રિત થઈને સેનાની કામગીરી, વર્તમાન પહેલો,…

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સમીક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી ઉજવણીનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું રાજપીપળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની…

ગુજરાતની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાનને વેગ: 6 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો નિકાલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીથી 1,800 રૂમ જેટલી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ બની; દર્દીઓની સુવિધાઓ વિકસાવવા મળશે મદદ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા તથા વર્ષોથી પડેલી બિનઉપયોગી સામગ્રીનો નિકાલ કરવા હાથ ધરાયેલા અભિયાનને વેગ મળ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ…

કાશીના આકાશમાં શૌર્યની ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોોબેટિક ટીમ ઉડાન ભરશે

‘વિંગ્સ ઓવર ગંગા’ અંતર્ગત સૂર્ય કિરણ ટીમના અદભુત હવાઈ કરતબો, સચોટ ફોર્મેશન અને શાનદાર તાલમેલથી રોમાંચિત થશે કાશીનું આકાશ વારાણસી: કાશીની પાવન ધરતી પર ભારતીય વાયુસેનાની શૌર્યગાથા અને હવાઈ કૌશલ્યનો અદભુત નજારો જોવા મળશે. ‘વિંગ્સ ઓવર ગંગા’ (Wings Over Ganges) કાર્યક્રમ અંતર્ગત ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્ય કિરણ એરોોબેટિક ટીમ પોતાના શાનદાર હવાઈ કરતબો રજૂ કરીને…