Admin

ગુજરાતમાં બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 8 વર્ષમાં માછીમારો સહિત 777 લોકોને તાત્કાલિક તબીબી સહાય અપાઈ

દરિયાની વચ્ચે પણ આરોગ્યસેવા પહોંચાડવાની વ્યવસ્થા મજબૂત; ઓખાની બોટ એમ્બ્યુલન્સે 720 અને પોરબંદરની બોટ એમ્બ્યુલન્સે 57 કટોકટીના કેસમાં આપી મદદ ગાંધીનગર: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓ પર રહેતા લોકો તેમજ મધદરિયે માછીમારી કરતા માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા જીવનરક્ષક સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પણ કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળી…

અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની અમૃતાને સિલ્વર મેડલ, ભારતના કુલ ત્રણ મેડલ

લાસ વેગાસમાં યોજાતી સ્પર્ધામાં મહિલા 72 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં યુક્રેનની ઇરિના ઝાબ્લોત્સ્કા સામે 0-6થી હાર; અગાઉ બે સતત પિનફોલ જીત સાથે ફાઇનલમાં મેળવી હતી એન્ટ્રી લાસ વેગાસ અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલી અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાન અમૃતાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. મહિલા 72 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં અમૃતાને યુક્રેનની…

ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખુશી કડિયાની હેટ્રિક, અંડર-14 અને અંડર-16 સિંગલ્સમાં ટાઇટલ જીત્યાં

હરિયાણાની ખુશી કડિયાએ એક જ દિવસમાં બે સિંગલ્સ ટાઇટલ જીતીને નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ; રિભવ સરોહાએ અંડર-16નો ખિતાબ જીતી અંડર-18 બાદ બીજી સફળતા મેળવી, પુનીત મનોહરે અંડર-14 સિંગલ્સમાં પણ મારી બાજી નવી દિલ્હી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરિયાણાની યુવા ટેનિસ ખેલાડી ખુશી કડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટમાં હેટ્રિક સિદ્ધિ નોંધાવી છે. શનિવારે ખુશીએ ગર્લ્સ…

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026: ટીમ ઇવેન્ટની ફાઇનલમાં અમદાવાદ અને અરવલ્લી વચ્ચે ટક્કર

અમદાવાદે ગુજરાતને 3-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યારે અરવલ્લીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન સુરતને 3-1થી પરાજય આપ્યો; અંડર-9 કેટેગરીમાં સુહાની હાંડા અને અનાયરા મણિયારે ફાઇનલમાં પ્રવેશ કર્યો ગાંધીધામ/આદિપુર કચ્છના આદિપુર સ્થિત હરેશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 16થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલી ગુજરાત એન્ડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં ટીમ ઇવેન્ટના…

રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૬: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ તેજ

૨૦૧૮થી ૨૦૨૫ સુધીની તસવીરોમાં કેદ થઈ રાષ્ટ્રીય એકતા દિવસની ઐતિહાસિક સફર; આ વર્ષે એકતાનગરમાં ૨૫ હજાર લોકોની સહભાગિતા સાથે ભવ્ય ઉજવણીનું આયોજન, ૧૦ હજાર જવાનોની પરેડ અને ૪,૭૦૦ કલાકારો રજૂ કરશે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી એકતાનગર: ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની તૈયારીઓ વચ્ચે…

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો

સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા; મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યાં જરૂરી સૂચનો રાજપીપળા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ દેશના વિવિધ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 17-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરોમાં EDના દરોડા: શેરબજારમાં 1 લાખથી વધુ રોકાણકારોને ફસાવવાનું કથિત કૌભાંડ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

સુરતમાં ભેસ્તાનના ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નિર્માણાધીન સાઇટ પર લિફ્ટના પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી માસૂમ ભાઈ-બહેનનાં કરુણ મોત

બાંધકામ સ્થળે માતા-પિતા મજૂરીકામ કરી રહ્યાં હતાં ત્યારે રમતાં રમતાં ૨ અને ૩ વર્ષના બે માસૂમ બાળકો ઊંડા ખાડામાં ખાબક્યાં; ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટ પર અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ભેસ્તાન સ્થિત ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં…

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ: ગિલ અને અય્યરને સોંપાઈ કેપ્ટનશીપ, મોહમ્મદ શમી ફરી નજરઅંદાજ

૫ મેચની વનડે સિરીઝમાં જોવા મળશે બે અલગ-અલગ કેપ્ટન; રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ, ફાસ્ટ બોલર શમીને સ્થાન નહીં અમદાવાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિ દ્વારા આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે વનડે (ODI) અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. T20I શ્રેણી પૂરી થયા બાદ ટીમ…

SRHની માલિક કાવ્યા મારન અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરનાં લગ્નની ચર્ચા તેજ, નવેમ્બરમાં ગ્રીસમાં યોજાશે લગ્ન?

‘જેલર-2’ના સંગીતકાર અનિરુદ્ધ સાથે કાવ્યા મારન લગ્ન કરશે તેવા અહેવાલો ચર્ચામાં; 11 નવેમ્બરે ગ્રીસમાં લગ્ન અને 21 નવેમ્બરે ચેન્નઈમાં રિસેપ્શન યોજાવાની અટકળો, જોકે સત્તાવાર પુષ્ટિનો અભાવ ચેન્નઈ: દક્ષિણ ભારતીય ફિલ્મસૃષ્ટિના જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને IPLની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની સહમાલિક કાવ્યા મારનનાં લગ્નની ચર્ચાએ મનોરંજન જગતથી લઈને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુકતા જગાવી છે. ‘જેલર-2’ને લઈને ચાલી…

અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરોમાં EDના દરોડા: શેરબજારમાં 1 લાખથી વધુ રોકાણકારોને ફસાવવાનું કથિત કૌભાંડ

RM ડ્રિપ સ્પ્રિંકલર્સ અને R&B ડેનિમના શેરના ભાવ કૃત્રિમ રીતે વધાર્યાનો આરોપ; 29 સ્થળોએ તપાસ, દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત અમદાવાદ/ગાંધીનગર: શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારીને નાના રોકાણકારોને ઊંચા ભાવે શેર ખરીદવા માટે લલચાવવાના અને ત્યારબાદ મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવાના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની…

ભરુચની ફાર્મા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ; તંત્રએ કંપનીને ફટકારી ક્લૉઝર નોટિસ

વાગરા GIDCમાં સેનઝીલ ફાર્મા કેમ પ્રા. લિ.ના 15 હજાર લિટરના રિએક્ટરમાં ધડાકો, હાઇડ્રોજિનેશન પ્રક્રિયા દરમિયાન સર્જાઈ દુર્ઘટના; 15 કિમી સુધી સંભળાયો બ્લાસ્ટનો અવાજ ભરુચ: ગુજરાતના ભરુચ જિલ્લામાં ઔદ્યોગિક સલામતી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક કરુણ દુર્ઘટના સામે આવી છે. વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે પ્રચંડ બ્લાસ્ટ થતાં પાંચ…

ગાંધીનગરના સાંતેજમાં સિંઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી અફરાતફરી, ત્રણ જિલ્લાની ફાયર ટીમો દોડી આવી!

ફોમ સીટોને કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; સાત ફાયર ગાડીઓ અને બે ગજરાજ સહિતની ટીમો આગ બુઝાવવામાં જોતરાઈ, તમામ શ્રમિકો સુરક્ષિત બહાર નીકળતાં મોટી જાનહાનિ ટળી ગાંધીનગર/સાંતેજ: અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં કારોલી પાસે આવેલી સિંઘલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં…

અમદાવાદના ધ્યાન પટેલની ઐતિહાસિક સિદ્ધિ: કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ

અંડર-11 કેટેગરીમાં ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ ત્રણેય ફોર્મેટમાં મેળવ્યું સુવર્ણ ચંદ્રક | અગાઉ નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં પણ બની ચૂક્યો છે ચેમ્પિયન અમદાવાદ અમદાવાદના પ્રતિભાશાળી યુવા ચેસ ખેલાડી ધ્યાન પટેલે આંતરરાષ્ટ્રીય ચેસ જગતમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં 4થી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલી કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ધ્યાન…

આર્ચરી પ્રીમિયર લીગ-2: ચોલા ચીફ્સે નવી રણનીતિથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સને હરાવ્યા

પ્લેઓફની રેસમાંથી બહાર હોવા છતાં ચીફ્સે સતત બીજી સાંજે વિરોધી ટીમને આપ્યો ઝટકો; રાજત ચૌહાણના નિર્ણાયક નિશાને 5-3થી જીત અપાવી હૈદરાબાદ આર્ચરી પ્રીમિયર લીગ (APL)ની બીજી સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકેલી ચોલા ચીફ્સની ટીમે સતત બીજી સાંજે અપસેટ સર્જ્યો છે. શુક્રવારે રમાયેલી મુકાબલામાં ચીફ્સે નવી શૂટિંગ રણનીતિ અપનાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સને 5-3થી પરાજય…

રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 વર્ષના રેહાંશ સિંઘવીનો દમદાર દેખાવ

અંડર-19 બોયઝ ટીમ ઇવેન્ટમાં કચ્છે જામનગરને 3-2થી હરાવ્યું; અમદાવાદ અને રાજકોટની પુરુષ ટીમનો પણ વિજય, મહિલા વિભાગમાં સુરત સહિતની ટીમોનો વિજયી પ્રારંભ ગાંધીધામ આદિપુરના હર્ષ સાંઘતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ શાનદાર…

ફેનેસ્ટા ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં ખુશી કડિયને અંડર-16 ડબલ્સનો ખિતાબ જીત્યો

સિંગલ્સની અંડર-16 અને અંડર-14 કેટેગરીની ફાઇનલમાં પણ ખુશીનો પ્રવેશ; રિભાવ સરોહા ડબલ ટાઇટલ જીતવાની નજીક, ચારેય ડબલ્સ કેટેગરીના વિજેતાઓ જાહેર નવી દિલ્હી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરિયાણાની ખુશી કડિયને શાનદાર પ્રદર્શન કરીને ગર્લ્સ અંડર-16 ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તમિલનાડુની સાન્મિથા હરિની સાથે જોડી બનાવીને ખુશીએ આ સફળતા મેળવી હતી. આ સાથે…

કોમલે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો, અમૃતા પૂજારી ફાઇનલમાં

59 કિગ્રા વર્ગમાં કઝાકિસ્તાનની પહેલવાનને 7-2થી હરાવી કોમલે કાંસ્ય ચંદ્રક જીત્યો; 72 કિગ્રા વર્ગમાં અમૃતા પૂજારીનો સુવર્ણ ચંદ્રક માટે યુક્રેનની ઇરિના ઝાબ્લોત્સ્કા સામે મુકાબલો લાસ વેગાસ અમેરિકાના લાસ વેગાસમાં યોજાઈ રહેલી અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની કોમલે મહિલા 59 કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે,…

ભારત અને ગ્રીસ વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત બનાવવા ચર્ચા, સૈન્ય સંબંધો અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી પર ભાર

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ગ્રીસના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ દિમિત્રિઓસ ચૌપિસ સાથે કરી મુલાકાત; સંરક્ષણ દળો વચ્ચે નિયમિત આદાનપ્રદાન અને વ્યૂહાત્મક સહયોગ વધારવા પર સહમતિ નવી દિલ્હી ભારત અને ગ્રીસ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ગ્રીસના હેલેનિક નેશનલ ડિફેન્સ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 16-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

અમદાવાદ: ગરબામાં ખુરશી બાબતે મહિલાઓ વચ્ચેના ઝઘડાએ હિંસક વળાંક લીધો, સોસાયટીના ચેરમેન પર હુમલો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…