NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય
દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું! એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું! અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે હજી ગઇકાલની જ વાત હોય…
