નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટે 100 મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા “નવજીવન હાટ” પ્રોજેક્ટ શરૂ કર્યો

આ નવતર રોજગારીલક્ષી કામગીરી માટે લોકો અમારી સંસ્થાને મદદરૂપ થશે એવી અમને આશા છે – સુભાષ આપ્ટે અમદાવાદ અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને તેઓને પુનઃવર્સન આપવાનું કાર્ય કરે છે. હાલ 50થી વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા તરૂણવસ્થાએ પહોંચેલા મનોદિવ્યાંગજનોને…

હીરામણિસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 5 સપ્ટેમ્બર આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસની ઉજવણી ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામાં આવી હતી. તેની સાથે સાથે વિદ્યાર્થી કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકો બની શિક્ષણકાર્ય કર્યું હતું. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના વર્ગખંડનાં અનુભવો વર્ણવ્યા હતા.દરેક વિદ્યાર્થીઓને…

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ના વડીલોએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી.

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

તા.23-08-24, શુક્રવારના રોજ હીરામણિ સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં શહેરની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની કૂલ 48 શાળાઓના 93 પ્રોજેક્ટ્સ હતાં,જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રજૂ કર્યા હતા, જેમાં વિજેતા શાળાઓનાં વિદ્યાર્થીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જજ તરીકે ડૉ.આદિત્ય વોરા (પ્રો. ફીઝિક્સ ડિપાર્ટમેન્ટ,…

હીરામણિસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આઝાદ ભારતમાં જન્મ લીધો છે અને હીરામણિ જેવી શાળામાં અભ્યાસ કરવાની તક મળી છે. ભારત દેશના વિકાસ માટે…

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝવર્ક તથા ક્રાફ્ટ વર્ક દ્વારા રાષ્ટ્રધ્વજ-તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા  તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની  ઉજવણી કરી હતી.

હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરાયું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વીડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું

અમદાવાદ વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’  શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા…

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આર્ટ અને ક્રાફ્ટ દ્વારા ફરકડી, તોરણ અને ઢીંગલીઓ બનાવી

હીરામણી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ આર્ટ અને ક્રાફ્ટ દ્વારા રંગબેરંગી ફરકડીઓ, તોરણો, ઢીંગલીઓ બનાવી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સામાજિક  સંસ્થાઓના ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટીમાંથી મુક્તિની સફળ રજૂઆત બદલ નરહરી અમીનનું સન્માન

શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણી ધામ, નિકોલ, અમદાવાદ અને અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી હોસ્ટેલ ની સેવાઓ આપતી સામાજિક  સંસ્થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટી માંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ અને રાજ્યસભામાં અસરકારક અને સફળ રજૂઆત કરવા બદલ રાજ્યસભાના…

હીરામણી સ્કૂલમાં છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી  સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ છત્રી સુશોભન કરવા માટે રંગીન પેપર,  ક્રેપ પેપર, ફેબ્રિક -એક્રેલિક કલર, ક્રાફ્ટ પેપર, આભલા, તુઈ તેમજ સ્પોંજથી…

ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર સરકારે રૂ. 4,369 કરોડ આપ્યા

જળશક્તિના રાજ્યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે….

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય સ્વ. પ્રો. શંકર પટેલને મરણોત્તર સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો

સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમ, શારદા- મણિ કોમ્યુનિટી હૉલ, અડાલજ ખાતે યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને નરહરિ અમીન (રાજ્યસભાના સાંસદ તેમજ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન) તેમજ અતિથિ વિશેષ તરીકે જયેશ રાદડિયા (પૂર્વ મંત્રીશ્રી, ધારાસભ્ય, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન, ડિરેકટર ઈફકો) સાબરકાંઠા ડિસ્ટ્રિકટ બેંકના પૂર્વ ચેરમેન સહકાર અગ્રણી મહેશ પટેલ…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી.  સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં.  દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર કાવ્યો રજૂ કર્યા હતાં.  આ કાવ્ય સ્પર્ધામાં ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓએ જીવન વિષયક સંદેશ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ ઉચ્ચારણ, શબ્દોની શુદ્ધતા, કાવ્યા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ  આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નો સોમવારે પ્રારંભ કરાવશે

એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજનમોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય ૧૮ જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારા ના અખૂટ કુદરતી સૌંદર્ય નો નજારો માણવા મળશેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે તા. ૨૯. જુલાઈએ ડાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જશે. ગાંધીનગર મુખ્યમંત્રી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન…

અસલાલીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદનાં સુપ્રસિદ્ધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા (હૃદયનાં રોગો, ડાયાબીટીસ,…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પર્યાવરણ જાગૃતિ હેઠળ સોફ્ટબોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાંપર્યાવરણ બચાવ જાગૃતિ હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં લુપ્ત થતા પ્રાણિઓ, પશુઓ, વનસ્પતી વિષય રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લુપ્ત થઈ રહેલાં પંખીઓ, પ્રાણીઓ, ફૂલો વિશેની માહિતી રજૂ કરી હતી.