ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ ઘરે હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું

આ લડાઈ કોઈ ચૂંટણીની નથી વિચારધારાની છે, એક સત્ય અને ઈમાનદારી વિરૂદ્ધ એક વ્યક્તિના અહંકારની લડાઈ છે ચુરૂ ભાજપ તરફથી 195 બેઠકો પર ઉમેદવારોનું એલાન થઈ ચૂક્યું છે અને ટુંક સમયમાં જ બીજી યાદી જાહેર થવાની તૈયારી છે. પહેલી યાદીમાં જે સાંસદોની ટિકિટ કપાઈ છે તેમાંથી એકે બળવો શરૂ કરી દીધો છે. રાજસ્થાનના ચુરૂથી સાંસદ…

યુનો સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા 15થી વધારીને 25-26 કરવાની ભલામણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે  ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ કાર્યક્રમમાં ભાગ લીધો વોશિંગ્ટન ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જી4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી…

સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ મુર્મુએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા

વડાપ્રધાન મોદીએ આ અંગેની એક્સ પર માહિતી આપતા સુધામૂર્તિને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હી જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપધાન મોદીએ લખ્યું કે,’મને ખુશી છે કે…

શિવયાત્રા વીજ વયરના સંપર્કમાં આવતા 15 બાળકોને વીજ કરંટ લાગ્યો

3ની હાલત ગંભીર, બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો કોટા રાજસ્થાનના કોટામાં આજે મહાશિવરાત્રી નિમિત્તે બાળકોને લઈને શિવયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વીજ વાયર સાથે સંપર્કમાં આવવાથી લગભગ 15 બાળકોને વીજ કરંટ લાગ્યો છે. આ બાળકો દાઝી ગયા છે અને તેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું…

દિલ્હીમાં અપમાનથી ત્રાસી પિતાએ પુત્રની લગ્ન પહેલાં જ હત્યા કરી

પુત્રના ચહેરા અને છાતી પર છરીના 15થી વધારે ઘા મારવામાં આવ્યા અને પુત્ર ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યો હતો નવી દિલ્હી દિલ્હીમાં એક જિમના માલિકની તેના લગ્નના થોડા કલાકો અગાઉ જ હત્યા કરવામાં આવી છે. આઘાતની વાત એ છે કે 29 વર્ષના યુવાનની હત્યા તેના જ પિતાએ કરી છે. ગૌરવ સિંઘલ નામનો યુવાન દિલ્હીમાં ફિટ બોક્સ…

કોટામાં જેઈઈની તૈયારી કરતા બિહારના વિદ્યાર્થીની આત્મહત્યા

વિદ્યાર્થીના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી, વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે કોટા મહાશિવરાત્રિના અવસરે કોટાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં જેઈઈની તૈયારી કરતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે. જોકે ગત વર્ષે 29 બાળકોએ આપઘાત…

આવકથી વધુ સંપત્તીના મામલે પત્નીને આરોપી ન બનાવી શકાય

એક પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં ભૂવનેશ્વર ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય.  જસ્ટિસ સિબો…

મોદીએ મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેકને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર આપ્યા

ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર અને જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેક યુવા હસ્તીઓને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.  પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો. આ…

કેદારનાથ ધામના કપાટ 10 મેએ સવારે સાત વાગે ખુલશે

ઉખીમઠમાં આવેલા પંચ કેદાર શીતકાલીન ગાદી સ્થળ ઓમ્કારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરી બાદ તિથિની જાહેરાત કરવામાં આવી કેદારનાથ આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર કેદારનાથના દ્વારા 10 મેના રોજ ખુલશે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની…

મહાકાલને વરરાજાની જેમ શણગારાયા, કાશી વિશ્વનાથમાં શિવ-ગૌરાનાં લગ્ન

મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં પણ ભોલેનાથની પૂજા કરવામાં આવી નવી દિલ્હી આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી નિમિત્તે દેશભરના તમામ મંદિરોમાં મોડી રાતથી જ ભક્તોની ભીડ જામી છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર હોય કે કાશીનું વિશ્વનાથ મંદિર, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આજે ભગવાન મહાકાલને વરરાજાની જેમ…

જૌનપુરમાં અજાણ્યા શખ્સોએ ભાજપના નેતા પ્રમોદ યાદવની હત્યા કરી

કેસમાં હજુ સુધી કોઈની સામે આરોપો ઘડવામાં આવ્યા નથી, એક્શનમાં આવી છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું લખનઊ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રમોદ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તે ચૂંટણીમાં સપાના…

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે એવો શિંદે જૂથના વિધાનસભ્યનો દાવો

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે અને ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે મુંબઈ લોકસભાની ચૂંટણીની જાહેરાત કયારેય થઈ શકે છે. દરમિયાન ભાજપની પ્રચાર સભાઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યની મુલાકાત લેશે. આ બધા માહોલમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે? તેનું…

ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર ડોલર પડાવવાના કેસમાં ત્રણની ધરપકડ

આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું મુંબઈ હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા…

બીજુ જનતાદળનું 15 વર્ષ બાદ ફરી ભાજપ સાથે જોડાણ

પીએમ મોદીએ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એકબીજાના જાહેરમાં વખાણ કર્યા ત્યારથી ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું હતું ઓડિશા મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળના ઓડિશાના શાસક બીજુ જનતા દળે, એનડીએ છોડ્યાના 15 વર્ષ પછી આગામી લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ માટે બીજેપી સાથે ફરીથી જોડાણ કર્યું છે. બીજેડીએ 11 વર્ષની રાજકીય…

મજનુ કા ટીલા રેફ્યુજી કેમ્પમાં રહેતા 180 પરિવારને જમીન ખાલી કરવા નોટિસ

નાગરિકો અહીંથી શિફ્ટ થઈને શેલ્ટર હોમ, ગીતા કોલોની, રેઈન બસેરા, દ્વારકા અને રેઈન બસેરા દ્વારકા સેક્ટર 1માં રહી શકે છે, જો કે હિન્દુ શરણાર્થીઓએ તેને ફગાવી દીધો નવી દિલ્હી  ત્રાસ અને કનડગતના કારણે પાકિસ્તાનથી આવતા અને મજનુ કા ટીલા રેફયુજી કેમ્પમાં રહેતા 180 પરિવારો પર ‘બુલડોઝર’નો ખતરો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (ડીડીએ) બુધવારે આ પરિવારોને…

પત્ની પાસે ઘરકામની અપેક્ષા પતિની ક્રૂરતા ન કહેવાયઃ કોર્ટ

કોઈ પુરુષને તેની પત્ની તેના પરિવારથી દૂર રહેવા માટે ફરજ પાડે તો તે પતિ સાથે ક્રુરતા થઈ ગણાયઃ કોર્ટનો અભિપ્રાય નવી દિલ્હી પતિ-પત્નીના ઝઘડામાં દિલ્હી હાઈકોર્ટે એક રસપ્રદ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે પત્નીએ ઘરનું કામ કરવું જોઈએ તેવી પતિ અપેક્ષા રાખતો હોય તો તેને ક્રુરતા ન કહેવાય. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે…

બ્લડ પ્રેશર, ડાયાબિટીસની નકલી દવાઓ બજારમાં વેચવાનું કૌભાંડ

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ફેક્ટરી અને વેરહાઉસમાંથી લગભગ 1 કરોડ 10 લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી ગાઝિયાબાદ દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેક્ટરી પર દરોડા દરમિયાન ચોંકાવનારું સત્ય સામે આવ્યું. અહીં એલઈડી બલ્બ બનાવવાના નામે ચાલતા કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વેચતા હોવાનું કૌભાંડ પકડાયું હતું. દિલ્હી પોલીસની ક્રાઈમ…

મધદરિયે ફસાયેલા 21 લોકોને ભારતીય નૌકાદળે બચાવ્યા

બાર્બાડોઝના ધ્વજ હેઠળ પ્રવાસ કરી રહેલા અને લાઈબેરિયાની કંપનીની માલિકીના જહાજ પર હુમલો નવી દિલ્હી છેલ્લા ઘણા સમયથી રાતા સાગરમાં હુથીઓ દ્વારા માલવાહક જહાજો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે જેના કારણે શિપિગ કંપનીઓના જહાજને રૂટ બદલવો પડ્યો છે અને લાંબા રૂટની મુસાફરી કરવી પડી રહી છે ત્યારે એડનની ખાડીમાં ફરી એકવાર ઈરાન સમર્થિત હુથી…

દેશમાં કોંગ્રેસની સરકાર બને તો 30 લાખ જગ્યા પર ભરતી કરાશેઃ રાહુલ

રાહુલના યુવા ન્યાયની જાહેરાત સાથે પાંચ વચનો, કોલેજ પૂર્ણ કર્યા બાદ 1 લાખ રૂપિયાવાળી એપ્રેન્ટિસશિપ અપાશે બાંસવાડા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલા એક મોટું પગલું ભર્યું છે. યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાઓ માટે મોટા વાયદા કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે…

ઊનાળા પહેલાં જ બેંગલુરૂમાં પાણીનું સંકટ, લોકો ટેન્કરના ભરોસે

શાળા-કોચિંગ સેન્ટર્સની ઓનલાઈન શિક્ષણની જાહેરાત, રાજ્યના 136 તાલુકામાંથી 123 તાલુકાઓને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરાયા બેંગલુરૂ ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુ શહેરમાં પાણીની કટોકટી વધુ ગંભીર બની છે. દેશમાં હજુ તો ઉનાળાની મોસમ શરૂ નથી થઈ તે પહેલાં જ કર્ણાટકના હાઈટેક સિટી બેંગ્લુરુમા લોકો ટીપે-ટીપા પાણી માટે ટળવળી રહ્યા છે. શહેરમાં અત્યારથી જ જે પરિસ્થિતિ સર્જાઈ…