આઈઆઈટી મુંબઈને 160 કરોડ રૂપિયાનું ગુપ્ત દાન મળ્યું

આવું પ્રથમ વખત બન્યું છે કે આઈઆઈટીને બેનામી દાન મળ્યું છે મુંબઈઆઇઆઇટી બોમ્બેને 160 કરોડ રૂપિયાનું બેનામી દાન મળ્યું છે. આ ચેક એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી આવ્યો છે જે પોતાના વિશે સંપૂર્ણ ગુપ્તતા જાળવવા ઈચ્છે છે. પહેલીવાર કોઈએ આટલી મોટી રકમ ગોપનીય રીતે દાન કરી છે. આઈઆઈટીબીના ડાયરેક્ટર સુભાષીષ ચૌધરીએ તેની સરખામણી મંદિરો સાથે કરી…

મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે

મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા નવી દિલ્હીમણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે.સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 મામલાઓનો સામનો કરવા માટે ગુવાહાટીમાં એક અથવા…

ઈન્ડિયાના લોગોમાં તિરંગાના ત્રણ રંગ ઉપરાંત વાદળી રંગ જોવા મળશે

આ લોગો ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે નવી દિલ્હીવિપક્ષી ગઠબંધન આઈએનડીઆઈએની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક પહેલા ગઠબંધનઆઈએનડીઆઈએએ તેનો લોગો તૈયાર કર્યો છે. આ લોગોમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો ઉપરાંત વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવશે.આ લોગો ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ રિલીઝ…

ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો મોકલી

ઈસરોએ માહિતી આપી કે ચંદ્રયાન-3 પર ચંદ્રયાન-2ની નજર છે, તે તેની જાસૂસી કરી રહ્યો હોય તેમ ટ્વિટમાં જણાવાયું હતું કે મારી નજર તમારા પર છે નવી દિલ્હીચંદ્રયાન-3ની સફળતાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આનંદિત છે. ભારતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી દુનિયામાં કોઈ બીજો દેશ કરી શક્યો નથી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ…

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શાળાઓમાં એસેમ્બલીને મીનિંગફુલ બનાવાશે

આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ 36 વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બે દિવસ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઈપી)ની અનુરૂપ શાળા શિક્ષણ માટે એક નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (એનસીએફ-2023) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્કની અસર માત્ર બોર્ડની પરીક્ષાઓ પર જ નહીં પરંતુ સમગ્ર શાળાના શિક્ષણ પર પડશે.કેન્દ્રીય…

વાયુસેના 100 નવા એલસીએ તેજસ, એમએઆરકે-1એ જેટ એરક્રાફ્ટ ખરીદશે

આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ ચૂક્યો છે નવી દિલ્હીભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત 100 વધુ એલસીએ તેજસ એમએઆરકે-1એ જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ…

એનસીપીમાં મતભેદ નથી, અજિત અમારા નેતાઃ શરદ પવાર

શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંઝવણમાં મૂકાઈ શકે છે નવી દિલ્હીરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થયાની વાતને નકારી કાઢી છે. જોકે હવે શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ…

કુલ્લુમાં થોડી વારમાં જ ત્રણ ઈમારત ધરાશાયી થઈ ગઈ

બે ઈમારતોમાં તો એસબીઆઈ અને કાંગડા સેન્ટ્રલ ગવર્નમેન્ટ બેંકની શાખાઓ પણ ચાલતી હતી, જાનહાની ટળી શિમલા હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ જાનમાલના નુકસાનનું મુખ્ય કારણ બની ગયું છે. લગભગ ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આ…

વિક્રમની તસવીરોમાં લેન્ડિંગ સ્થળનો એક ભાગ અને લેન્ડરનો મેટલ લેગ જોવા મળ્યો

રોવર પ્રજ્ઞાન સફળ લેન્ડિંગના થોડા કલાકો બાદ લેન્ડરમાંથી બહાર નીકળી ગયું, જે આગામી 14 દિવસ સુધી ચંદ્ર પર ચાલશે નવી દિલ્હી ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે ચંદ્રયાન 3 મિશન હેઠળ મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડિંગ બાદ ઈસરોએ…

રાજસ્થાનનો એનઆરઆઈ ઈસરોના વૈજ્ઞાનિકોને 1 કરોડ આપશે

હજુ એ સ્પષ્ટ નથી થયું કે એનઆરઆઈ મિશન મૂન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને એક કરોડનું ઈનામ આપશે નવી દિલ્હી રાજસ્થાનના બાડમેરના એક એનઆરઆઈ, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ…

ઈસરોની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ યુટ્યૂબ પર ઇતિહાસ રચ્યો

ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા નવી દિલ્હી ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતના ચંદ્રયાન-3એ ગઈકાલે સાંજે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ ઉપરાંત ઈસરોની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ…

ચંદ્રયાન-3ની સફળતામાં નાના શહેરમાંથી આવેલા વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન

કોઈએ સાધનસામગ્રીની રચના કરી તો કોઈ ચંદ્રયાન પર દરેક ક્ષણે નજર રાખી નવી દિલ્હી ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ઈસરોની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમાં યુપીના ઘણા વૈજ્ઞાનિકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈએ સાધનસામગ્રીની રચના કરી…

ચંદ્રયાન-4 માટે ઈસરોને પરવાનગી મળવાની શક્યતા

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરને પાછું ધરતી પર લાવવાના પ્રયાસો રહેશે, એટલે કે રોવર નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે નવી દિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંના નમૂના…

હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ

આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું ગોવા દેશમાં જ નિર્મિત હળવા લડાકૂ વિમાન (એલસીએ)એલએસપી-7 તેજસે બુધવારે ગોવાના કિનારેથી હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. અધિકારીઓએ કહ્યું કે આશરે 20,000 ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. ગોવાના દરિયા કિનારે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ(બીવીઆર), હવામાંથી હવામાં જ…

મહારાષ્ટ્રના યવતમાલમાં 82 દિવસમાં 82 ખેડૂતોની આત્મહત્યા

કૃષિ સંકટથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત યવતમાલમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 82 ખેડૂતોએ નિરાશ થઈને આ પગલું ભર્યાનો દાવો યવતમાલ આખો દેશ ચંદ્રયાન-3ની સફળતાને ઉમળકાભેર આવકારી રહ્યો છે. ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધા છે. ભારતની આ મોટી સિદ્ધિ વચ્ચે પૂર્વી મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. યવતમાલ જિલ્લામાં 1 જૂનથી…

વધુ ચાલવું ન પડે એ માટે પ્રધાને ગાડી એસ્કેલેટર પર ચઢાવી દીધી

નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ પર થઈને એક્સેલેટર પર જવાનું હોય છે લખનઉ આજે લખનઉના એક મંત્રીની દબંગગીરીનો મામલો લખનઉના ચારબાગ સ્ટેશન પર સામે આવ્યો છે. અહી ચાલતા જવાથી બચવા માટે મંત્રીએ પોતાની કાર સીધી એક્સીલેટર પર પહોચાડી દીધી હતી. જેથી ત્યાં ઉભેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ…

દેવું ચુકવવા પિતાએ સગીર પુત્રીનાં આધેડ સાથે લગ્ન કરાવ્યા

15 વર્ષની આ છોકરીએ કહ્યું કે હું ભણવા ઈચ્છુ છું, મને ન્યાય અપાવો નહીતો હું મરી જઈશ ભાગલપુર બિહારના ભાગલપુરમાં એક પિતાએ પોતાની નાબાલિક દિકરીના લગ્ન આધેડ ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યા છે. છોકરી આ લગ્ન કરવા નહોતી ઈચ્છતી. પરંતુ તેના પિતાએ તેની એક પણ વાત ન સાંભળીને આ વ્યક્તિ સાથે કરાવ્યા હતા. જે પછી આ…

પીવી નરસિંમ્હા રાવ ભાજપના પ્રથમ વડાપ્રધાન હતાઃ ઐયર

ઐયરે રાજીવ ગાંધીના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ માટેના આધારસ્તંભ તરીકે સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી નવી દિલ્હી કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે. મણિશંકર…

મૂન મિશનમાં યુએસ 14, રશિયા-ચીનને 7-7 વખત સફળતા

ઈસરો દ્વારા 2008માં ભારત માટે પહેલી વખત અને 2019માં બીજી વખત મૂન મિશન ચંદ્રયાન હાથ ધર્યું હતું જેમાં તેને નિષ્ફળતા મળી હતી નવી દિલ્હીભારત આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. બાહુબલી રોકેટ એલવીએમ-3 આજે ચંદ્રયાન-3ને લઈને રવાના થયુ. તે પોતાની સાથે 140 કરોડ ભારતીયોની આશા પણ લઈ જશે. ચંદ્રને સ્પર્શવાની આ આશા દરેક ભારતીયોના દિલમાં…

ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઊતરાણ સાથે ભારતે ઈતિહાસ રચ્યો

ચંદ્ર પર બુધવારે સાંજે 6.04 વાગ્યે લેન્ડર વિક્રમે દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો, તે અહીં સુધી પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો નવી દિલ્હીચંદ્રયાન-3: ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યું છે. ઈસરો દ્વારા ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ…