હોસ્પિટલમાં દર્દીને આઈસીયુમાં દાખલ કરવા માટે પરિવારજનોની મંજૂરી જરૂરી

24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી નવી દિલ્હી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઈસીયુમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અથવા તેમના પરિવારજનોના ઈનકાર કરવા પર આઈસીયુમાં દાખલ ન કરી શકે. 24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી છે.  તેમાં…

સમગ્ર ઇકોસિસ્ટમ સેક્સ અપરાધીઓને પ્રોત્સાહન આપતી હોવાનો ચિન્મયીનો આક્ષેપ

39 વર્ષીય ચિન્માઈ શ્રીપદા મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મો માટે ગાય છે, 2018માં તેણે 70 વર્ષીય વરાઈમુથુ પર 2005માં સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાતમાં રૂમમાં બોલાવવાનો આરોપ મૂક્યો હતો ચેન્નાઈતમિલ ગાયિકા ચિન્મયી શ્રીપદાએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને પી ચિદમ્બરમ પર આકરા પ્રહારો કર્યા છે. બંને ગીતકાર વરાઈમુથુ સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા. ચિન્મયીએ 2018માં મિટૂ અભિયાન દરમિયાન…

અરવિંદ કેજરીવાલે ઈડીના સમન્સ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું

દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે, આપના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું, દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છુઃ કેજરીવાલ નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે ત્રીજી વખત ઈડી સમક્ષ હાજર નથા થયા. આ સાથે જ કેજરીવાલે ઈડીના સમન્સનો જવાબ આપતા કહ્યું…

ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા-રાજસ્થાનમાં 31 સ્થળે એનઆઈએના દરોડા

હત્યાકાંડમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરનો હાથ હોવાની આશંકાના પગલે એનઆઈએને જવાબદારી સોંપાઈ છે નવી દિલ્હીકરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં એનઆઈએએ હરિયાણા અને રાજસ્થાનમાં 31 ઠેકાણે પર દરોડા પાડ્યા છે. ગૃહમંત્રાલય તાજેતરમાં જ એનઆઈએને હત્યાકાંડની તપાસ સોંપી હતી. વાસ્તવમાં હત્યાકાંડમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરનો હાથ હોવાની આશંકાના પગલે એનઆઈએને જવાબદારી સોંપી છે. હાલ એનઆઈએ શંકાસ્પદ લોકોની પૂછપરછ…

24 ડિસેમ્બર-23એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસમાં વિક્રમી 80 હજાર લોકોએ મુલાકાત લીધી

છેલ્લા પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 1.75 કરોડથી વધુ ફૂટફોલની નોંધણી કરી છે, 182-મીટર-ઉંચી પ્રતિમાની ટિકિટના વેચાણથી ઓક્ટોબર 2023 સુધીમાં રૂ. 400 કરોડથી વધુની આવક થઈ નવી દિલ્હીએક નોંધપાત્ર સિદ્ધિમાં, 2023 એ સરદાર વલ્લભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સૌથી વ્યસ્ત વર્ષ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું, જે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર આવ્યું છે. મુખ્ય…

કોંગ્રેસ-ડાબેરીની સરકારોએ મહિલાઓને યોગ્ય સન્માન નથી આપ્યુઃ મોદી

આજકાલ દેશમાં મોદીની ગેરેન્ટીની વાતો થાય છે, પરંતુ હું માનું છું કે દેશની મહિલા શક્તિ જ વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવાની સૌથી મોટી ગેરંટીઃ વડાપ્રધાન થ્રિસુરવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ અને ડાબેરીઓ પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકારોએ મહિલાઓને યોગ્ય સન્માન આપ્યું નથી. કેરળના થ્રિસુરમાં એક મહિલા સંમેલનના વિશાળ સભાને સંબોધતા તેમણે કહ્યું કે,…

મિશન અમે ભારતના બ્રાહ્મણના પદાધિકારીઓ રાજસ્થાનના મુખ્યપ્રધાનને મળ્યા

મિશન અમે ભારતના બ્રાહ્મણ સંયોજક યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, કર્નલ આર.એસ. રાજપુરોહિત, મહેશ શર્મા અને ગિરધારી શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માને મળ્યા અને તેમને મુખ્યમંત્રી તરીકે શુભેચ્છા પાઠવી.

એનઆઈએએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને 43 શકમંદોની ઓળખ કરી

એનઆઈએએ 2023માં આતંકવાદી નેટવર્ક સામે કાર્યવાહી કરતી વખતે દેશભરમાં 68 કેસ નોંધ્યા હતા નવી દિલ્હીનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ ગત વર્ષે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સામેલ 43 શકમંદોની ઓળખ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ક્રાઉડસોર્સિંગનો ઉપયોગ કરીને તમામ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ મામલે એનઆઈએએ ગૃહ મંત્રાલયના…

..આપણે જેલમાં જવા તૈયાર રહેવું પડશેઃ કેજરીવાલ

આમ આદમી પાર્ટીઓ માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી એન્ટ્રી કરી હોવાનો દાવો નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બંને બેઠકોમાં દેશભરના પાર્ટીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જ્યારે પંજાબના સીએમ ભગવંત માન…

ઝારખંડમાં કાર ડિવાઈડર સાથે ટકરાતાં છ મિત્રોનાં મોત

આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી રાંચીઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા જ દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 મિત્રોના એક સાથે મોત થયા છે. આ ઘટના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં આવેલા ગોલ ચક્કર પાસે બની હતી.મળેલા અહેવાલો મુજબ…

નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દેશમાં અનેક સ્થળે ચક્કાજામ

ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ નવી દિલ્હીકેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ…

રામમંદિર સમારોહ માટે રામભક્તોને જ આમંત્રણ અપાયાઃ આચાર્ય

એ કહેવુ સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે નવી દિલ્હીઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે. આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યુ છે અને રામ…

છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં કોરોનાના 636 કેસ

સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા, છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે.ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં…

શ્રીનગરના લાલચોકમાં નવા વર્ષને આવકારવા લોકો ઉમટી પડ્યા

શ્રીનગરના ક્લોક ટાવર ક્ષેત્રમાં આ ખાસ અવસર પર એક મ્યૂઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું જમ્મુસમગ્ર વિશ્વએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ભારતના દરેક રાજ્યોમાં લોકોએ ઠેક-ઠકાણે આ ખાસ દિવસની ઉજવણી કરી. પરંતુ સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરની થઈ રહી છે. પહેલી વખત શ્રીનગરના લાલ ચોક પર નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો રવિવારે મોડી રાતે…

ઈંદિરા ગાંધીએ મારી આંખનું ઓપરેશન કરાવવા ઓફર કરી હતીઃ રામભદ્રાચાર્ય

સંસાર હવે જોવા લાયક નથી રહ્યો જો કઈ જોવા લાયક છે તો તે નીલ-કમળ-શ્યામ-ભગવાન રામ જ છે, એમ કહીનેઓફર ફગાવી હતી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે 1974માં કેવી રીતે ઈન્દિરા ગાંધીએ તેમને તેમની આંખોના ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો,…

પ્રિયંકા ગાંધીએ નવા વર્ષની શુભકામના સાથે ગાઝામાં માર્યા ગયેલાઓનો ઉલ્લેખ કર્યો

આપણા બાળકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાઝામાં  બાળકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી રહી છેઃ પ્રિયંકા નવી દિલ્હી 2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જશ્ન મનાવીને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું. આ અવસર પર એક બીજાને શુભકામના મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને…

ઉત્તરાખંડમાં બહારના લોકો હવે જમીન નહીં ખરીદી શકે

બહારના લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી મળતી કૃષિ અને બાગાયતની જમીન ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ પર રોક લગાવાઈ દેહરાદૂન ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકશે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી ઘટનાઓ પર રોક લગાવવા માટે ધામી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેન્ડ લો ડ્રાફ્ટિંગ કમિટીના…

દેશમાં સૌથી વધુ ઘૂળિયા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

સંશોધકોએ માહિતી એકત્ર કરવા માટે દેશભરના 1,352 આરટીઓથી વાહન રજિસ્ટ્રેશન ડેટાનું એનાલિસિસ કર્યું નવી દિલ્હીદિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ કોઈનાથી છુપાયેલું નથી રહ્યું. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં સૌથી વધુ ધૂળ છે જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? આ શહેર દિલ્હી નહીં પણ ગુજરાતનું અમદાવાદ શહેર છે. આઈઆઈટી દિલ્હી અને…

મુસાફરોની સુરક્ષા માટે રેલવે સ્ટેશનો પર પેનિક બટન લગાવાશે

પેનિક સ્વિચ બટન લગાવવા માટે હાલમાં કુલ 117 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે નવી દિલ્હીભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આજના સમયે ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. યાત્રાળુઓને મુસાફરીમાં કોઈ અસુવિધા ન પડે તે માટે કેટલાક નિયમો અને કાયદાઓ બનાવવામાં…

રામ માત્ર હિંદુઓના નહીં, સમગ્ર વિશ્વના છેઃ ફારૂક અબ્દુલ્લાહ

ભગવાન રામે ભાઈચારાનો સંદેશ આપતા તેમણે એકબીજાને પ્રેમ અને મદદ કરવાની વાત કરી, તેમમે ક્યારેય કોઈને પછાડવાની વાત નથી કરી નવી દિલ્હીઅયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં રાજકીય ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે. આ દરમિયાન, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ મંદિરના ઉદ્ઘાટન બદલ અભિનંદન પાઠવ્યા છે.એક ઇન્ટવ્યુહમાં…