2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 65.2 લાખ મત નોટામાં પડ્યા

2014ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 59,97,054 મતદારોએ નોટોનો વિકલ્પ પસંદ કર્યો હતો નવી દિલ્હી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત ન આપવા માટે ઈવીએમમાં નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, ત્યારથી દેશભરમાં મતદારોના એક અલગ-અલગ વલણો જોવા મળી રહ્યા છે. જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નોટામાં 1.06 ટકા મત પડ્યા હતા. તો વર્ષ 2014માં 1.08 ટકા મત પડ્યા હતાં….

કર્ણાટકમાં ભાજપને 10-12 બેઠકો મળવાનું અનુમાન

કોંગ્રેસને 12-14 અને જેડીએસને એક કે બે બેઠકો મળી શકે નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ જીતની હેટ્રિક લગાવવા પૂરજોશમાં તૈયારી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે સખત પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો…

મતદારોના ઓળખના પુરાવામાં ભૂલોને નજરઅંદાજ કરવા સુચના

ફોટા સાથે મેળ ન ખાય તો મતદારે પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી પસંદ કરવાનો રહેશે નવી દિલ્હી કોઈપણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને સૂચનાઓ આપી છે. કમિશને કહ્યું છે કે કારકુની અથવા જોડણી સંદર્ભે કોઈ ભૂલો હોય તો નજર અંદાજ કરવી જોઈએ, મતદારની ઓળખ મતદાર ઓળખ…

હું જેલની બહાર જલદી મળીશઃ મનીષ સિસોદિયાનો ભાવુક પત્ર

અંગ્રેજોને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું, તેઓ પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલતા હતાઃ સિસોદિયા નવી દિલ્હી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ છે. તેમણે જેલમાંથી પોતાના મતવિસ્તાર પટપડગંજના લોકોને ભાવુક પત્ર લખીને કહ્યું કે, ‘હું જેલની બહાર જલ્દી જ મળીશ.’ મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું કે,…

ભારતમાં સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી અંગે સલાહની જરૂર નથીઃ જયશંકર

ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી સ્વતંત્ર-નિષ્પક્ષ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના વરિષ્ઠ અધિકારીએ ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘વિશ્વભરના કોઈપણ સંગઠનોએ અમને કહેવાની જરૂર નથી કે, ભારતમાં ચૂંટણી કેવી રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ થવી જોઈએ.’…

યુપી મદરેસા બોર્ડ પર હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ દ્વારા રોક

કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપ્યો નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી. કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપી દીધો છે. મદરેસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતાં…

વૈભવની જીત માટે ઈમોશનલ કાર્ડ રમતા અશોક ગેહલોત

અશોક ગહેલોત પુત્રના પ્રચાર માટે પ્રથમ વખત પત્નીને સાથે લઈ ગયા, જીત સુનિશ્ચિત કરવા ખાસ પ્લાન બનાવ્યો જાલોર/જયપુર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનની જાલોર સિરોહી લોકસભા સીટ પરથી તેમના પુત્ર વૈભવને જીતાડવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ વૈભવને જાલોર સિરોહી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીં, ગેહલોત…

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જુઠ્ઠાણાનું પોટલું છેઃ સુધાંશુ ત્રિવેદી

દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ આજે ન્યાયની વાત કરે છે પરંતુ તેમની સરકારે ન્યાય કર્યો નથી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપે કોંગ્રેસના આ ઢંઢેરાને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો જુઠ્ઠાણાનો પોટલો છે. મતદારોમાં મૂંઝવણ ઉભી…

જ્યોતિરાદિત્ય સામે કોંગ્રેસે યાદવેન્દ્ર યાદવ મેદાનમાં ઊતાર્યા

ગુના સીટ સિંધિયા પરિવારનો ગઢ મનાય છે પરંતુ આ પરિવારનો જાદુ ગત ચૂંટણીમાં ઓસરી ગયો હતો નવી દિલ્હી આ વખતે લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. તેનું એક કારણ એ પણ છે કે ઘણાં એવા પક્ષપલટુ નેતાઓ છે જેઓ આમ-તેમ થયા છે. જેના લીધે રાજકીય પક્ષોએ તેનો લાભ લઇને એકબીજા સામે આવા જ ઉમેદવારોને…

બિહારના પૂર્વ ડે. સીએમ સુશીલ કુમાર મોદીને છ માસથી કેન્સર

લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કંઇ કરી નહીં શકે નવી દિલ્હી ભાજપના નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ આપી હતી. તેમણે કહ્યું કે હું છેલ્લાં 6 મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છું. હવે લાગ્યું કે લોકોને બતાવવાનો સમય આવી ગયો છે.  https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1775401127351304541&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%23%2Fadmin%2Farticle%2Fadd&sessionId=fec94fbdca1bae7856ee6a1df5d618435b4cee4d&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px લોકસભા ચૂંટણીમાં…

વધુ બે રાજકીય પક્ષો આઈટીની રડાર પર, નોટિસની તૈયારી

તમિલનાડુ- આંધ્રના બે પ્રાદેશિક પક્ષોને લગતો મામલો છે, સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો આરોપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા વિભાગે તેના તમામ બેંક ખાતા સીઝ કરી દીધા છે અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે તે હવે ચૂંટણી પ્રચાર માટે પૈસાની ગંભીર અછતનો સામનો કરી…

કેજરીવાલ લીકર પોલીસીકાંડના કિંગપિન-મુખ્ય સૂત્રધારઃ ઈડી

કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા નવી દિલ્હી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઈડીએ પોતાનો જવાબ દાખલ કરતા કેજરીવાલની મુક્તિનો વિરોધ કર્યો છે. કેજરીવાલે આ કેસમાં ધરપકડને પડકારવાની સાથે-સાથે વચગાળાની રાહત તરીકે મુક્ત કરવાની પણ માગ કરી હતી. છેલ્લી સુનાવણીમાં…

મનમોહનસિંહ એક વખત ચૂંટણી લડીને હાર્યા, વડાપ્રધાન બન્યા

મનમોહનસિંહ 1999ની લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે તેમને ભાજપના વિજય મલ્હોત્રાએ 30 હજાર મતોથી હરાવ્યા હતા નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. દેશભરમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈને અનેક કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે…

ભારતના 60 કામદારોની બેચ ઈઝરાયેલ માટે રવાના થઈ

આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ રવાના થશે, લાખ ભારતીયોને નોકરીની આશા નવી દિલ્હી ઈઝરાયલ અને ગાઝા યુધ્ધ વચ્ચે 60 જેટલા ભારતીય કામદારોની એક બેચ ઈઝરાયલ માટે રવાના થઈ ગઈ છે. ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આ બાબતની જાણકારી આપી છે. દૂતાવાસે પહેલા જથ્થાને વિદાય આપી હતી.આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ માટે રવાના…

અરવિંદ કેજરીવાલે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી

ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ ધરપકડ કરી લેવામાં આવી હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત…

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીનું નામ ઈડીના વકીલોની યાદીમાં

ભાજપ અને ઈડી સાથે મળીને કામ કરી રહ્યા હોવાનો આપના નેતા સૌરભ ભારદ્વાજનો આક્ષેપ નવી દિલ્હી ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક પરથી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. બાંસુરી પાર્ટીના પ્રવક્તા છે અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી પણ છે. જે વ્યવસાયે વકીલ છે. હાલમાં તેમનું નામ ઈડીના વકીલોની યાદીમાં આવી ગયું…

સત્તા પર આવીશું તો ભ્રષ્ટાચાર સામે ઈમાનદારીથી લડીશુઃ રમેશ

સત્તા આવીશું ત્યારે લોકશાહી રીતે અને સંસદીય સમિતિને સામેલ કરી તમામ બાબતોની સમીક્ષા કરીશું નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ વિપક્ષો સતત સત્તાધારી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કરતી રહે છે. અગાઉ પણ ઈડીએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત ઘણા…

અનમોલે એનડીએ અને એનએ 2 પરીક્ષા 2023માં ટોપ કર્યું

699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને એનડીએના 152મા કોર્સ અને આઈએનએના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું નવી દિલ્હી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા, 2023નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકાય છે. યુપીએસસી દ્વારા શેર કરવામાં આવેલી યાદી…

બોક્સર વિજેન્દ્ર કુમાર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયો

 વિજેન્દ્ર સિંહ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરવા માટે ભાજપમાં જોડાયો હોવાનો ભાજપના નેતાનો દાવો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે આજે કોંગ્રેસને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ પહેરાવાયો છે. કોંગ્રેસે ત્રીજી માર્ચે મથુરા બેઠક પરથી વિજેન્દ્રને ટિકિટ આપી હતી. જોકે હવે તે…

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ-ટેકઓફ કરશે

2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ, 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું લખનઉ ભારતીય વાયુસેના (આઈએએફ) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ‘ગગન શક્તિ-2024′  સૈન્ય કવાયત શરૂ કરી છે. આ ડ્રિલ હેઠળ દેશના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોજવામાં આવશે, આ વાયુ સેનાની સૌથી મોટી ડ્રિલ છે. એવામાં આજથી…