આરજેડી 26, કોંગ્રેસ 9, ડાબેરી 5 બેઠકો પર ચૂંટણી લડશે

ડાબેરી પક્ષોમાં બેગુસરાયની એક બેઠક સીપીઆઈને અને ખગરીયાની એક બેઠક સીપીઆઈ(એમ)ને આપવા પર સહમતિ બની પટના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિહારમાં મહાગઠબંધન હેઠળ બેઠકોની વહેંચણી કરવામાં આવી છે.  આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી સહિત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બેઠકોની સમજૂતી થઈ ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીના…

રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીને આજીવન કેદ

આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ પ્રયાગરાજ બસપા એમએલએ રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીઓને સીબીઆઈ લખનઉ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ છે. આ ઉપરાંત જાવેદ, ઈસરાર, રંજીત પાલ અને ગુલ હસનને…

લાલુ યાદવે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સાથે ખેલ કરી નાખ્યો

કન્હૈયા કુમાર-પપ્પુ યાદવની પત્નીને ટિકિટનો વિવાદ પટના લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટ શેરિંગ પર સહમતિ બની છે. સૌથી વધુ બેઠકો પર લાલુ યાદવની પાર્ટી આરજેડી ચૂંટણી લડશે. જોકે, પપ્પુ યાદવનો મોટો ઝટકો લાગ્યો છે. આરજેડીના ભાગમાં પૂર્ણિયા બેઠક આવી છે. આરજેડીએ પહેલા જ બીમા…

ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા દબાણની નીતિ અપનાવાય છેઃ વકીલો

આ બાબત રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહી હોઈ આ કાર્યવાહીઓ ન્યાયિક પ્રક્રિયા પરના ભરોસા માટે ખતરો ઊભો કરે છે નવી દિલ્હી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ…

કોંગ્રેસની આઠમી યાદીમાં ચાર રાજ્યોના 14 ઉમેદવાર જાહેર

ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ અપાઈ અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં આવી છે અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં સૌથી ખાસ નામ યાદવેન્દ્ર સિંહનું છે, જેમને મધ્યપ્રદેશના ગુનાથી ટિકિટ આપવામાં આવી…

MDMKના નેતા એ.ગણેશમૂર્તિએ ટિકિટ ન મળતાં આત્મહત્યા કરી

થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવતા તેમની હાલત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઈરોડ તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધોં હતોં. થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી…

નાટોના બોમ્બમારાથી સર્બિયામાં હજુ તોળાતો કેન્સરનો ખતરો

અહીંના લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનતા હોઈ મૃત્યુદર વધી રહ્યાનો સર્બિયાના સ્વાસ્થ્યમંત્રીનો દાવો બેલગ્રેડ માનવજાતે યુધ્ધ લડવા માટે એટલા ખતરનાક હથિયારો બનાવ્યા છે કે, જંગ ખતમ થઈ ગયા પછી પણ દાયકાઓ સુધી તેની અસર વરતાતી હોય છે.  યુરોપના ટચૂકડા દેશ સર્બિયાની જ વાત કરીએ તો 1999માં નાટો દેશોએ અહીંયા બોમ્બમારો કર્યો હતો. સર્બિયાની સરકારનુ…

અરૂણાચલમાં સીએમ સહિત 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે

આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભું જ નથી, કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી ઇટાનગર અરુણાચલ પ્રદેશમાં વોટિંગ પહેલા જ સીએમ પેમા ખાંડૂ સહિત ભાજપના 5 ઉમેદવારોની જીત લગભગ નક્કી થઈ ગઈ છે. જોકે, આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભુ જ નથી. કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી. અરુણાચલ પ્રદેશમાં 19…

દેશનાં સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડ્યું

ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ- હરિયાણાના પૂર્વ મંત્રીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને પક્ષને રામ-રામ કર્યા છે ત્યારે હવે દેશની સૌથી અમીર મહિલા…

મોદીની સુરક્ષામાં તૈનાત 3 ગાડીનાં રજિસ્ટ્રેશન નહીં વધે

એનજીટીએ વડાપ્રધાનની સુરક્ષાની 3 ગાડીઓ જરૂરી હોઈ તેનાં રજિસ્ટ્રેશન આગળ વધારવાની અરજી ફગાવી દીધી નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વપરાતી 3 ડીઝલ ગાડીઓનું રજિસ્ટ્રેશન આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે. વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી) એ એનજીટીની પાસે અરજી કરી હતી કે વડાપ્રધાનની સુરક્ષાના ખાસ હેતુથી આ 3 ગાડીઓ જરૂરી…

ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ અનેક પક્ષના સમીકરણ ખોરવ્યા

દેશમાં પ્રથમ લોકસભાની 1951-52ની ચૂંટણીમાં કુલ 37 અપક્ષ સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા હતા નવી દિલ્હી દેશમાં એવા પણ ઉમેદવારો છે જે કોઈ પક્ષના મોહતાજ નથી. તેમની લોકપ્રિયતાને આધારે જ અપક્ષ ચૂંટણી લડીને જીતી જતા હોય છે. આ અપક્ષો કેટલાય રાજકીય પક્ષોના ચૂંટણી જીતીને સત્તા મેળવવાના મનસુબા પર પાણી ફેરવી દેતા હોય છે. આવો જાણીએ અપક્ષ…

શિવસેનાના સ્ટાર પ્રચારકોમાં મોદી અને અમિત શાહ સામેલ

મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી પાંચ તબક્કામાં ચૂંટણી મુંબઈ લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની કામગીરી સાથે સ્ટાર પ્રચારકની પણ યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે શિવસેનાએ પણ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. શિવસેનાની યાદીમાં કેટલાક એવા નામો છે, જેમણે આજ સુધી શિવસેના માટે…

સિતારમણની અઢી કરોડની સંપત્તી છતાં ચૂંટણી ફંડ નથી

ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું અંગત ફંડ નથી, મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છેઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી…

શહેરોમાં મજબૂત હોઈ વિપક્ષના નેતાઓ ભાજપ તરફ વળ્યા

કોંગ્રેસે જે રીતે આપ સાથે ઈન્ડિયા ગઠબંધનમાં રહેવાનો નિર્ણય કર્યો છે તેના કારણે તેની શક્યતાઓ નબળી પડી છે નવી દિલ્હી પંજાબમાં ભાજપને અત્યાર સુધી સત્તાની રેસમાંથી બહાર જ જોવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં પણ તે ક્યારેય ચોંકાવનારી સફળતા પ્રાપ્ત નથી કરી શકી. તો પછી છેલ્લા બે દિવસોમાં જ્યારે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂથી લઈને…

મનરેગા શ્રમિકોના વેતન દરમાં 3 થી 10% સુધીનો વધારો

નોટિફિકેશન દ્વારા જાણકારી અપાઈ, 2023-25 ​​માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024થી લાગુ કરાશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ (મનરેગા) હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા…

કેજરીવાલને મુખ્યપ્રધાનપદેથી હટાવવાની અરજી ફગાવાઈ

અગાઉ કેજરીવાલે જેલમાંથી બે મહત્વના હુકમો જાહેર કરી કર્યા પરંતુ લેફટેનન્ટ ગવર્નરે તેનો અમલ અટકાવી દીધો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે….

કંગના સામે ટિપ્પણથી સુપ્રીયા શ્રીનેતની ટિકિટ કપાઈ ગઈ

કોંગ્રેસે સુપ્રીયા શ્રીનેતના સ્થાને લોકસભાની મહારાજગંજ બેઠક પરથી વીરેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદાવારોની યાદી બહાર પાડી રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની આઠમાં યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. કોંગ્રેસની આઠમી યાદીમાં સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કપાઈ છે. …

કેજરીવાલના રિમાન્ડ વધતાં પહેલી એપ્રિલ સુધી કસ્ટડીમાં

રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવા પહોંચેલા કેજરીવાલે આ સમગ્ર મામલાને એક રાજકીય કાવતરું ગણાવ્યું નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અહીં ઈડીએ તેમની કસ્ટડી વધારવાની માગ કરી હતી. ઇડીએ ફરી એકવાર 7 દિવસ માટે રિમાન્ડની માગ કરી હતી. ઈડીએ દાવો કર્યો…

ગાંધી પરિવાર આ વખતે કોંગ્રેસને મત નહીં આપી શકે

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા આ વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપે. આ તમામ નેતાઓ નવી દિલ્હી લોકસભા મતવિસ્તારના મતદારો છે નવી દિલ્હી 25 મેના રોજ દિલ્હીની તમામ 7 લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. જેનું પરિણામ 4 જૂને આવશે. દિલ્હીમાં સતત 10 વર્ષથી ઝીરો પર…

હુ-મારા બાળકો મોઢું ખોલીશું તો અનેકનાં સત્તાનાં સપનાં ચૂર-ચૂર થઈ જશેઃ સીતા સોરેન

જામા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીતા સોરેને નામ લીધા વિના હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પર જોરદાર નિશાન સાધ્યુ રાંચી ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચાના પ્રમુખ શિબૂ સોરેનના મોટા પુત્રવધૂ અને જામા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીતા સોરેને ભાજપમાં સામેલ થયા બાદ નામ લીધા વિના હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમણે…