મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી એ પ્રકારની જ મારી ટીપ્પણીઃ ઉદયનિધિ

પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી ચેન્નાઈતમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્ છે. ભાજપના નેતા સતત…

બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બેનાં મોત

હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા છે, 12થી વધુ લોકોને બચાવાયા બારાબંકીઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના…

ભાજપના મંત્રીએ શિવલિંગ નજીક હાથ ધોતા હોબાળો

કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી, સપાના નેતાએ સવાલ કર્યો કે જો આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાત? લખનઉઉત્તરપ્રદેશની ભાજપ સરકારના મંત્રી સતીશ શર્માના શિવલિંગ નજીક હાથ ધોવા મામલે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો કરતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે…

પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી

આરોપી બારામુલ્લાના રહેવાસીઓ છે, લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા, તેમની પાસેથી મેગેઝીન સાથે એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે બંને આરોપીઓ,…

વિક્રમ લેન્ડરે ઊડાન સાથે સ્થાન બદલ્યું, ચંદ્ર પર માનવ મિશનની આશા

આ પ્રયોગે ભવિષ્યમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પરત લાવવા અને ચંદ્ર પર sમાનવ મિશનની મોકલવાની આશાઓ વધારી નવી દિલ્હીચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ઈસરોનો વધુ એક પ્રયોગ સફળ રહ્યો છે, વિક્રમ લેન્ડરે ફરી ઉડાન ભરી ચંદ્રની સપાટી પર ફરી સોફ્ટ-લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના એન્જીન સ્ટાર્ટ કર્યા…

જન આશીર્વાદ યાત્રાનું હવે આમંત્રણ મળે તો પણ જવાનો ઉમા ભારતીનો ઈનકાર

મપ્રમાં ભાજપ જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું ભોપાલમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર ‘જન આશીર્વાદ યાત્રા’નું આમંત્રણ ન મળવા બદલ એટલે હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ…

ક્લાઈમેટ ચેન્જનો વધતો પ્રકોપ, ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર પર સુકો જવાની શક્યતા

સેપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું, આ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું નવી દિલ્હીસમગ્ર દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદના આ મોસમમાં પણ દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને વર્ષ 1901 પછી સૌથી ગરમ અને સૂકું તાપમાન નોંધવામાં…

દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મોત

817 અકુદરતી મૃત્યુમાંથી 660 આત્મહત્યા હતી અને ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 101 આત્મહત્યા નોંધાઈ હતી નવી દિલ્હી દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા છે. કસ્ટોડિયલ મૃત્યુની સંખ્યામાં વર્ષ 2019થી સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021 સુધીમાં 80 ટકા મૃત્યું આત્મહત્યા તરીકે નોંધાઈ છે જે સૌથી…

દેશનું નામ ઈન્ડિયા નહીં, ભારત જ બોલોઃ મોહન ભાગવતની લોકોને અપીલ

આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઇન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને તેના બદલે ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન લાવી શકાશે નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી…

ભારતના સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

આદિત્ય-એલ1 125 દિવસ બાદ તેના એલ1 પોઈન્ટ સુધી પહોંચશે, આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ આદિત્ય-એલ1 ખાસ ડેટા મોકલવાનું શરુ કરશે શ્રી હરિકોટા ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ હવે ઈસરોએ ફરી એકવાર ઈતિહાસ રચતા સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. આ આદિત્ય-એલ1ને પીએસએલવી-એક્સએલરોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. આદિત્ય-એલ1 125…

એક દેશ એક ચૂંટણી બિલ સામે ઈન્ડિયાના પક્ષોનો વિરોધ

એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે લાવી છેઃ સંજય રાઉત નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે એક ચોંકાવનારો નિર્ણય કરતા 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી એક્સ (ટ્વિટર) પર આપી હતી. આ વિશેષ સત્રમાં…

ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય-એલ1ના મિની મોડેલ સાથે વેંકટેશ્વર મંદિર ગઈ

તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, ભારતનું પ્રથમ સૌર મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે નવી દિલ્હીઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-એલ1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા…

નાગપુર યુનિ.એ એમએ ઈતિહાસમાં સીપીઆઈના ચેપ્ટરને બદલી ભાજપનું ચેપ્ટર ઉમેર્યું

અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી મુંબઈમહારાષ્ટ્રમાં હવે એમએ ઈતિહાસના અભ્યાસક્રમને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. નાગપુર યુનિવર્સિટીએ તેના એમએ ઇતિહાસના અભ્યાસક્રમમાંથી સીપીઆઈ વિષેના ચેપ્ટરને બદલીને ભાજપ પરના એક ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે. તે જ સમયે, અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસનનું…

નેહરૂ મ્યુઝિમનું નામ પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાને રાષ્ટ્રપતિની મંજૂરી

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (એનએમએમએલ)નું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે આજે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ…

દરોડા, ધરપકડ વધશે, આપણે તૈયાર રહેવું પડશેઃ ખડગે

આપણા ગઠબંધનનો પાયો જેટલો મજબૂત થશે તેટલો જ એજન્સીઓનો દુરુપયોગ ભાજપ તરફથી વધી જશેઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર મુંબઈમુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક ચાલી રહી છે. તેમાં 28 જેટલા પક્ષો સામેલ થયા છે. આ દરમિયાન બેઠકના બીજા દિવસે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે આગામી અમુક મહિનાઓમાં આપણા પર રેડ અને ધરપકડની ઘટનાઓ વધી જશે. તેમણે…

જયા વર્મા સિન્હાને ભારતીય રેલ્વેના અધ્યક્ષ અને સીઈઓ બનાવવામાં આવ્યા

રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાની રેલવેના ચેરમેન અને સીઈઓ પદ પર નિયુક્ત કરવામાં આવી નવી દિલ્હીઆજના આ યુગમાં દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષને ટક્કર આપી રહી છે. ભારતમાં તમામ ક્ષેત્રે મહિલા ભાગીદારી વધી છે ઉપરાંત મહિલાઓ દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. તાજેતરમાં મહિલાએ વધુ એક શિખરસર કરી ઈતિહાસ રચ્યો છે. રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત…

વિવાહિત હોવા છતાં બીજા લગ્ન લગ્ન દુષ્કર્મ જેવો ગુનોઃ બોમ્બે હાઈકોર્ટ

અરજદારે મહિલાને કહ્યું હતું કે પોતાની પત્ની સાથે બનતું નથી અને બાદમાં મહિલાને વિશ્વાસ અપાવ્યો કે તેમને પત્નીને છુટાછેડા આપી દીધા છે મુંબઈબોમ્બે હાઈ કોર્ટે પહેલેથી જ વિવાહિત હોવા છતાં લગ્ન કરનાર એક વ્યક્તિ સામે થયેલી એફઆઈઆર રદ કરવાનો અસ્વીકાર કરતા કહ્યું કે આ ફ્કત દ્વિવિવાહની શ્રેણીમાં જ નહીં પણ તેનુ આચરણ પણ બળાત્કાર જેવા…

ઈન્ડિયાની 13 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત, સંયોજકનું નામ અનિર્ણિત

સમિતિમાં સંજય રાઉત, સ્ટાલિન, લલન સિંહ, મહેબુબા મુફ્તી, ડી.રાજા, ઓમર અબ્દુલ્લાહ, શરદ પવાર, કે.સી.વેણુગોપલ, તેજસ્વી યાદવને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું મુંબઈમોદી સરકારને ઘેરવા માટે આજે મુંબઈ ખાતે વિપક્ષી મહાગઠબંધનની ત્રીજી બેઠક મળી છે. આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું કે, વિપક્ષી મહાગઠબંધનના સંયોજક અને લોગો અંગેનો પણ નિર્ણય લેવાય શકે છે. ઈન્ડિયા ગઠબંધનના સાથી…

લગ્ન વિના જન્મેલા બાળકનો હિન્દુ સંયુક્ત પરિવારોની સંપત્તીમાં હક્કઃ સુપ્રીમ

હિંદુ લગ્ન એક્ટ 1955ની કલમ 16(3)ની વ્યાખ્યા મુજબ અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસરતા આપવામાં આવે છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે લગ્ન વિના જન્મેલા બાળકોને સંપત્તિમાં હક્ક મામલે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજે કોર્ટે ‘લગ્ન કર્યા વગર જન્મેલા બાળકને સંપત્તિનો અધિકાર આપવા’ અંગેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ…

સુપ્રીમની વેબસાઈટ પર કોઈ જ વ્યક્તગત-ગોપનીય માહિતી શેર ન કરવા સલાહ

સત્તાવાર વેબસાઇટની નકલ કરીને નકલી વેબસાઇટ બનાવવામાં આવી છે અને તેને હોસ્ટ કરવામાં આવી છે, હુમલાખોરો યુઆરએલ દ્વારા અંગત વિગતો અને ગોપનીય માહિતી માગી રહ્યા છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેની રજિસ્ટ્રીને તેની વેબસાઇટ પર ફિશિંગ હુમલા વિશે…