ટોપનોચને હરાવીને મલ્ટિમેચ માર્વેલ્સ GSL ચેમ્પિયન

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં બુધવારે અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મલ્ટિમેટ માર્વેલ્સે 16 પોઇન્ટથી પાછળ રહેવા છતાં ટોપનોચ એચિરવર્સને 130-119થી હરાવીને જીએસએલનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું. ઇવેન્ટના ધીમા પ્રારંભ બાદ ટોપનોચ એચિવર્સે તેના સુકાની પાયસ જૈનની મદદથી શાનદાર પ્રદર્શન…

GSL II: મલ્ટિમેટ માર્વેલ્સ, ટોપનોચ એચિવર્સનો ફાઇનલમાં પ્રવેશ

અમદાવાદ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈએ અગાઉના પરાજય બાદ વળતો પ્રહાર કરતાં હરમિતની આગેવાની હેઠળની મલ્ટિમેટ માર્વેલ્સની રોમાંચક બનેલી સેમિફાઇનલમાં કટારિયા કિંગ્સને 137-131થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પ્રારંભથી જ માર્વેલ્સ અને કિંગ્સ વચ્ચે જોરદાર રસાકસી…

GSLમાં મલ્ટિમેટ અજેય, ટોપનોચ અને કટારિયા કિંગ્સનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી મંગળવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં ઓલિમ્પિયન હરમિત દેસાઈની મદદથી મલ્ટિમેટ માર્વેલ્સે તેની વિજયકૂચ આગળ ધપાવીને 578 પોઇન્ટ હાંસલ કરી લીધા હતા. મંગળવારે મલ્ટિમેટની ટીમે ભાયાણી સ્ટાર્સ સામે 145-138થી વિજય હાંસલ કર્યો હતો. ભાયાણી સ્ટાર્સ 532 પોઇન્ટ સાથે હાલમાં ચોથા ક્રમે છે….

માન્ચેસ્ટર યુનાઈટેડ હેડલાઈન કારાબાઓ કપ રાઉન્ડ 2 એક્શન ફેનકોડ પર લાઈવ

2025/26 કારાબાઓ કપનો બીજો રાઉન્ડ 27 ઓગસ્ટના રોજ શરૂ થશે, જેમાં નવ પ્રીમિયર લીગ ક્લબો સાથે રોમાંચક મેચ રમાશે. આ અદભુત મુકાબલામાં માન્ચેસ્ટર યુનાઈટેડ લીગ ટુ સાઈડ ગ્રિમ્સબી ટાઉન સામે રમશે, કારણ કે રેડ્સ સીઝનની તેમની પ્રથમ જીતનો પીછો કરશે. મેનેજર રુબેન એમોરિમ નવા સાઇનિંગ બેન્જામિન શેસ્કોને તેમની પ્રથમ શરૂઆત સોંપે તેવી અપેક્ષા છે, જ્યારે…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા “ફિડે સોશિયલ ચેસ વર્ષ-૨૦૨૫”ની ઉજવણી

અમદાવાદFIDE ના 2025 ના “સોશિયલ ચેસ” ના વર્ષ ના ભાગ રૂપે, દર મહિને ચેસ સમાજમાં સકારાત્મક અસર કેવી રીતે કરી શકે છે તેની ઉજવણી કરવા માટે સમર્પિત છે. આ ઓગસ્ટમાં, અમે ચેસમાં મહિલાઓ પર પ્રકાશ પાડ્યો – એક મહિના સુધી ચાલનારી વૈશ્વિક ઉજવણી જેનો હેતુ આપણે બધાને ગમતી રમત દ્વારા મહિલાઓ અને છોકરીઓને સશક્ત બનાવવાનો…

SGFI વુશુ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ 16 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યાં

અમદાવાદ 69 મી અખિલ ભારતીય શાળાકીય SGFI રમતોનીઅન્ડર-17, અન્ડર-19 ભાઈઓ / બહેનોની વૃશુની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન બીલીપુરા રમત-ગમત સંકુલમાં યોજવામાં આવ્યું હતું. જેમાં હીરામણિ સ્કૂલનાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 16 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગૌરવ વધારેલ છે. ઉપરોક્ત 16 ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે…

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પહેલા ટીમ ઈન્ડિયા મહત્વપૂર્ણ તાલીમ શિબિર માટે શેફિલ્ડ રવાના

27 સભ્યોની ટુકડી યુકેમાં ઉચ્ચ-તીવ્રતાની તૈયારીઓ શરૂ કરે છે; લિવરપૂલમાં અંતિમ તબક્કા પહેલા 28 ઓગસ્ટ સુધીમાં વધુ બોક્સરો જોડાશે નવી દિલ્હી બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) એ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ પહેલા ઉચ્ચ-તીવ્રતાવાળા સંયુક્ત તાલીમ શિબિર માટે 27 સભ્યોની એક મજબૂત ભારતીય બોક્સિંગ ટુકડી શેફિલ્ડ, યુનાઇટેડ કિંગડમમાં મોકલી છે. આ પગલું ભારતીય બોક્સરોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવા…

કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગના બીજા દિવસે ભારતીય યુવા સ્ટાર કોયલ બારનો રેકોર્ડ બ્રેક દેખાવ

અમદાવાદ 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય વેઇટલિફ્ટર્સે શાનદાર સફળતા અને અનેક રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યા હતા. ભારતની ઉભરતી સ્ટાર કોયલ બારે 53 કિગ્રા વજન વર્ગમાં નવા યુથ વર્લ્ડ રેકોર્ડ અને કોમનવેલ્થ રેકોર્ડ બનાવીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. કોયલ બારે કુલ (192 કિગ્રા) વજન ઊંચક્યું જે ઉત્કૃષ્ટ પ્રદર્શન, યુવા અને જુનિયર વિભાગોમાં ભારતના સિનિયર લિફ્ટર…

ફર્સ્ટ ઈન્ટરનેશનલ શીતોર્યું કરાટેમાં હીરામણિ માધ્યમિક શાળાના અનંત કે વાઘેલાને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

શીતોર્યું સ્પોર્ટ્સ કરાટે એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા ફર્સ્ટ ઈન્ટરનેશનલ એસ.એસ. SS KAI શીતોર્યું કરાટે ચેમ્પિયનશીપ 2025 સ્પર્ધા ગોવા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનંત કે. વાઘેલાએ કર્યું હતું. જેમાં કરાટેમાં કાતા સ્પર્ધામાં સિલ્વર મેડલ અને કરાટેના કુમિતે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા,…

ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખપદે સહદેવ યાદવ, ગુજરાતના મયુર પટેલ એક્ઝીક્યુટિવ મેમ્બર

અમદાવાદ અમદાવાદમાં યોજાયેલી ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના હોદ્દેદારોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સહદેવ યાદવ 3 ઓક્ટોબર 2025થી બીજી ઓક્ટોબર 2029ની મુદત માટે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે પ.બંગાળના ચંદન રોય ચૌધરી અને આંધ્રપ્રદેશના એન. લક્ષ્મી, સેક્રેટરી જનરલ તરીકે કર્ણાટકના એસ.એચ. આનંદી ગોવડા, ટ્રેઝરર તરીકે હિમાચલ પ્રદેશના પ્રદીપ શર્મા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉત્તર પ્રદેશના સબીના યાદવ…

GSL: તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સનો વિજયી પ્રારંભ

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)નો સોમવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો હતો. પ્રારંભિક દિવસના પ્રથમ સત્રમાં વર્તમાન ચેમ્પિયન તાપ્તિ ટાઇગર્સ, ટોપનોચ એચિવર્સ અને મલ્ટિમેટ માર્વેલ્સે અનુક્રમે ભાયાણી સ્ટાર્સ, કટારિયા સ્ટાર્સ અને શામલ સ્કવોડની ટીમને હરાવી હતી.લીગના સૌથી વયસ્ક ખેલાડી એન્થની અમલરાજ (તાપ્તિ)…

કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગમાં સ્પર્ધાના પહેલા દિવસે ભારતીય લિફ્ટર્સનો દબદબો, મિરાબાઈ સહિતના ખેલાડીઓએ નવા રેકોર્ડ સાથે મેડલ્સ જીત્યા

અમદાવાદ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.  અમદાવાદના નારણપુરા ખાતેના વિર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રમાઈ રેહી સ્પર્ધામાં ભારતના એ. મહારાજન (ભારત) એ યુવા છોકરાઓ અને જુનિયર પુરુષોની 6૦ કિગ્રા શ્રેણીમાં સતત લિફ્ટ સાથે ડબલ ગોલ્ડ મેળવ્યો, ઋષિકાંત સિંહ ચાનંબમએ સિનિયર પુરુષોની 60 કિગ્રા શ્રેણીમાં પ્રભુત્વ મેળવ્યું,…

હવે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છેઃ ડૉ. મનસુખ માંડવિયા

અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો રંગારંગ પ્રારંભઃ કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાવ્યું, ૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લેશે અમદાવાદ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે….

અમદાવાદમાં સોમવારથી ટેબલ ટેનિસ લીગ- GSLનો પ્રારંભ

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સમર્થિત ટેબલ ટેનિસ લીગ – ગુજરાત સુપર લીગ (જીએસએલ)ની બીજી સિઝન વધુ ભવ્ય અંદાજમાં પરત ફરી રહી છે. સોમવારથી શરૂ થનારી આ લીગમાં 6 ટીમો શાનદાર આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય ખેલાડીઓ સાથે અમદાવાદમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે (ટાવર-ડી, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં) રોમાંચક મુકાબલાઓ રમવા ઉતરશે.આ 3 દિવસીય…

LALIGA ગેમવીક 2 પ્રીવ્યૂ – બાર્સેલોના, રીઅલ મેડ્રિડ અને એટલેટિકો મેડ્રિડ નવી પ્રમોટ થયેલી ટીમો સામે ટકરાશે

સીઝનની રોમાંચક શરૂઆત પછી, LALIGA એક્શન આ સપ્તાહના અંતે પાછું ફરશે અને બ્લોકબસ્ટર ટક્કરના બીજા રાઉન્ડનું વચન આપશે. બાર્સેલોના, રીઅલ મેડ્રિડ અને એટલેટિકો મેડ્રિડ બધી નવી પ્રમોટ થયેલી ટીમો સામે ટકરાશે. એટલેટિકો મેડ્રિડ એલેટિકોએ સીઝનની શરૂઆત આઘાતજનક હાર સાથે કરી હતી, જેમાં એસ્પેનિયોલ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો – એક દાયકાથી વધુ સમયમાં…

69 મી અખિલ ભારતીય શાળાકીય ખો-ખોની રમતમાં હીરામણિ શાળા ખો-ખોની ટીમ ચેમ્પિયન

અન્ડર 19, અન્ડર-14 (બહેનો)ની ખો-ખોની ટીમ રનર્સ અપ બની અમદાવાદ 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-14,17,19 પશ્ચિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ/બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન હીરામણિ શાળામાં કરવામાં આવ્યું હતું. આ ખો-ખો સ્પર્ધામાં 28 ટીમોએ ભાગ લીધો હતો.  આ ખો-ખો સ્પર્ધામાં બહેનોની અન્ડર-17 ખો-ખોની ટીમ ચેમ્પિયન બની તથા બહેનોની અન્ડર-19 અને અન્ડર-14 ખો-ખોની ટીમ માં રનર્સ અપ…

69 મી અખિલ ભારતીય શાળાકીય વોલીબોલની રમતમાં હીરામણિ સ્કૂલની અન્ડર-14  (બહેનો)ની ટીમ રનર્સ અપ

અમદાવાદ 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-14, 17, 19 પશ્ચિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ – બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્પર્ધામાં હીરામણિ અંગ્રેજી માધ્યમની અન્ડર- 14 (બહેનો)ની વોલીબોલ ટીમ રનર્સ અપ બની હતી.  આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી…

24થી 31 ઓગસ્ટ દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ

અમદાવાદ અમદાવાદના નારણપુરા ખાતે નિર્માણ પામેલા આંતરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નો 24 ઓગસ્ટથી પ્રારંભ થશે. ૨૪મી ઓગસ્ટના રોજ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

પંતનો પિઝા પાવરપ્લે: ફ્રેક્ચરથી ફ્લેવર સુધી

બિપિન દાણી મુંબઈ ક્રિકેટ મેદાન પર ઋષભ પંતની છેલ્લી છબી હિંમત અને અવજ્ઞાની હતી—ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ફ્રેક્ચર પગ સાથે ગાડીમાં લઈ જવામાં આવી રહી હતી, પરંતુ થોડીવાર પછી પાછો ફર્યો, ભારત માટે થોડા વધુ રન બનાવવા માટે હિંમતભેર છતાં મક્કમ હતો. તે એક એવું દ્રશ્ય હતું જેમાં બહાદુરી અને હૃદયભંગનું મિશ્રણ હતું, એક યોદ્ધા શાંતિથી…

વડોદરાના પ્રથમ અને વેદ પુરુષ ક્વાર્ટર ફાઇનલમાં

સમા ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન વડોદરા સ્થાનિક ખેલાડીઓ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી પુરુષ વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન (TTAB) દ્વારા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) ના આશ્રય હેઠળ આયોજિત યુટીટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ…