બજારની ચાલ સપાટ, સેન્સેક્સ 152 પૉઇન્ટ અપ, નિફ્ટી 19550ને પાર

ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી, ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ. આજનો કારોબાર ખતમ થવા પર બીએસઇ સેન્સેક્સ 0.23 ટકાના વધારા અને 152.12 પૉઇન્ટના ઉછાળા સાથે 65,780.26 અને નેશનલ સ્ટૉક્સ એક્સચેન્જનો નિફ્ટી 0.24 ટકાના વધારા અને…

યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી

રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન પર સર્ક્યુલર જાહેર કર્યો, બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જોડવામાં આવી શકે છે નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રી-એપ્રુવ્ડ લોન સુવિધાને પણ યુપીઆઈ સિસ્ટમમાં સામેલ કરવા માટે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી…

2023/24 ચેમ્પિયન્સ લીગમાં LALIGAની પાંચ ક્લબ છે, જે અન્ય લીગ કરતાં વધુ છે: સ્પેનિશ ટીમો પાસેથી શું અપેક્ષા રાખવી તે અહીં છે

FC બાર્સેલોના, રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ, રીઅલ સોસિડેડ અને સેવિલા એફસી હવે જાણે છે કે ગુરુવારના ગ્રુપ સ્ટેજના ડ્રો પછી તેઓ કોનો સામનો કરશે. 2023/24 ચેમ્પિયન્સ લીગ માટે ગ્રૂપ સ્ટેજ ડ્રો ગયા ગુરુવારે મોનાકોમાં થયો હતો, અને મિશ્રણમાં પાંચ સ્પેનિશ ક્લબ હતી. FC બાર્સેલોના, રીઅલ મેડ્રિડ, એટલાટિકો ડી મેડ્રિડ અને રીઅલ સોસિડેડ છેલ્લી સીઝનની…

ફેનકોડ બેગ્સ રગ્બી વર્લ્ડ કપ 2023 માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આવનારા રગ્બી વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઈવ સ્ટ્રીમ કરશે. રગ્બી વર્લ્ડ કપ 2023 8 સપ્ટેમ્બર – 28 ઓક્ટોબર દરમિયાન 10 યજમાન શહેરોમાં નવ સ્થળોએ રમાશે. આ ટુર્નામેન્ટ 10મો પુરુષોનો રગ્બી વર્લ્ડ કપ હશે અને 2007માં યાદગાર ઇવેન્ટ પછી ફ્રાન્સ દ્વારા આયોજિત થનારી બીજી ટુર્નામેન્ટ હશે. વિશ્વ કપ…

LALIGA EA સ્પોર્ટ્સમાં 2023 ઉનાળામાં હસ્તાક્ષર: Bellingham, Gündogan, Azpilicueta, Isco, Bamba, Güler, João Félix, Cancelo, Kepa, Tierney…

આશાસ્પદ યુવાનોથી લઈને અનુભવી દિગ્ગજ સૈનિકો સુધી, તમામ પ્રકારના ઉત્તેજક ખેલાડીઓ આ ઉનાળામાં સ્પેનિશ ક્લબમાં જોડાયા છે. 2023 ની સમર ટ્રાન્સફર વિન્ડો હવે બંધ થઈ ગઈ છે, અને ઘણા સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે સ્પેનના ટોચના વિભાગમાં પ્રવેશ કર્યો છે, જ્યારે યુવા અપ-અને-કમિંગ પ્રતિભાઓ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને કેટલાક ખેલાડીઓએ તેમની ભૂતપૂર્વ ક્લબમાં પરત…

સૈન્યની વાહનની બસ સાથે ટક્કર, 17 પોલીસ, 3 મહિલા કેદીને ઈજા

બસ શ્રીનગરની કેન્દ્રીય જેલથી ભદ્રેવાહ જેલ જવા દરમિયાન બસ ટી2 ટનલ મરોગ રામવન નજીક આગળ જઈ રહેલા સેનાના વાહન સાથે અથડાઈ ઉધમપુરજમ્મુ-કાશ્મીરમાં આજે સેનાના વાહનને મોટો અકસ્માત થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. અહીંના રામવનમાં આજે સૈન્ય વાહન અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 17 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 3…

ઉત્તરાખંડમાં વરસાદે 93નાં ભોગ લીધા, 1914 ઘરો ધરાશાયી

16ની તો હજુ ભાળ જ મળી નથી, 51થી વધુ લોકો ઘવાયા નવી દિલ્હીઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ 15 જૂનથી અત્યાર સુધીમાં 100થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ 93 જેટલા સ્વજનોને ગુમાવી દીધા….

મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી એ પ્રકારની જ મારી ટીપ્પણીઃ ઉદયનિધિ

પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી ચેન્નાઈતમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્ છે. ભાજપના નેતા સતત…

ભારત સાથે તાત્કાલિક વેપારનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઈનકાર

જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજો આંચકો મનાઈ રહ્યો છે નવી દિલ્હીકેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે…

બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બેનાં મોત

હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા છે, 12થી વધુ લોકોને બચાવાયા બારાબંકીઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના…

ગદર-2ની સિધ્ધિઃ માત્ર 24 દિવસમાં 500 કરોડનો આંકડો પાર

આ સાથે જ સની દેઓલની ફિલ્મે બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અને પ્રભાસની ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી દીધો મુંબઈસની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. 22 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની આ સીક્વલ હતી. અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મે રિલીઝ થવાના પહેલાથી જ…

ભાજપના મંત્રીએ શિવલિંગ નજીક હાથ ધોતા હોબાળો

કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી, સપાના નેતાએ સવાલ કર્યો કે જો આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાત? લખનઉઉત્તરપ્રદેશની ભાજપ સરકારના મંત્રી સતીશ શર્માના શિવલિંગ નજીક હાથ ધોવા મામલે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો કરતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે…

કેનેડાની પબ્લિક સ્કૂલમાં ખાલિસ્તાન જનમતની સંગ્રહની મંજૂરી પરત ખેંચાઈ

કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં યોજવાનો હતો ટોરેન્ટોખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સત્તાવાળાઓએ પબ્લિક સ્કૂલમાં જનમત સંગ્રહ કરવાની પરવાનગીને પાછી ખેંચી લીધી છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાન જનમત રદ કરવામાં આવ્યો હતો. કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં…

જસપ્રિત બુમરાહ પિતા બન્યો, સંજનાએ પુત્રને જન્મ આપ્યો

પેસ બોલર ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે, બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું મુંબઈએશિયા કપ 2023માં આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં ટીમની ભાગ નહી હોય. બુમરાહ ગઈકાલે મુંબઈ પરત ફર્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ પિતા…

આદિત્ય એલ1ને એલ-1 પોઈન્ટ પર પહોંચવા માટે 145 દિવસનો સમય લાગશે

સૂર્યયાન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલ એલ-1 પોઇન્ટ પરથી સૂર્યનો અભ્યાસ કરશે, સૂર્યના આકરા તાપ વચ્ચે આ કામ જરા પણ સરળ નથી નવી દિલ્હીચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-એલ1(આદિત્ય એલ1)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ…

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રીને હટવ્યા

મંત્રાલય પર ભ્રષ્ટાચારના પણ ભારે આક્ષેપો થયા છે, જેના કારણે જેલન્સ્કીએ સંરક્ષણમંત્રીને હટાવવાની જાહેરાત કરી હોવાનું મનાઈ રહ્યું છે કીવરશિયા સાથેના યુધ્ધના 550 દિવસ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રી ઓલેસ્કી રેઝનિકોવની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરીને દુનિયાને આંચકો આપ્યો છે.જેલેન્સ્કીએ ગઈકાલે રાત્રે એક વિડિયો જાહેર કરીને કહ્યુ હતુ કે, હું ઓલેક્સીને સંરક્ષણ મંત્રી પદેથી હટાવવાનો…

પાક.માં સારવાર માટે ગયેલી હિંદુ મહિલા પર ડૉક્ટર્સનો ગેંગ રેપ

કિડનીની સારવાર માટે ગયેલી 23 વર્ષની યુવતીની ગેંગરેપ બાદ તબિયત વધારે બગડતાંપાક.ના હૈદ્રાબાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ઈસ્લામાબાદપાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સારવાર માટે ગયેલી એક હિન્દુ મહિલા પર ડોકટરોએ ગેંગ રેપ કર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના બની છે.પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ તો હિન્દુઓ અને સિખોને નિશાન બનાવે છે પણ ડોકટરોએ પણ હેવાનિયતભર્યુ કૃત્ય આચરીને હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી…

પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી

આરોપી બારામુલ્લાના રહેવાસીઓ છે, લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા, તેમની પાસેથી મેગેઝીન સાથે એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે બંને આરોપીઓ,…