ટીમ ઈન્ડિયાએ બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં જીતનો સિલસિલો જારી રાખ્યો છે

નવી દિલ્હી ભારતની બેડમિન્ટન ટીમે બુધવારે વહેલી સવારે યુએસએના સ્પોકેનમાં બ્રાઝિલ સામે 5-0થી પ્રભાવશાળી જીત સાથે બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં તેમની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. BAI, SAI, REC અને Yonex ના સમર્થન દ્વારા સમર્થિત, ભારતીય શટલરો પ્રતિષ્ઠિત ઇવેન્ટના બીજા દિવસે ઉત્કૃષ્ટ હતા. પ્રારંભિક મેચમાં, સમરવીર અને રાધિકા શર્માની મિશ્ર ડબલ્સની જોડીએ જોકિમ મેન્ડોસા અને…

52મી રાષ્ટ્રીય જુનિયર અને 37મી નેશનલ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં અદિરેડ્ડી અર્જુન અને સ્નેહા હલદર ટાઇટલ જીતવાની નજીક

52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં અદિરેડ્ડી અર્જુન (તેલંગાણા) અને સ્નેહા હલદર (પશ્ચિમ બંગાળ) ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની નજીક છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 સ્થળઃ કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 9મો…

92% લોકો તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો ધરાવે છે – ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસના વર્તન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું રિસર્ચ

– આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંની એક છે મુંબઈ ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં જાણવા મળ્યું છે કે 76% લોકો તેમની સૌથી તાજેતરની ટ્રીપ માટે…

LALIGA EA સ્પોર્ટ્સમાં ગોલની સંખ્યા: 2023/24માં રમત દીઠ 2.93 ગોલ છે, જે વર્તમાન ફોર્મેટ સાથે 35 સિઝનમાં બીજા ક્રમનો સૌથી વધુ આંકડો છે

ચાહકો 2023/24ની ઝુંબેશમાં ગયા ટર્મની સરખામણીમાં 17% વધુ ગોલ જોઈ રહ્યાં છે, જ્યારે રમત દીઠ 2.51 હતા. 2023/24 LALIGA EA SPORTS સીઝનના પ્રથમ છ મેચના દિવસોમાં ગોલ ઉડી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી રમાયેલી રમતોએ સરેરાશ 2.93 ગોલ કર્યા છે. 2022/23 ઝુંબેશ માટે રમત દીઠ ગોલ આંકડો 2.51 હતો તે જોતાં, આ સ્પેનના ટોચના…

શ્રીલંકા ટૂરિઝમ દ્વારા અમદાવાદ, કોલકાતા અને પૂણે જેવા અગ્રણી શહેરોમાં રોડ શોનું આયોજન

અમદાવાદ શ્રીલંકા વિશ્વના સૌથી આકર્ષક પર્યટક સ્થળો પૈકીનું એક છે. શ્રીલંકા ટુરિઝમ દેશના આ વિશાળ ટ્રાવેલ માર્કેટને આંતરરાષ્ટ્રીય મંચ ઉપલબ્ધ બનાવે છે. ભારતમાંથી આવતા પર્યટકોને આકર્ષવાના પોતાના પ્રયાસોને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકા ટૂરિઝમ દ્વારા અમદાવાદ, કોલકાતા અને પૂણે જેવા અગ્રણી શહેરોમાં શ્રીલંકા ટૂરિઝમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બર, 2023ના રોજ આયોજિત…

ચીન અને ભારત બંને સાથે નેપાળને સારા સંબંધોઃ પ્રચંડ

કોઈ પણ કિંમતે તેઓ ભારત સાથે સંબંધો બગાડવા માગતા ન હોવાનું ચીનનાં મુખ પત્ર ગ્લોબલ ટાઇમ્સ ને આપેલી મુલાકાતમાં નેપાળના પીએમએ કહ્યું બૈજિંગ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અત્યારે ચીનની મુલાકાતે છે. ચીને તેઓનું જોરદાર સ્વાગત પણ કર્યું હતું.વાસ્તવમાં અત્યારે નેપાળ, ભારત સાથે સંબંધો સુધારી રહ્યું છે. તે ચીનને રૂચે તેમ નથી. ચીન પૂરેપૂરો…

ફિલિપાઈન્સે ચીને સમુદ્રમાં નાખેલી બેરિયર તોડી નાખી

ફીલીપાઈન્સના માછીમારોને અવરોધ કરનારી વિશેષત: લગૂનની આડે રહેલી આશરે ૧૦૦૦ ફીટ જેટલી લાંબી બેરિયર તોડી નખાઈ મનીલા માતેલા સાંઢની જેમ ચીન ચારે તરફ સૌ કોઈને વિશેષત: પાડોશી દેશોને શિંગડાં ભરાવતું આવ્યું છે, દબડાવતું આવ્યું છે. ભારત સામે ડ્રેગને નહોર ભરાવવાનો કરેલો કારસો તેને જ ભારે પડી ગયો, થોડા દાંત પણ તૂટી ગયા. હવે ચીને સમુદ્રમાં…

નકસલીઓએ રેલવે કંસ્ટ્રકશન સાઇટ 3 વાહનો, જનરેટર અન્ય સાધનો સળગાવ્યા

જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ મેકલુસ્કીગંજગામમાં પહેલા હવામાં ગોળીબાર કર્યો રાંચી ઝારખંડના રાંચી જિલ્લા સ્થિત મેકલુસ્કીગંજમાં એક કંસ્ટ્રકશન સાઈટ ઉપર નકસલીઓએ સોમવારે રાત્રે હુમલો કર્યો હતો અને નિર્માણ કાર્યમાં વ્યસ્ત તેવા ૩ વાહનો અને એક જનરેટર સેટને સળગાવી દીધા હતા. રાત્રે અચાનક જ જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ અહીંથી ૭૦ કિ.મી….

દેશના અનેક રાજ્યોના 50 સ્થળે એનઆઈએના દરોડા

એનઆઈઆતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે નવી દિલ્હી નેશનલ સિક્યોરિટી એજન્સી (એનઆઈએ)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા (એનઆઈએરેઈડ) પાડ્યા હતા. એનઆઈઆતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ…

મથુરા રેલવે સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મ પર ફરી વળી

તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી લખનઉ ઉત્તરપ્રદેશના મથુરા જંક્શન પર મોડી રાતે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. શકૂર બસ્તીથી આવતી એક ઈએમયુ ટ્રેન મથુરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  મથુરા સ્ટેશનના નિર્દેશક એસ.કે….

ઈસરોની નજર સૌરમંડળની બહારના તારા-ગ્રહોના રહસ્યને શોધવા પર

શુક્રના અભ્યાસ માટે એક મિશન મોકલવાની અને અંતરિક્ષના ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના નવી દિલ્હી ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે ઇસરોએ બાહ્ય ગ્રહોના રહસ્યોને જાણવા…

અમદાવાદના 29 વર્ષના  યુવાનનું બસમાં હાર્ટ એટેકથી મોત

હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અમદાવાદ રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં આજે અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.  અમદાવાદ શહેરના…

ઉજ્જૈનમાં 12 વર્ષની કિશોરી દુષ્કર્મ બાદ મદદ માટે ભટકતી રહી

લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી ઉજ્જૈન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક 12 વર્ષની કિશોરી પર હેવાનિયત ગુજારાયાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી હતી. જોકે…

મંગોલિયા સામે નેપાળના 4 વિકેટે 314 રન, સૌથી ઝડપી સદીનો રેકોર્ડ

નેપાળની ટીમે આ મેચ 273 રનથી જીતી, ટી20 ક્રિકેટમાં રનના મામલે આટલી મોટી જીત કોઈ ટીમને નથી મળી હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023માં નેપાળની ક્રિકેટ ટીમે અને તેના ખેલાડીઓએ એક-બે નહી પરંતુ 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. નેપાળની ટીમે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો હતો. આ ઉપરાંત ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી…

દેશની ઇન્ટરનેશનલ બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રખાશે

રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મનોને શોધીને તેને મારવા માટે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે નવી દિલ્હી દેશની ઇન્ટરનેશનલ બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રાખવામાં આવશે. જેની જાણકારી ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે આપી હતી. તેમને એમ પણ જણવ્યું હતું કે સરકાર બોર્ડર પર સિક્યુરિટી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેને ધ્યાનમાં લઈને બોર્ડર પર…

નાગાલેન્ડ-અરુણાચલમાં આફ્સાને છ માસ માટે લંબાવાયો

આફ્સાએ એવો કાયદો છે જે કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની ધરપકડ કરવાની મંજૂરી આપે છે નવી દિલ્હી આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફ્સા) એ એક એવો કાયદો છે જે સેના અને અન્ય કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને દરોડા અને ઓપરેશન ચલાવવાની અને કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની…

તિરંગા-મોદીનું અપમાન કરનારા સામે કડક પગલાંની કોંગ્રેસની માગ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત વિરોધી ખાલિસ્તાની  આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો સતત વણસતા જઈ રહ્યા છે.  ખાલિસ્તાની સમર્થકો ભારતને ઉશ્કેરવા માટે દરરોજ વાહિયાત હરકતો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેનેડામાં ખાલિસ્તાની તત્વો દ્વારા કરાયેલા…

વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યની ભાવનાઓને ઉત્તેજન આપવા-વિશ્વ સાથે જોડાવાનું માધ્યમ બનીઃ મોદી

સમિટ રાજ્ય સરકારના નિર્ણય અને કેન્દ્રીત અભિગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેનું એક માધ્યમ બની ગયુઃ વડાપ્રધાન અમદાવાદ  વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે કરવામાં…

દિલ્હીમાં છેલ્લા છ માસમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ કેસ

દિલ્હીમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યા ચાર વર્ષમાં સૌથી વધુ નવી દિલ્હી દેશની રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત રહેતા છેલ્લા છ મહિનામાં ડેન્ગ્યુના 3 હજારથી પણ વધુ કેસ મળી આવ્યા છે. આ કેસોમાં એેક દર્દીનું મોત પણ થયું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા ગૃહમાં જાહેર કરવામાં આવેલા આંકડાથી આ માહિતી સામે આવી છે.   દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન…

50 મીટર રાઈફલ શૂટિંગમાં સિફ્ટ કોર સામરાને ગોલ્ડ મેડલ

ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ એમ કુલ 18 મેડલ આવ્યા હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતના નામે 18મું મેલડ જોડાયું છે. 50 મીટર રાઇફલ શૂટીંગમાં ભારતની સિફ્ટ કોર સામરાએ ભારત માટે ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે આશી ચોકસીએ રાઇફલ શુટિંગમાં જ બરોન્ઝ મેળવ્યો છે. દરમીયાન ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ એમ કુલ…