Month: October 2023
રિલાયન્સ ફાઉન્ડેશન અને આઈઓસીએ ભારતભરમાં
ઓલમ્પિક મૂલ્યોના શિક્ષણના ફેલાવા માટે કરાર કર્યા મુંબઈ ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટિએ (આઈઓસી) ઓલમ્પિક મ્યુઝિયમ સાથે મળીને ભારતમાં ઓલમ્પિક વેલ્યુસ એજ્યુકેશન પ્રોગ્રામની (ઓવીઈપી) સફળતા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે અને નવા સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આઈઓસી પ્રેસિડેન્ટ થોમસ બાચે મુંબઈ સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ (આરએફવાયસી) ફૂટબોલ એકેડમીની મુલાકાત દરમિયાન ભારતમાંના આઈઓસી…

શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની મેચ નહીં રમી શકે
દિલ્હીમાં 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે નવી દિલ્હી ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે વન-ડે વર્લ્ડ કપ2023ની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ રમી…

પૂર્વ સીએમ ડૉ. રમણસિંહ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે
છત્તીસગઢની યાદીમાં ભાજપે ત્રણ સાંસદોને પણ ટિકિટ આપી રાયપુર મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ભાજપે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે રાજ્યની 64 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. રાજનાંદગાંવથી પૂર્વ સીએમ ડો. રમણ સિંહને તક આપવામાં આવી છે. આ ઉપરાંત…

મ.પ્ર. અને રાજસ્થાન ભાજપના બે શક્તિશાળી નેતાઓને લઈને મોટું સસ્પેન્સ
મ.પ્ર.માં શિવરાજને મુખ્યપ્રધાન પદ પાછું મળવા અંગે શંકા, વસુંધરા પણ કોઈ મહત્વપૂર્ણ જવાબદારી ન મળતા મૂંઝવણમાં નવી દિલ્હી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બે શક્તિશાળી અને દિગ્ગજ નેતા હાલના દિવસોમાં ભારે મૂંઝવણ અને તેમની ભૂમિકાને લઈને ભારે સસ્પેન્સના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ભાવુક જોવા મળ્યા હતા….

મ.પ્ર.માં શિવરાજ ચૌહાણ બુધનીથી, રાજસ્થાનમાં સાત સાંસદો ચૂંટણી લડશે
જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતના જમાઈ વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરાઈ ભોપાલ મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નરેલાથી અને તુલસીરામ સિલાવત સાવરથી ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા…

ચીનના એજન્ટોએ ભારતને ફસાવવા નિજ્જરની હત્યા કરાવી
જેનિફર જેંગ એક ચીની મૂળની એક્ટિવિસ્ટ અને માનવાધિકાર કાર્યકર છે જે પત્રકાર પણ છે અને હાલમાં અમેરિકામાં રહે છે વોશિંગ્ટન એક સ્વતંત્ર બ્લોગર જેનિફર જેંગે મોટો આરોપ મૂકતાં કહ્યું છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટ સામેલ હતા. આ હત્યા બાદ ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે વિવાદની સ્થિતિ…

ભારતનો સતત ચોથા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વિજય
વર્લ્ડ કપ 2003, 2007, 2011, 2015 અને 2019માં અનુક્રમે પાકિસ્તાન, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યા નવી દિલ્હી ભારતીય ટીમે તેના વન-ડે વર્લ્ડ કપ2023ના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે સતત ચોથી વખત વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ મેચ જીતી હતી. ભારતે…

સતત ધમકી મળતા શાહરૂખ કાનને વાય+ સુરક્ષા અપાઈ
શાહરૂખ ખાને મહારષ્ટ્ર સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી કે પઠાન અને જવાન પછી તેને સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે મુંબઈ બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખુબ જ સારું રહ્યું છે. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ત્યારબાદ 7 સેપ્ટેમ્બરે રિલીઝ થયેલી…

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને મારી નાખવા ધમકી
પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે, કોંગ્રેસના ધારાસભ્યને બે વખત ધમકીભર્યા ફોન આવ્યા હતા મુંબઈ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોલ્ડી બરાડ તરીકે આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે વખત…

ગોંદિયામાં એનસીપીમાં ફૂટ બાદ 300 કાર્યકર્તાનો કોંગ્રેસમાં પ્રવેશ
હાલમાં ભાજપના કાર્યકર્તાઓ ત્રાસ આપી રહ્યાં હોવાનો આક્ષેપ કરી રાષ્ટ્રવાદીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે ગોંદિયા પ્રફુલ પટેલનો ગૃહ જિલ્લો એટલે કે ગોંદિયામાં રાષ્ટ્રવાદિના ગઢમાં ગાબડું પડ્યું છે. યુવા રાષ્ટ્રવાદીના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પડેલી ફૂટ બાદ આ તમામ કાર્યકર્તાઓ પ્રફુલ પટેલ સાથે હતાં. જોકે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ…

તેલંગણાના એક ગામમાં લગભગ 100 વાંદરાના મૃતદેહ મળ્યા
મૃત વાંદરાઓના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા, સેમ્પલ હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હૈદરાબાદ તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ગામની બહાર લગભગ 100 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિગડાપાના કેટલાક ગ્રામજનોએ શનિવારે તેમના ખેતરો પાસે મૃત વાંદરાઓ જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીઓએ વેટરનરી વિભાગને જાણ કરી હતી.પશુચિકિત્સા અને…

ઈઝરાયેલની સત્તાવાર વેબસાઇટને રશિયન હેકિંગ જૂથ કિલનેટ દ્વારા હેક કરાઈ
અનુસાર હેકર્સે ઇઝરાયેલી સરકારની વેબસાઇટ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો કે, ઇઝરાયેલ સરકાર , તમે આ રક્તપાત માટે જવાબદાર છો મોસ્કો હમાસ અને ઇઝરાયેલી સંરક્ષણ દળો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.લેબેનોનના આતંકવાદી જૂથોએ પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે અને હવે, સાયબર હેકરોએ પણ ઇઝરાયેલ સામે જંગ છેડતા તેમણે એકસાથે ત્રણ મોરચે યુદ્ધ લડવાનો…

નૈનિતાલમાં બસ ખાઈમાં પડતાં પાંચ બાળક-મહિલા સહિત સાતનાં મોત
ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા દહેરાદૂન ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઇમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલની મુલાકાતે આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા…

બામણવાડ પાસે બકરાં ભરેલી ટ્રક વીજ લાઈનને અડી જતાં 3 જણાનાં મોત
150થી વધુ ઘેટાં બકરાં બળીને ખાક થઈ ગયા, મોડાસા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા મોડાસા શામળાજી હાઈવે પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બામણવાડ પાસે બકરાં ભરેલી ટ્રક વીજલાઈનને અડી જતાં અચાનક સળગી ઉઠી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ અને 150થી વધુ ઘેટાં બકરાં બળીને…

85 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ બાદ આઉટ થતા કોહલી ગુસ્સે થયો
વિરાટ કોહલી આઉટ થયો હતો ત્યારે તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો ન હતો, ડ્રેસિંગ રૂમમાં બેસીને તે પોતાના માથા પર હાથ મારતો જોવા મળ્યો ચેન્નાઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ચેપોકમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં 6 વિકેટથી જીત નોંધાવી હતી. મેચ દરમિયાન જયારે વિરાટ કોહલી આઉટ…

ઈઝરાયલ પરનો હુમલો 9/11 કરતા મોટો, હમાસે પરિણામ ભોગવવા પડશેઃ હેચટ
આ કોઈ ઈમારત સાથે વિમાન અથડાવાની ઘટના નથી પણ આ લોકોની બર્બરતાપૂર્વક હત્યા કરવાની હૃદયને હચમચાવી મૂકે તેવી ઘટના છેઃ રિચર્ડ જેરૂસલેમ ઈઝરાયલ પર હમાસના આતંકીઓએ રોકેટ મારો ચલાવીને 700થી વધુ લોકોના જીવ લઈ લીધા છે. પીએમ બેન્જામિન નેતન્યાહૂ આ હુમલાને યુદ્ધ ગણાવી ચૂક્યા છે. જોકે આ હુમલાઓમાં ઘાયલોની સંખ્યા પણ હજારોમાં પહોંચી ગઈ છે…

રાજ્યસભાના સાંસદ સહિત 27 ભારતીય ઈઝરાયેલમાં ફસાયા
તમામ લોકો સુરક્ષીત હોવાનું કહેવાઇ રહ્યું છે, 27 નાગરિકોએ બોર્ડર ક્રોસ કરી લીધી મેઘાલય ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં અન્ય દેશોના લોકો ફસાયા છે. બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા પણ ઇઝરાયેલમાં ફસાઇ હતી. જોકે તે રવિવારે સુરક્ષીત રીતે ભારત પાછી ફરી હતી. હજી ભારતા 27 નાગરિકો ઇઝરાયેલમાં ફસાયા છે જેમાં રાજ્યસભાના એક સાંસદ પણ છે તેવી જાણકારી…

અલિગઢ મુસ્લિમ યુનિ.માં પેલેસ્ટાઈનના સમર્થનમાં છાત્રોનો સૂત્રોચ્ચાર
ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય ન હોવાનો વિદ્યરાથીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો અલિગઢ ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં ગઈ કાલે પેલેસ્ટાઈનના સમર્થનમાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ‘વી સ્ટેન્ડ પેલેસ્ટાઈન’ અને ‘એએમયુ સ્ટેન્ડ વીથ પેલેસ્ટાઈન’ જેવા પોસ્ટરો અને…

વિદ્યાર્થીઓની આત્મહત્યા નિવારવા સરકારની નવી ગાઈડલાઈન ઉમ્મીદ
આ નવી ગાઈડલાઈન્સ મુજબ હવે સ્કૂલમાં સુસાઇડ પ્રિવેન્શન માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનું રહેશે નવી દિલ્હી ભારતમાં એક સરકારી ડેટા મુજબ વર્ષ 2021માં લગભગ 13 હજાર વિધાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જયારે 2020-21માં 4.5 ટકા ઓછી આત્મહત્યા થઇ હતી. ડબલ્યુએચઓ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાં 15-29…
