ઈડન ગાર્ડન ટિકિટ ગોટાળમાં કેબની કી ભૂમિકા નથીઃ સૌરવ

કેબ એ જાણીજોઈને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો મોટો હિસ્સો અલગ રાખી દીધો હોવાનો આરોપ નવી દિલ્હીભારતીય ક્રિકેટ બોર્ડના (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગઈ કાલે પોતાના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીના સમર્થનમાં સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં યોજાનારા વિશ્વ કપ મુકાબલાના ટીકિટ વિવાદમાં…

ભારત માટે સૌથી વધુ 308 મેચમાં વિજય મેળવનારો વિરાટ પ્રથમ બેટસમેન

કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી સફળ ખેલાડી બની ગયો મુંબઈ ભારતે ગઈકાલે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકા સામે 302 રને મોટી જીત મેળવી હતી. આ જીત સાથે જ વિરાટ કોહલીએ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સૌથી સફળ કેપ્ટન ધોનીને પાછળ રાખીને ભારત માટે સૌથી…

સેન્સેક્સમાં 283 અને નિફ્ટીમાં 97 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

બેંકિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો મુંબઈસારા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉછાળો આવ્યો હતો જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. રિયલ્ટી, પીએસઈ, બેન્કિંગ અને ફાર્મા શેર્સમાં ખરીદી હતી. જ્યારે આઈટી, એફએમસીજી,…

અમદાવાદમાં બે-ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડાથી દોડધામ

શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા, સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો અમદાવાદઅમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા. સાયન્સ સિટી…

શિક્ષણ-પ્રશિક્ષણ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપવાનો ઉદ્દેશ્ય સાથે નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનો પ્રારંભ

મુંબઈ મુંબઈ શહેર નવેમ્બર 1, 2023ના રોજ નવી શિક્ષણ સંસ્થા નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS)ના ઉદ્દઘાટનનું સાક્ષી બન્યું હતું. આ સંસ્થા શિક્ષણ અને પ્રશિક્ષણના અભિગમોને પુનઃવ્યાખ્યાયિત કરશે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) કેમ્પસની બાજુમાં આવેલી આ નવી સ્કૂલની કલ્પના અને ડિઝાઇન અત્યાધુનિક કેમ્પસ તરીકે વિદ્યાર્થીઓને શીખવાની મોકળાશ આપવા સાથે નાના-મોટા જૂથો…

પહેલી વાર આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ અને ગારમેન્ટ પ્રદર્શન 16-18 ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે

વર્લ્ડ યુનિફોર્મ બજાર 2030માં તે 25 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે દેશમાં યુનિફોર્મ ઉદ્યોગમાં મોટી વૃદ્ધિ થાય અને મહારાષ્ટ્રમાં સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાંને સાકાર કરવા માટે સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા તેનું વાર્ષિક પ્રદર્શન આ વખતે વડા પ્રધાનના પોતાના સંસદીય મતવિસ્તાર અને ભરપૂર વૃદ્ધિની સંભાવના ધરાવતા વારાણસીમાં લઈ…

AJIO AJIOGRAM સાથે D2C-કેન્દ્રિત ઇન્ટરેક્ટિવ કોમર્સમાં પ્રવેશ કરે છે; ભારતમાંથી આગામી 100 ફેશન સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનું લક્ષ્ય

● ગ્રાહકો AJIO એપમાંથી AJIOGRAM ને ઍક્સેસ કરી શકશે ● આવતા વર્ષ સુધીમાં 200 વિશિષ્ટ ભારતીય ફેશન અને જીવનશૈલી D2C બ્રાન્ડને ઓનબોર્ડ કરવાની યોજના ● યથાસ્થિતિને વિક્ષેપિત કરીને, પ્લેટફોર્મ એક અનન્ય ઉકેલ પ્રદાન કરે છે જે D2C બ્રાન્ડ્સ માટે બ્રાન્ડ નિર્માણ અને દૃશ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ● પુરૂષો અને સ્ત્રીઓના કપડાં, ફૂટવેર અને…

ગોવા નેશનલ ગેમ્સમાં ફ્રેનાઝ અને ફિલઝાહે ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરીએ હાલમાં ગોવા ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સની ટેબલ ટેનિસ ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે માત્ર ડબલ્સમાં મેડલ જ નિશ્ચિત કર્યો ન હતો પરંતુ સાથે સાથે રાજ્યના ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ પણ રચ્યો હતો. સુરતની ફ્રેનાઝ અને ફિલઝાહે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં મોખરાના ક્રમની દિયા ચિતાલે અને અનન્યા બાસક…

સેન્સેક્સમાં 490 અને નિફ્ટીમાં 144 પોઈન્ટનો ઊછાળો

બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી, રોકાણકારોની સંપત્તિમાં સારો એવો વધારો થયો મુંબઈઆજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. સતત બે દિવસના ઘટાડા પછી, ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો…

એઆઈના જોખમોના આકલન માટે એક થઈને કામ કરવા પર 28 દેશ સહમત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ૩૦ કરોડ નોકરીઓનો ભોગ લઈ લેશે, મતલબ કે ૩૦ કરોડ લોકો બેકાર થઈ જશે, એઆઈ સંપૂર્ણપણે બેકાબૂ બની જાય એવો ખતરો લંડન વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની ચર્ચાઓ વચ્ચે આજે 27 દેશોએ એક થઈને એઆઈ મામલે વાંધો ઉઠાવ્યો છે. આજે યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો મામલો મહત્વની બેઠક યોજાઈ…

પુછ્યા વગર આઈબ્રો કરાવનારી પત્નીને પતિએ વીડિયો કોલ પર તલાક આપી દીધા

પીડિત મહિલા ગુલસબાએ પોલીસ સ્ટેશનમાં જઈને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી કાનપુરઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પતિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે તલાક આપી દીધું કારણ કે, તેણે બ્યૂટી પાર્લરમાં પોતાની આઈબ્રો કરાવડાવી હતી. પતિને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને પત્નીને તલાક આપી…

એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના 6 ખેલાડીએ નવ મેડલ મેળવ્યા

ગુજરાતના 19 ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરવા ચીન ખાતે ગયા હતા અમદાવાદભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કરતા કુલ 111 મેડલ જીત્યા હતા, જેમાં 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત તરફથી ગુજરાત રાજ્યના 19 ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 6 ખેલાડીઓએ 9 મેડલ મેળવી ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે…

રાજસ્થાનમાં ઈડીના અધિકારી-સાથીની લાંચના કેસમાં એસીબી દ્વારા ધરપકડ

ઈડી અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો જયપુરરાજસ્થાનમાં ગઈકાલે ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સીએમ ગહલોતના પુત્ર વૈભવને પણ ફેરા સંબંધિત કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. દરમિયાન રાજસ્થાન એસીબીએ ઈડીના એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડ્યો…

વિશ્વમાં સૌથી વધુ યુએઈના વર્કર એવરેજ 52.6 કલાક કામ કરે છે

ભારતમાં સરેરાશ 48 કલાક, ચીનમાં વર્કર એવરેજ 46 કલાક કામ જયારે અમેરિકામાં 37 કલાક અને યુકે અને ઇઝરાયેલમાં 36 કલાક કામ કરે છે નવી દિલ્હી ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના નિવેદનને લઈને હોબાળો થયો છે. નારાયણ મૂર્તિએ સલાહ આપી છે કે દેશના યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ, જેથી ભારત ઝડપથી પ્રગતિ કરી શકે….

હમાસને જ્યારે પણ પૈસાની જરુર હોય ત્યારે તે યુધ્ધ શરુ કરી દે છેઃ મોસાબ હસન

એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં મોસાબ હસને કહ્યુ હતુ કે, હમાસ પૈસા માટે બાળકોના જીવ લેવામાં ખચકાતું નથી તેલ અવીવ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં હમાસના સ્થાપકો પૈકીના એક શેખ હસન યૂસુફના પુત્ર મોસાબ હસન યૂસુફ દ્વારા કરાયેલા સ્ફોટક ખુલાસાએ તમામને ચોંકાવી દીધી છે. એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં મોસાબ હસને કહ્યુ હતુ…

માતા બનવું હોઈ પતિને જેલમાંથી 15 દિવસ માટે મુક્ત કરવા પત્નીની અરજી

મહિલાએ સંતાન પ્રાપ્તિને પોતાનો મૌલિક અધિકાર ગણાવ્યો, કોર્ટે મેડિકલ કોલેજના ડીનને નિષ્ણાત ડોક્ટરોની ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો ઈન્દોર મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ અરજી દાખલ કરતા માંગ કરી છે કે, તે માતા બનવા માંગે છે. એટલા માટે તેના પતિને જેલમાંથી મુક્ત કરવામાં આવે. હવે આ મામલે હાઈકોર્ટે મહિલાની…

ઈઝરાયેલને કાબૂમાં લેવા આર્તિક બહિષ્કારની મુસ્લિમ દેશોને ઈરાનનું સુચન

ઈઝરાયેલના અત્યાચારોને રોકવા માટે તમામ દેશોએ ભેગા મળીને લડત આપવી પડશેઃ અયાતુલ્લા ખામૈની તહેરાન ગાઝા પરના હુમલા રોકવા માટે દુનિયાભરમાંથી થઈ રહેલી અપીલોને ઠુકરાવી દેનાર ઈઝરાયેલને કાબૂમાં કરવા માટે હવે ઈરાને ઈઝરાયેલનો આર્થિક બહિષ્કાર કરવાનુ સૂચન દુનિયાના મુસ્લિમ દેશોને કર્યુ છે.  ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામૈનીએ મુસ્લિમ દેશોને કહ્યુ છે કે, ઈઝરાયેલના અત્યાચારોને રોકવા માટે…

પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી ઈસ્લામાબાદ આર્થિક બદહાલી સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં હવે પ્રદૂષણ હાહાકાર મચાવી રહ્યુ છે. પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયા બાદ સરકારે અહીંયા ઈમરજન્સી લગાવવી પડી છે.  પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ…

હજુ વધુ ખાના-ખરાબી કરવાની હમાસની ખુલ્લી ધમકી

અલ અક્સા ફ્લડ માત્ર પહેલી વખત હતું પરંતુ તે બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત પણ થશેઃ ગાઝી હમાદ તેલ અવીવ ઈઝરાયેલ પર હુમલો કરનારા હમાસે ફરી એક વખત તેમના ઈરાદા જાહેર કરી દીધા છે. હમાસના એક અધિકારીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેઓ ઈઝરાયેલ પર વારંવાર હુમલા કરતા રહેશે અને હજુ વધારે ખાના-ખરાબી…

જરૂરી વસ્તુઓની સપ્લાય માટે ઈઝરાયેલ-હમાસ યુધ્ધ થોડો સમય રોકોઃ યુએસ

અમેરિકી રાષ્ટ્રપતિએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમ દરમિયાન આ વાતનો ઉલેખ્ખ કર્યો વોશિંગ્ટન ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ છે કે અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે ચાલતા સંધર્ષને લઇ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, માનવીય જરૂરિયાતોને માટે જરૂરી વસ્તુઓની સપ્લાય પૂરી પાડવા ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ થોડા સમય…