હીરામણિ પ્રાયમરી સ્કૂલના આર્યન  અવધકુમાર અમીને રાજ્ય કુડો ટુર્નામેન્ટ-2025-26માં ગોલ્ડ મેડલ મેળવ્યો

અમદાવાદ ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ 2025-26 જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-11 બોયઝ માં હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.5 ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે.  કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે, જેના કોચ પ્રવિણ જાદવ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન,…

નરહરિ અમીનના હસ્તે હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના

અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે નરહરિ અમીનના હસ્તે (હીરામણિ સંસ્થાના પ્રમુખ, સાંસદ-રાજ્યસભા – ગુજરાત)  હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (ઘરડાઘર) કેમ્પસમાં આવેલ દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.

સીઆઈઆઈ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે ગુજરાતના રાજકોટમાં તેના 31મા ચેપ્ટરનો પ્રારંભ કર્યો

રાજકોટ આઈજીબીસી રાજકોટ ચેપ્ટરનું લોન્ચિંગ ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકીના એક શહેરમાં ટકાઉ તથા પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવામાં એક મહત્વનું પગલું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સંસાધનોની કાર્યક્ષમતા, ઊર્જા સંવર્ધન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને આગળ વધારે તેવી ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસીસ અપનાવવામાં બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને નીતિ ઘડનારાઓ સહિતના સ્થાનિક હિતધારકોને સાંકળવાનો છે. સહયોગ સાધીને…

Talati Rejected List-1 Released: Check Your Status Now

નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/08/talati-rejected-list-1-released-check-your-status-now 📢 તલાટી ભરતી રિજેક્ટ લિસ્ટ-૧ જાહેર: મહત્વપૂર્ણ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ તલાટી માટે કુલ ૨૩૮૯ જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. OJAS પોર્ટલ પર તા. ૨૬/૦૫/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.

ઓગસ્ટ 2026 માં નવી દિલ્હીમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપના લેન્ડમાર્ક 30મા સંસ્કરણનું આયોજન

હૈદરાબાદ દ્વારા આયોજિત થયાના સત્તર વર્ષ પછી, બેડમિન્ટનની સૌથી મોટી ચેમ્પિયનશિપ ભારતમાં પાછી આવી રહી છે, આ વખતે રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 17 વર્ષ પછી ભારતમાં પાછી આવશે, જેમાં રાજધાની, નવી દિલ્હી, ઓગસ્ટ 2026 માં સીમાચિહ્નરૂપ 30મા કાર્યક્રમનું આયોજન કરશે. આ જાહેરાત પેરિસમાં 2025 ચેમ્પિયનશિપના સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવી હતી, જ્યાં…

ટેનિસ પ્રીમિયર લીગની ઐતિહાસિક સાતમી સિઝન અમદાવાદમાં યોજાશે

અમદાવાદ ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) ના નેજા હેઠળ યોજાતી ભારતની એકમાત્ર ટેનિસ લીગ ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની બહુઅપેક્ષિત સાતમી સિઝન 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાશે. પ્રથમવાર આ લીગ મહારાષ્ટ્રની બહાર યોજાશે. લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે જેવા દિગ્ગજ સ્ટાર્સ દ્વારા…

ચેક રાષ્ટ્ર ખાતે હરમિત દેસાઈએ સિલ્વર મેડલ જીત્યો

ગાંધીધામ ભારતના ઓલિમ્પિયન ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ ચેક રાષ્ટ્રમં ઓમેગા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28થી 31મી ઓગસ્ટ દરમિયાન યોજાયેલી WTT ફીડર ઓલોમોસ 2025 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ફાઇનલમાં ત્રીજા ક્રમના હરમિતનો સાતમા ક્રમના ઇરાનિયન ખેલાડી નોશાદ અલામિયાંસામે 2-3થી પરાજય થયો હતો.32 વર્ષીય હરમિતે ટુર્નામેન્ટમાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. તેણે સ્થાનિક…