સાંસદોના સસ્પેન્શ મુદ્દે વિપક્ષી સાંસદોની સંસદથી વિજય ચોક સુધી કૂચ

Spread the love

143 સાંસદોને ગૃહમાંતી સસ્પેન્ડ કરવા સામે વિપક્ષોનો જોરદાર વિરોધ

નવી દિલ્હી

સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ 140થી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી રહી છે.

આ કૂચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આજે અમે જે દેખાવ કરી રહ્યા છીએ તે તેમની વિરુદ્ધ આંદોલન છે. સરકાર અને ગૃહના વડા નથી ઈચ્છતા કે સદન ચાલે. લોકશાહી આપણને ગૃહમાં વાત કરવાનો અધિકાર આપે છે. સંસદની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તે મામલે અમે સરકાર પાસે જવાબ માંગતા હતા.

સંસદમાં વિપક્ષી સાંસદોએ સંસદમાં 13 ડિસેમ્બરે થયેલી ચૂક મામલે હંગામો કરતા બંને ગૃહોમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં લોકસભામાંથી કુલ 97 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 14 ડિસેમ્બરે 13 સાંસદો, 18 ડિસેમ્બરે 33 અને સૌથી વધુ 49 સાંસદોને 19 ડિસેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તમામ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *