તાતા જૂથની માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના અર્થતંત્ર કરતા પણ વધુ

Spread the love

પાકિસ્તાનનું  અર્થતંત્ર લગભગ 3.41 હજાર કરોડ ડોલર છે, તો બીજી તરફ તાતા જૂથની માર્કેટ વેલ્યુ લગભગ 3.65 હજાર કરોડ ડોલર છે

નવી દિલ્હી

તાતા જૂથની કંપનીઓ રોકાણકારોની સંપત્તિમાં વધારો કરી રહી છે. એક વર્ષમાં તાતા જૂથની માર્કેટ વેલ્યુ એટલું વધી ગયું છે કે, પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ છોડી દીધુ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનું  અર્થતંત્ર લગભગ 3.41 હજાર કરોડ ડોલર છે, તો બીજી તરફ તાતા જૂથની માર્કેટ વેલ્યુ લગભગ 3.65 હજાર કરોડ ડોલર છે. 15 લાખ કરોડ રૂપિયા એટલે કે 1.70 હજાર કરોડ ડોલરની માર્કેટ વેલ્યુ ધરાવતી તાતાની કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટૂસીએસ) પાકિસ્તાનના અડધા અર્થતંત્ર બરાબર છે.

તાતા જૂથની અનલિસ્ટેડ કંપનીઓ જેમ કે, તાતા સન્સ, તાતા કેપિટલ, તાતા પ્લે, તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, એર ઈન્ડિયા અને વિસ્તારાના એરલાઈન્સ બિઝનેસની ગણતરી કરવામાં આવે તો તાતા જૂથના માર્કેટ વેલ્યુમાં વધું 1.60-1.70 હજાર કરોડ ડોલરનો વધારો થશે.

પાકિસ્તાન ભારે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનની કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) નાણાકીય વર્ષ 2022માં 6.1 ટકા અને નાણાકીય વર્ષ 2021માં 5.8 ટકા વધારો થયો હતો, પરંતુ હવે નાણાકીય વર્ષ 2023માં તેમાં ઘટાડો થયો છે. પૂરના કારણે પાકિસ્તાનમાં અબજો ડોલરનું નુકસાન થયું હતું. પાકિસ્તાન પર 1.25 હજાર કરોડ ડોલરનું વિદેશી દેવું છે. જુલાઈથી 2500 કરોડ ડોલરના વિદેશી દેવું ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આઈએમએફ તરફથી તેનો 300 કરોડનો કાર્યક્રમ પણ માર્ચમાં સમાપ્ત થઈ રહ્યો છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 800 કરોડ ડોલર છે.

તાતા જૂથની કંપનીઓની વાત કરીએ તો વધુ કંપનીના વેલ્યુમાં વધારો તાતા મોટર્સ અને ટ્રેન્ટ થકી થયો. ઉપરાંત ટીસીએસ, ટાઈટન અને  તાતા પાવરના શેરમાં પણ એક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં લિસ્ટેડ તાતા ટેક સહિત, તાતાની આઠ કંપનીઓ – તાતા ટેક, ટીઆરએફ, ટ્રેન્ટ, બનારસ હોટેલ્સ, તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, તાતા મોટર્સ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા અને આર્ટસન એન્જિનિયરિંગે એક વર્ષમાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *