ટોપનોચને હરાવીને મલ્ટિમેચ માર્વેલ્સ GSL ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ (GSL)માં બુધવારે અત્યંત રોમાંચક બનેલી ફાઇનલમાં મલ્ટિમેટ માર્વેલ્સે 16 પોઇન્ટથી પાછળ રહેવા છતાં ટોપનોચ એચિરવર્સને 130-119થી હરાવીને જીએસએલનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું.

ઇવેન્ટના ધીમા પ્રારંભ બાદ ટોપનોચ એચિવર્સે તેના સુકાની પાયસ જૈનની મદદથી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વર્તમાન લીગની એકમાત્ર અજેય રહેલી ટીમ સામે મજબૂત પ્રારંભ કર્યો હતો પરંતુ હરમિત દેસાઈની ટીમ કાંઇક અલગ જ યોજના ધરાવતી હતી.32 વર્ષીય ઓલિમ્પિયન હરમિતે કપરાં સમયે તેની ટીમ પાછળ હતી ત્યારે ધૈર્ય દાખવ્યું હતું અને તેની ટીમની મહિલા ખેલાડીઓને પણ શાંતિથી આગળ ધપવાની સલાહ આપી હતી. તેની ટીમના કોઈ ખેલાડીએ કેપ્ટનને નિરાશ કર્યો ન હતો. સુહાના સૈની અને રાધાપ્રિયા ગોયેલે મહત્વની મેચમાં પોઇન્ટ હાંસલ કર્યા હતા અને તેનાથી મોખરાની ટીમ સરસાઈ હાંસલ કરી શકી હતી.બાજી પલટાઈ અને માર્વેલ્સ તરફ આવવા લાગી ત્યારે હરમિત અને રાધાપ્રિયાની જોડીએ પોતાની આગવી રમત દાખવી હતી અને આક્રમક શોટ રમ્યા હતા. બંનેએ તેમની ટીમને આ મેચમાં પહેલી વાર સરસાઈ અપાવી હતી. આ સરસાઈ છેક સુધી જળવાઈ રહી હતી. અંતે માર્વેલ્સે 2,50,000 રૂપિયાની ઇનામી રકમ પણ જીતી હતી.મેચ બાદ માર્વેલ્સના કોચ દેવેશ કારિયાએ જણાવ્યું હતું કે “ટુર્નામેન્ટ અગાઉ અમે વિમેન્સ ડબલ્સની પ્રેક્ટિસ પર ફોકસ કર્યું હતું. આ બાબત ફાઇનલમાં પાછળ રહેવા છતાં પરત ફરવાની અમારી સફળતામાં મહત્વપૂર્ણ બની રહી હતી.”

બેસ્ટ પ્લેયર્સની યાદી :બેસ્ટ ફિમેલ જુનિયરઃ દાનિયા ગોદીલ (ટોપનોચ)બેસ્ટ મેન્સ જુનિયરઃ અભિલાક્ષ પટેલ (ટોપનોચ)બેસ્ટ ગુજરાત ફિમેલઃ રાધાપ્રિયા ગોયેલ (મલ્ટિમેટ)બેસ્ટ ગુજરાત મેન્સઃ ચિત્રાક્ષ ભટ્ટ (ટોપનોચ)બેસ્ટ નેશનલ ફિમેલઃ સુહાના સૈની (મલ્ટિમેટ)બેસ્ટ નેશનલ મેન્સઃ હરમિત દેસાઈ (મલ્ટિમેટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *