વિડાલ હેલ્થ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ HPV વેક્સીનના એક્સેસ પર સહયોગ કર્યો

Spread the love

·         વિડાલ હેલ્થના પ્લેટફોર્મ પર પ્રથમવારનો ડિજિટલ હેલ્થ પ્રોગ્રામજે HPV વેક્સીનને વધુ સગવડભર્યું બનાવવા માટે એન્ડટુએન્ડઅનુકૂળ અને કેશલેસ અનુભવ આપશે.

·          સહયોગ વિડાલ હેલ્થના પ્રતિરક્ષાત્મકડિજિટલપ્રથમ હેલ્થકેર પૂરી પાડવાના પ્રયાસોનો એક ભાગ છે.

મુંબઈ/પુણે

પ્રતિરક્ષાત્મક અને ડિજિટલ-પ્રથમ હેલ્થકેર તરફ એક પગલાના ભાગરૂપે ભારતના બીજા સૌથી મોટા TPA સર્વિસ પ્રોવાઈડર વિડાલ હેલ્થ અને વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક સાયરસ પૂનાવાલા ગ્રૂપનો ભાગ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)પ્રા. લિ. આજે સર્વિકલ કેન્સર પ્રિવેન્શન અને અવેરનેસ માટેના રાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા માટે એક વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે

1 ઓક્ટોબર, 2025થી  વિડાલ હેલ્થનું પ્લેટફોર્મ  HPV વેક્સીન માટે પહેલીવખત એન્ડ-ટુ-એન્ડ એટલે કે તમારા માટે અનુકૂળ અને કેશલેસની સુવિધા પ્રદાન કરશે. તેમાં તમે પસંદ કરેલા સ્થળે ડિજિટલી ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરવાથી માંડીને સંમતિ આપવા અને સર્ટિફિકેશન મેળવવા સુધીની તમામ પ્રોસેસ કોઈ પણ પ્રકારના પેપરવર્ક  વિના સરળતાથી કરી શકશો. આ હેલ્થ પ્રોગ્રામ સમયસર ડોઝ રિમાઇન્ડર્સ,  મોનિટરિંગ અને કાર્યક્ષમ નેટવર્ક મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ સહાયતા પૂરી પાડશે.

વિડાલ હેલ્થ બજાજ ફિનસર્વ હેલ્થની 100% સબસિડિયરી છે અને એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જે વિખરાયેલા હેલ્થકેર ડિલિવરી ઇકોસિસ્ટમને એકત્રિત કરે છે અને પ્રિવેન્ટિવથી લઈને પ્રીપેઈડ હેલ્થકેર સુધીના પ્રોડક્ટ્સ અને સર્વિસેસની ઓફર કરે છે.  આ ઉપરાંત તેમાં OPD કેર અને ટેલીમેડિસિનનો પણ સમાવેશ થાય છે.

બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું કે, ભારતમાં હેલ્થકેરનું માળખું એક મૂળભૂત પરિવર્તન અનુભવી રહ્યું છે  બીમારી પછીની પ્રતિક્રિયાત્મક કાળજીમાંથી પ્રતિરક્ષાત્મક કાળજી તરફજે અવેરનેસ અને આયુષ્માન ભારત જેવી પરિવર્તનકારી પહેલોથી સંચાલિત છેબજાજ ફિનસર્વ હેલ્થમાં અમે લોકોને તંદુરસ્ત રહેવા માટે સશક્ત બનાવતું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવીને  બદલાવને આકાર આપી રહ્યા છીએજેના કેન્દ્રમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર છેસીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેનો અમારો સહયોગ અમારા વેક્સિનેશન પ્રોગ્રામ માટેની મજબૂત શરૂઆત દર્શાવે છેવ્યક્તિગત અને કોર્પોરેટ્સની હેલ્થને પ્રોએક્ટિવ રીતે મેનેજ કરવા માટે ડિજિટલ સુવિધાથી સજ્જ કર્યા છે પહેલથી અમે ફક્ત તેમને લાંબા ગાળાના હેલ્થકેર ખર્ચ ઘટાડવામાં મદદ  નહીંપરંતુ રાષ્ટ્રના સતત સુખાકારીમાં યોગદાન પણ આપી રહ્યા છીએ.”

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર,અદાર પૂનાવાલાએ કહ્યું કે, “HPV વેક્સીન સર્વિકલ કેન્સર અટકાવવામાં મહત્વપૂર્ણ પગલું છેપરંતુ તેનો પ્રભાવ વધારવા માટે વિશાળ પ્રમાણમાં પ્રાપ્યતા અને લોકોને જાગૃત કરવા મહત્વપૂર્ણ બાબત છેવિડાલ હેલ્થ સાથેનો અમારો સહયોગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વેક્સીનને વધુ કાર્યક્ષમ રીતે અને વિશાળ સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરે છે.  આવશ્યક વેક્સીનને બનાવવા અને જાહેર આરોગ્યના પરિણામોને સુધારવા માટે  પહેલ અમારા સતત પ્રયાસોને સમર્થન આપે છે.”

વિડાલ હેલ્થકેર સર્વિસીસ લિ.ના વ્હોલ ટાઇમ ડિરેક્ટરનીથા ઉથૈયાહએ  કહ્યું, “સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેનો સહયોગ આપણા આરોગ્યસંભાળને સર્વસામાન્ય અને સર્વસુલભ બનાવવાના અમારી  જર્નીમાં મહત્વપૂર્ણ છેજે પારદર્શક અને પ્રતિરક્ષાત્મક આરોગ્યકાળજી પૂરી પાડવાની સગવડ આપે છેઉપરાંત અમારી હાજર સેવાઓ જેમ કે કાર્યક્ષમ ક્લેમ્સ પ્રોસેસિંગ અને વિવિધ વેલનેસ પ્રોગ્રામ્સ સાથે પૂરક બને છે પ્રોગ્રામ દ્વારા અમે ભારતમાં ઊંચા હોસ્પિટલાઈઝેશન અને ખર્ચને ઘટાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ અને  રીતે કેર ઇકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવીએ છીએ.”

આ પહેલ મહત્વપૂર્ણ છે કારણ કે તે હેલ્થકેર પ્રોવાઈડર્સ, વેક્સીન ઉત્પાદકો અને આરોગ્ય સેતુ જેવા રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ્સને એક સાથે લાવે છે, જેથી વધુ મજબૂત અને જોડાયેલ કેર ઇકોસિસ્ટમની રચના કરી શકાય. આ ઉપરાંત, તે વિડાલ હેલ્થના પ્રતિરક્ષાત્મક આરોગ્યકાળજીની સેવાઓને વ્યક્તિગત સ્તરે વિસ્તાર કરે છે. સાથે તે પોતાના આરોગ્ય-કેન્દ્રિત ઉકેલોને પ્રતિરક્ષાત્મક કાળજીની વિશાળ શ્રેણીમાં વિસ્તારી શકે. વિડાલ હેલ્થનું ડિજિટલ પ્લેટફોર્મ હાલમાં ડોક્ટર કન્સલ્ટેશન્સ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, હેલ્થ ચેક-અપ્સ, વેલનેસ પ્રોગ્રામ્સ અને હેલ્થ ફાઇનાન્સિંગ વિકલ્પો ઓફર કરે છે.

HPV વેક્સીન  સીધી વિડાલ હેલ્થના ડિજિટલ પ્લેટફોર્મ  પર ઉપલબ્ધ થશે,  જેમાં કોઈ મધ્યસ્થી નહીં અને કોઈ વિલંબ વગર ઉચ્ચ ગુણવત્તાની HPV વેક્સીન મળી રહેશે. આ સાથે પ્લેટફોર્મ ડિજિટલ રજિસ્ટ્રેશન, કેશલેસ ચૂકવણી અને મલ્ટિ-ડોઝ વેક્સિનેશન શેડ્યૂલનું ઓટોમેટિક ટ્રેકિંગની સુવિધા આપે છે. કોર્પોરેટ્સના કર્મચારીઓને વર્ક પ્લેસ પર અથવા વિડાલ  હેલ્થના કોઈપણ પાર્ટનર ક્લિનિકમાં વેક્સિનેશન માટેની સુવિધા રહેશે. સંપૂર્ણ હેલ્થ પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે વપરાશકર્તાઓ માટે પારદર્શક અને સરળ બની રહે, અને તેની કિંમત સસ્તી અને બધા માટે ઉપલબ્ધ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *