
હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભાગ્યેશ જોષી અને કૉ. ઓર્ડિનેટર ગિરિશ લાલવાણીએ સમગ્ર સ્ટાફને અને વિદ્યાર્થીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.
