હૈદ્રાબાદ

અમદાવાદ ડિફેન્ડર્સે અવિસ્મરણીય કમબેક કરતા રવિવારે હૈદરાબાદના ગાચીબોવલી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલ આરઆર કાબેલ પ્રાઈમ વોલીબોલ લીગ પાવર્ડ બાય સ્કૈપિયાની મેચમાં હૈદરાબાદ બ્લેક હૉક્સને 9-15, 7-15, 15-9, 15-11, 15-8નાં અતરથી હરાવ્યું હતું. બત્તૂર બત્સુરી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.
હૈદરાબાદની ટીમનો મેચના પ્રથમ હાફમાં દબદબો જોવા મળ્યો હતો, જોકે યજમાન ટીમે મેચની વચ્ચે લય ગુમાવી હતી. જે પછી અમદાવાદે આકરી મહેનત કરી અને વળતી લડત આપતા જીત હાંસલ કરી હતી.
મેચની પ્રારંભિક લાઈનઅપમાં જ ગુરુ પ્રશાંતને ટીમમાં સામેલ કરી હૈદરાબાદ હૉક્સે પોતાના અટેકિંગ વલણના સંકેત આપી દીધા હતા. વિટોર યુડી યામામોતો અને નિયસ અબ્દુલ સલામે હૉક્સના ડિફેન્સની કસોટી કરી હતી. જ્યારે યજમાન ટીમે મિડલ ઝોનમાં પ્રારંભિક તબક્કામાં જ્હોન જોસેફ અને શિખર સિંઘ સાથે દબદબો બનાવ્યો હતો.
સેટર પ્રિત કરને સેન્ટર સ્ટેજ પર ઓવરઓલ પાસિંગમાં સુધાર સાથે આકર્ષણ જમાવ્યું હતું. સાહિલ કુમારના સુપર સર્વ એ અમદાવાદને મેચની સ્થિતિમાંથી બહાર કરી હતી અને હૉક્સે મેચ પર નિયંત્રણ મેળવ્યું હતું.
અમદાવાદ ડિફેન્ડર્સના કેપ્ટન અને સેટર મુથુસામી અપ્પાવુ પાસે વિકલ્પો ખૂટી રહ્યાં હતા. આ સમયે તેણે ડાબોડી હર્ષ ચૌધરીને કોર્ટ પર લાવવાનો નિર્ણય લીધો. આ યુવા ખેલાડીએ શાનદાર સુપર સર્વ સાથે અમદાવાદ ડિફેન્ડર્સના કમબેકનો માર્ગ મોકળો કર્યો હતો.
આ દરમિયાન બત્સુરીએ ખરા સમયે લય હાંસલ કરી હૈદરાબાદના ડિફેન્સની મુશ્કેલી વધારવાનું શરૂ કર્યું. અખીન અને અભિનવનાં પ્રભાવશાળી બ્લોક્સની મદદથી માહોલ અમદાવાદની તરફેણમાં જતો જોવા મળ્યો. આ સમયે હર્ષે પોતાના બીજા સુપર સર્વ થકી મેચને પાંચમાં સેટમાં ધકેલી હતી.
હર્ષે પોતાનું શાનદાર પ્રદર્શન પાંચમાં સેટમાં પણ જાળવી રાખ્યું. તેના આ સેટમાં વધુ એક વખત સુપર સર્વ થકી સ્થાનિક દર્શકોમાં સન્નાટો છવાયો હતો. બત્સુરીના પાવરફુલ સ્પાઈક્સ એ સાબિત કર્યું કે તેનો સામનો કરવો હરીફો માટે મુશ્કેલ છે અને આ સાથે જ અમદાવાદે શાનદાર પ્રદર્શન સાથે કમબેક કર્યું હતું.
