દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ અંડર-14 મલ્ટી ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં

કનિશ આહિર
Spread the love

અમદાવાદ

રિશિત શ્રીવાસ્તવની શાનદાર સદી અને કનીશ આહિરની મેચમાં કુલ 14 વિકેટની મદદથી દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે  અંડર-14 મલ્ટી ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં માધવ એજ્યુકેશન કેમ્પસને ઈનિંગ્સ અને 117 રને આસાનીથી હરાવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. માધવ એજ્યુકેશન કેમ્પસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 71 રન બનાવ્યા જેના જવાબમાં ડીપીએસે 287 રનનો જંગી સ્કોર ખડકીને પ્રતિસ્પર્ધી ટીમનો બીજો દાવ 99 રનમાં સમેટીને શાનદાર વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોરઃ

માધવ એજ્યુકેશન કેમ્પસઃ પ્રથમ ઈનિંગ્સઃ 71 રન ( સિદ્ધાર્થ રાજપૂત 42, કનિશ આહિર 4 રનમાં છ, ઈબ્રાહિમ આવરી 17માં ચાર વિકેટ).

રિશિત શ્રીવાસ્તવ

ડીપીએસઃ પ્રથમ ઈનિંગ્સઃ 287 રન (રિશિત શ્રીવાસ્તવ 102, ઈબ્રાહિમ આવરી 59, વંશરાજસિંહ જાડેજા 80માં ચાર, સિદ્ધાર્થ રાજપૂત 48માં ત્રણ, વંશ શાહ 73માં બે વિકેટ)

માધવઃ બીજી ઈનિંગ્સઃ સિદ્ધાર્થ રાજપૂત 30, યશ પંચાલ 28, વંશરાજ જાડેજા 25 રન, કનિશ આહિર 11માં આઠ વિકેટ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *