
અમદાવાદ
અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો અખંડ આનંદ માધ્યમિક શાળાને 225 રને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 26 નવેમ્બરે રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક
અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં અખંડ આનંદ માધ્યમિક શાળાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 50 ઓવરમાં 9 વિકેટે 298 રન કર્યા હતાં. ક્રિષ્ના તિવારીએ 80 બોલમાં 67 રન, હર્ષરાજ રાઠોડે 45 બોલમાં 48 રન, જૈનીલ પટેલે 77 બોલમાં 44 અને હેલીન પટેલે 26 બોલમાં 38 રન કર્યા હતાં.
અખંડ આનંદ માધ્યમિક શાળાએ 37.3 ઓવરમાં 9 વિકેટે 73 રન કર્યા હતાં. સ્મિત દેસાઈએ 10 ઓવરમાં 8 રન આપી 5 વિકેટ, યક્ષ પટેલે 9.3 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ લીધી હતી.આ મેચમાં હીરામણિ સ્કૂલે અખંડ આનંદ માધ્યમિક સ્કૂલને 225 રનથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
