અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ ફાઇનલ રાઉન્ડમાં ગુજરાત પોલીસ અને સૂર્યવંશી એફસી વચ્ચે મેચ 0-0 થી ડ્રૉ થઈ હતી. એઆરએ એફસી એ જય કાણાની, માનવ વ્યાસ અને સંતનું ના 1-1 ગોલ થી ગોધરા એફસી ને 3-0 થી, સીવીએમ એફસી એ નિખિલ, મોહમદ આયાન ના 1-1 ગોલ મોઇનુદ્દીન ના 4 ગોલ થી ઇન્કમ ટેક્ષ ને 6-0 થી, આરબીઆઇ એફસી એ તેજ પરીખ, જિગનેશ પરમાર, કૃષ્ણા અને સ્વીકાર ના 1-1 ગોલ થી દ્વિવેદી બ્રધર્સ એફસી ને 4-1 થી પરાજય આપ્યો હતો. દ્વિવેદી બ્રધર્સ ના સૂર્યોદયે 1 ગોલ કર્યો હતો. કર્ણાવતી એફસીએ અબ્બાસ અને ચિરંજીવ ના 1-1 ગોલ થી માસ્ટર એફસી ને 2-0 થી હાર આપી હતી.
અંડર 13 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં એસકે યુનાઇટેડ ના અવીજિતગીરી અને કહાની એફસી ના વિગ્નેશ દ્વારા 1-1 ગોલ થી મેચ ડ્રૉ થઈ હતી. એઆરએ એફસી એ શશાગ, જેહાન સંઘવી, મેઘ પટેલ, હરિદાન બિનલ દ્વારા 1-1 ગોલ અને મોક્ષિલ વિરલ દ્વારા 2 ગોલ થી સીવીએમ એફસી ને 6-0 થી, સેવી સ્વરાજે જહાન વ્યાશ ના 1 ગોલ થી નવરચના ને 1-0 થી પરાજય આપ્યો હતો. ફ્લોરી એસએ અર્ણવ અને આર્યન્શ ના 1-1 ગોલ – ઓએજે એફસી ના મીત અને ધ્યાન મકવાણા ના 1-1 ગોલ દ્વારા મેચ 2-2 થી ડ્રૉ થઈ હતી.
અંડર 15 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં સિગનસ એસએ અને બરોડા એફએ ની મેચ 3-3 થી ડ્રૉ થઈ હતી. કહાની એફસી એ સેવી સ્વરાજ એફસી ને 2-0 થી, ઓજ એફસી એ સૂર્યવંશી એફસી ને 1-0 થી, એસએજી એફએ એ માસ્ટર એફસી ને 1-0 થી હાર આપી હતી. એઆરએ અને નવરચના એફસી ની મેચ 4-4 થી ડ્રૉ થઈ હતી.
અંડર 17 ના બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં સેવી સ્વરાજ એફસી ના ચિત્રાંસ ના જોરદાર 5 ગોલ થી એસએજી એફએ ને 5-2 થી હાર આપી હતી. એસએજી એફએ ના વિધ્યુત જોય અને ઠાકોર અર્જુન દ્વારા 1-1 ગોલ થયા હતા, સીવીએમ એફસી ના ચિરાગ દ્વારા 1 ગોલ અને ઝેવિયર યુનાઇટેડ એફસી ના દ્રોણ પંડ્યા ના 1 ગોલ થી મેચ 1-1 થી ડ્રૉ થઈ હતી. એઆરએ એફસી એ તરુણ ના 1 ગોલ અને કર્મરાજસિંહ ના 2 ગોલ થી બરોડા એફએ ને 3-1 થી પારજય આપ્યો હતો. બરોડા એફએ ના આસીર સોલંકી દ્વારા 1 ગોલ કરાયો હતો. એસજીવીપી એફસી એ પુસ્પયમ અને દાનિશ દ્વારા 1-1 ગોલ થી કહાની એફસી ને 2-0 થી હાર આપી હતી.
