વડોદરા ખાતેની ટુર્નામેન્ટમાં ધિમહી કાબરાવાલા બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ
વડોદરા
સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર વડોદરા 2026 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના બે અંડર-13 ખેલાડીએ દેવ ભટ્ટ ધિમહી કાબરાવાલાએ શાનદાર પ્રદર્શન કરીને મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ બીજીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહી છે.
અંડર-13 બોયઝની ફાઇનલમાં રાજકોટના 12 વર્ષીય દેવ ભટ્ટે પ્રારંભથી જ શાનદાર પ્રદર્શન કરીને ભારતના અભિજીત મુથુકુમારને 3–1 (11–6, 7–11, 11–7, 11–4)થી હરાવીને બોયઝ અંડર-13 ટાઇટલ જીત્યું હતું. WTT કન્ટેન્ડરમાં દેવનો આ પ્રથમ મેડલ હતો.
ગુજરાતના અંડર-13 અને અંડર-15માં મોખરાનો ક્રમાંક ધરાવતા દેવે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતના લક્ષ્ય કુમારને 3-0થી હરાવીને પ્રારંભ કર્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં રાઘવ જગદીશને 3-0થી હરાવ્યો હતો. ત્યાર બાદ સેમિફાઇનલમાં તેનો મુકાબલો સિદ્ધાન્થ મંજુનાથ સામે હતો જે કપરો રહ્યો હતો પરંતુ દે પરિપક્વ રમત દાખવીને તેને 3–1 (11–5, 5–11, 11–9, 11–5)થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અંડર-13 ગર્લ્સ ઇવેન્ટમાં ધિમહીકાબરાવાલાનો રોમાંચક બનેલી સેમિફાઇનલમાં હર્ષિતા નુરાની સામે 1–3 (3–11, 12–10, 8–11, 7–11)થી પરાજય થતાં તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
સુરતની 11 વર્ષીય ખેલાડીએ રાઉન્ડ ઓફ 16માં ભારતની હાલની છઠ્ઠા ક્રમની સાખ્યા સંતોષને 3–2 (11–7, 11–6, 2–11, 6–11, 11–5)થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ધિમહીએ મજબૂત રમત દાખવીને ગ્રેસ સુખિજા સામે 3–1 (11–6, 11–7, 9–11, 17–15)થી વિજય હાંસલ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પોતાની અજેય આગેકૂચ અંગેઆનંદવ્ક્ત કરતાં દેવ ભટ્ટે જણાવ્યું હતું કે “મને ખુશી છે કે હું મારી યોજનાને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારી રીતે અમલમાં મૂકી શક્યો. મેં જે જે ખેલાડીને હરાવ્યા હતા તે તમામ મારા કરતાં ઉંચો ક્રમાંક ધરાવતા હતા. જેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો.”
દેવના લાંબા સમયના કોચ ચિંતન ઓઝા તેના વિશે અગાઉથી જ આગામી લક્ષ્યાંક વિશે યોજના ઘડી રહ્યા છે. “WTT યૂથ કેલેન્ડર બાદ અમે નેશનલ ચેમ્પિયનશિપને લક્ષ્યાંક બનાવી છે.આ સિઝનનો સારી રીતે અંત આણવાની સાથે અમારો લક્ષ્યાંક અંડર-13 કેટેગરમાં મોખરાના ત્રણ ક્રમમાં પહોંચવાનો છે.” તેમ ઓઝાએ જણાવ્યું હતું.
ધિમહીએ બ્રોન્ઝ હાંસલ કર્યો હતો પરંતુ તેને તક ગુમાવ્યાનો રંજ હતો. “અગાઉ મેં ટુર્નામેન્ટની ટાઇટલ જીતવાની મુખ્ય દાવેદાર સાખ્યાને હરાવી હતી તેનાથી મારો આત્મવિશ્વા વધ્યો હતો પરંતુ ફાઇનલમાં પ્રવેશવામાં હં નિષ્ફળ રહી હતી તેનુંદુઃખ છે.” તેમ ધિમહીએ જણાવ્યું હતું.
ધિમહીના કોચ ભાવિન દેસાઈના મતે મહત્વની મેચોનો બિનઅનુભવ તેને નડી ગયો. અને ફાઇનલથી વંચિત રહી હતી. “ક્વોલિફાયર્સથી જ ધિમહી મજબૂત રીતે જીતી રહી હતી. સેમિફાઇનલ મેચ રોમાંચક રહી હતી અને તે દબાણને સહન કરી શકી ન હતી. જોકે તેનો પ્રયાસ શાનદાર રહ્યો હતો અને અમે ભવિષ્યમાં આ પ્રકારના પ્રદર્શન માટે આતુર છીએ.” તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે “નેશનલ અને ઇન્ટરનેશનલ યૂથ સરકિટમાં ગુજરાતના પ્રભુત્વનો પુરાવો WTT કન્ટેન્ડરની આ સફળતા છે. દેવ ભટ્ટ ગુજરાતનો સૌથી પ્રતિભાશાળી યુવાન ખેલાડી છે અને ધિમહી પણ ઝડપથી પ્રગતિ કરી રહી છે. આ એવા ખેલાડી છે જેવી પ્રતિભા રાજ્યમાં હોય તેમ અમે ઇચ્છતા હતા અને તે માટે અમે લક્ષ્યાંક રાખ્યો હતો.”
