દુબેની આક્રમક અડધી સદી, ભારતે વર્લ્ડ કપની મેચમાં નેધરલેન્ડને 17 રને હરાવ્યું

Spread the love

ભારતના છ વિકેટે 193 રનની સામે નેધરલેન્ડની ટીમે સાત વિકેટે 176 રન બનાવ્યા

અમદાવાદ

શિવમ દુબે આક્રમક 66 રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગના જોરે ભારતે વર્લ્ડ કપની તેની છેલ્લી મેચમાં નેધરલેન્ડને આસાનીથી …રને હરાવ્યું હતું. સુપર એઈટમાં ભારતનો 22 ફેબ્રુઆરી રવિવારે  દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 68510 હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા છ વિકેટના ભોગે 193 રન બનાવ્યા હતા જેની સામે નેધરલેન્ડની ટીમ 20  ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવી શકી હતી. ભારત માટે વરૂણ ચક્રવર્તિએ ત્રણ અને શિવમ દુબેએ બે વિકેટ લીધી હતી.

અગાઉ ભારતની સુકાની સુર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે તેનો આ નિર્ણય ટીમ માટે શરૂઆતમાં મોંઘો પુરવાર થયો હતો. ભારતે સૌથી વધુ આક્રમક બેટિંગની આશા જેની પાસેથી હતી તે અભિષેક શર્મા વર્લ્ડ કપમાં ત્રીજી વખત શૂન્ય રન પર આઉટ થયો હતો. તેને દત્તે બોલ્ડ કર્યો હતો. નેધરલેન્ડ માટે બીજી સફળતા પણ દત્તે ઈનફોર્મ ઈશાન કિશનને બોલ્ડ કર્યો હતો. કિશન 18 રનના બનાવી શક્યો  હતો. કિશને સાત બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. તિલક વર્મા સુકાની સુર્યકુમાર સાથે મળીને ટીમના સ્કોરને આગળ વધારે એ પહેલા તિલક વાન બિકના બોલમાં વાન ડેર મર્વેના હાથમાં ઝિલાઈ ગયો હતો. તેણે 27 બોલમાં ત્રણ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 31 રન બનાવ્યા હતા. ભારતે તેની ત્રીજી વિકેટ નવમી ઓવરમાં 69 રને ગુમાવી હતી. સુર્યકુમાર સાથે શિવમ દુબે જોડાયો હતો. બન્ને બેટર ટીમને મજબૂત સ્થિતિ તરફ લઈ જાય એ પહેલાં સુર્યકુમાર યાદવ 28 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે 34 રન બનાવીને સબસ્ટિટ્યૂટ ખેલાડી ટી વાન ડેર ગુજટેનના હાથમાં ક્લેઈના બોલમાં ઝિલાઈ ગયો હતો. ભારતે 110 રને તેની ચોથી વિકેટ ગુમાવી હતી. શિવમ દુબેએ 25 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે તેના 50 રન પૂરા કર્યા હતા. જે સાથે ભારતનો સ્કોર 17મી ઓવરમાં 153 રને પહોંચી ગયો હતો. દુબે (32) અને હાર્દિક (16) વચ્ચે પાંચમી વિકેટમાં 50 રનની ભાગીદારી 27 બોલમાં થઈ હતી જેમાં બે રન એક્સ્ટ્રા હતા. ઈનિંગ્સની છેલ્લી 20મી ઓવરના બીજા બોલે દુબે  વાન બીકના બોલે સબસ્ટિટ્યૂટ ફિલ્ડર ટી વાન ડેર ગુજટેનના હાથમાં 31 બોલમાં ચાર બાઉન્ડ્રી છ સિક્સર સાથે 66 રન બનાવીને આઉટ થયો હતો. રિન્કુ સિંહ ત્રણ બોલમાં એક સિક્સર સાથે છ રને અણનમ રહ્યો હતો જ્યારે હાર્દિક છેલ્લા બોલે વાન બિકની બોલિંગમાં વાન ડેર મર્વેના હાથમાં 21 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 30 રને આઉટ થયો હતો.

નેધરલેન્ડએ 194ના પડકારનો સામનો કરતા વરૂણ ચક્રવર્તિએ મેક્સ ઓ ડોવ્ડને 20 રનના વ્યકિતગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. નેધરલેન્ડે 35 રને તેની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ડોવ્ડે 18 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર ફટકારી હતી. મિચેલ લેવિટ્ટને હાર્દિક પંડ્યાએ વોશિંગ્ટન સુંદરના હાથમાં 24 રને ઝિલાવ્યો હતો. તેણે 23 બોલનો સામનો કરતા ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. એ પછી વરુણે નેધરલેન્ડને બે બોલમાં બે આંચકા આપ્યા હતા. કોલિન એકરમેન 15 બોલમાં એક બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 23 રન બનાવીને રિન્કુ સિંહના હાથમાં ઝિલાયો જ્યારે 94 રનના કુલ સ્કોર પર આર્યન દત્તને વરૂણે ખાતું ખોલાવે એ પહેલાં બોલ્ડ કર્યો હતો. શિવમ દુબેએ બાસ ડી લિડેને વરુણના હાથમાં ઝિલાવ્યો હતો. લિડેએ 23 બોલમાં ત્રણ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 33 રન બનાવ્યા હતા. નેધરલેન્ડની અડધી ટીમ 112 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. 10 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 15 રન બનાવનારા સ્કોટ એડવર્ડસને બુમરાહે બોલ્ડ કર્યો હતો. દુબેએ ઝેક લિયોન કેચેટને વોશિંગ્ટન સુંદરના હાથમાં ઝિવાવ્યો હતો. કેચેટે 16 બોલમાં એક બાઉન્ડ્રી એક સિક્સર સાથે 26 રન ઝૂડી કાઢ્યા હતા જ્યારે નોહ ક્રોએશ 12 બોલમાં 5 બાઉન્ડ્રી સાથે 25 રન કર્યા હતા જોકે ટીમ 17 રન હારી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *