અમદાવાદ
આનંદ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન, વર્લ્ડ ચેસ ફેડરેશન (FIDE) અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે ૨૧.૨.૨૦૨૬ અને ૨૨.૨.૨૦૨૬ના રોજ
આનંદ ઓલ ઇન્ડિયા ઓપન રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતભરમાંથી કુલ 453 ખેલાડીઓ ભાગ લેવાના છે. ચેસના FIDE કાયદા દ્વારા કુલ 9 રાઉન્ડ રમાશે જેમાં 25 મિનિટ અને મુવ 1 થી 5 સેકન્ડનો સમય નિયંત્રણ રહેશે. વિજેતાઓને વિવિધ શ્રેણીઓમાં રૂ. 1.5 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. વિજેતાઓ વચ્ચે કુલ 49 રોકડ ઇનામ અને 137 ટ્રોફી એનાયત કરવામાં આવશે.
ઉદઘાટન સમારોહ 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે 9:00 વાગ્યે રાઇફલ ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે.
ગુજરાતના ટોચના રેટિંગ ધરાવતા ખેલાડીઓ જેમ કે કર્તવ્ય અનડકટ (ELO 2179), જ્વલ સૌરીન પટેલ (ELO 2169), કુશલ જાની (ELO 1958), ઋષિત શર્મા (ELO 1938) અને ઘણા બધા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓ માટે તેમના ગૃહ રાજ્યમાં રેટિંગ મેળવવાની આ સુવર્ણ તક છે.
ઇનામ વિતરણ સમારોહ 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 2.30 વાગ્યે રાઇફલ ક્લબ ખાતે યોજાશે.
