ટ્વીટરને હંફાવવા માટે મેટાએ થ્રેડ્સ લોન્ચ કર્યું

Spread the love

થ્રેડ્સ ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે, તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે, તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળતા આવે છે


વોશિંગ્ટન
આખરે મેટા અને ટ્વિટર વચ્ચે વૉર શરૂ થઈ ગયું હોય તેમ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા થ્રેડ્સ એપ લોન્ચ કરવામાં આવી છે. થ્રેડ્સ એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની ટ્વિટર (ટ્વીટર) સાથે છે. થ્રેડ્સ ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળી આવે છે.
આ એપ હવે ભારતમાં પણ ઉપલબ્ધ કરાવાઈ છે. થ્રેડ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક હોય તો એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ હશે તો થ્રેડ્સ એકાઉન્ટ આપમેળે વેરિફાઇડ થઈ જશે. થ્રેડ્સને તમે એપલના પ્લેસ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ઈન્સ્ટાગ્રામની આઈડીથી લોગિન કરી શકશો.
મેટાનું ઈન્સ્ટાગ્રામ એપ એક ફોટો શેરિંગ મલ્ટીમીડિયા પ્લેટફોર્મ છે. જોકે થ્રેડ્સ ટ્વિટર જેવું એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જો તમે ટ્વીટરનો ઉપયોગ કર્યો હશે તો તમને થ્રેડ્સનો ઉપયોગ કરવામાં તકલીફ નહીં પડે. તે મહદઅંશે જૂના ટ્વિટર વર્ઝન જેવું જ છે.
થ્રેડ્સ માં તમે 500 કેરેક્ટરમાં પોસ્ટ કરી શકશો જેમાં વેબ લિંક, ફોટો (1 વખતમાં 10 ફોટોસ) અને મિનિટ સુધીના વીડિયો સામેલ કરી શકો છો. થ્રેડ્સ માં પણ તમે કોઈને બ્લોક અને ફોલો કરી શકશો. જો તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈને બ્લોક કર્યો હશે તો થ્રેડ્સ પર પણ તે બ્લોક જ રહેશે. થ્રેડ્સમાં હાલ જીઆઈએફએસ નું સપોર્ટ અને “close friend”નું સપોર્ટ નથી. આ ઉપરાંત તેમાં હાલ ડાયરેક્ટ મેસેજિંગનું ફીચર પણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *