અસ્મિતા અંડર 13 નેશનલ ફૂટબોલ લીગ 2025-26માં ગુજરાતની કેરેલાને 1-0થી હરાવી વિજયી  શરૂઆત

Spread the love

અમદાવાદ

અસ્મિતા અંડર 13 નેશનલ ફૂટબોલ લીગ 2025-26માં ગુજરાતની ટીમે કેરેલાને 1-0થી હરાવી વિજયી શરૂઆત કરી હતી. ગુજરાત ની ટીમની આજ રોજ  પ્રથમ મેચ કેરેલા સામે હતી. મેચની શરૂઆત બંને ટીમોએ આક્રમકતા સાથે કરી હતી. મેચની 16મી મિનિટે ગુજરાતની ટીમને કોર્નર કીક મળી, ગુજરાતની કેપ્ટન સંજના મેનીયા દ્વારા ફટકારેલા પરફેક્ટ કોર્નર કીકને જાંબુચા ડાયા દ્વારા ગોલમાં પરિવર્તિત કરી ગુજરાતને 1-0ની લીડ મળી હતી, ફર્સ્ટ હાફનો સ્કોર 1-0 રહ્યો હતો. બીજા હાફમાં પણ બંને ટીમોએ ગોલ કરવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ ગોલ થયો નહીં અને ગુજરાતની ટીમનો 1-0 થી વિજય થયો હતો.

ગુજરાતની ટીમની બીજી મેચ 9.4.26 ના રોજ મિજોરમ સાથે અને 11.4.26 ના રોજ પંજાબ સાથે છે.

ગુજરાતની ટીમમાં નીના ડાભી, અપેક્ષા ઠાકોર, ઊર્મિલા ધોરિયા, પરિધિ ગાંધી, દિવ્યા મેનીયા, માનવી વાજા, કશ્વિ અગરવાલ, માન્શી ધાપા, અવની મીઠાપરા, આરાધ્યા મેનીયા, જાંબુચા ડાયા, મનીષા ગોહીલ, સંજના મેનીયા અને યશ્વિ દેવું છે.

7.4.2926 થી 16.4.2026  દર્મીયાન  એસ. કરતારસિંગ બઈન્સ મેમોરિયલ ફૂટબોલ સ્ટેડિયમ, ખેરામાહીલપૂર, પંજાબ ખાતે અસ્મિતા અંડર 13 નેશનલ ફૂટબોલ લીગ 2025-26 માં ગ્રૂપ Aમાં હોસ્ટ પંજાબ, મિજોરમ અને કેરેલા છે. ગ્રૂપ B માં કર્નાટક, આસામ, જારખંડ અને રાજેસ્થાન ની ટીમો છે.

ટીમ ના હેડ કોચ ફેલ્સીના ફ્રેડરિક મીરાંડા અને મેનેજર તરીકે જયશ્રી ભગવાન રાજન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *