અમદાવદ

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બધુવારે(6 મે) સવારે 8 વાગ્યે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે.
બોર્ડની અખબારી યાદી મુજબ, ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં મોકલવા અંગેની સૂચનાઓ હવે પછી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામ બાદ ગુણચકાસણી કરાવવી હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, નામ સુધારા કે પૂરક પરીક્ષા 2026 માટેના ફોર્મ ભરવા અંગેની વિગતો પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.
