વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 18.5.26એ સીનિયર મેન્સની 2 મેચો રમાડવામાં આવી હતી. જેમાં રાઈસિંગ સન એફસી એ રેવ્સ એફએ પર 3-2 થી, ગોટ એફસી એ એમેચ્યોર એફસી પર 7-3 થી, વિજય મેળવ્યો હતો.
સીનિયર વુમન્સની 6 મેચો રમાડવા માં આવી હતી.જેમાં પારૂલ એફસી એ પ્રોગ્ર્સિવ એસએ પર 11-0 થી, એસએજી એફએ એ સમિક્ષા એફસી પર 5-0 થી, એસએજી રિવર્સ ટીમે યુએસઆઇ એફસી સુરતને 13-0 થી, એસએજી એફએ વડનગરે વડોદરા વંડર્ષને 11-0 થી, વાપી એફસી એ નવરચના સ્પોર્ટ્સ એકેડેમી ને 7-3 થી, સમિક્ષા સ્ટાઈકર એફસી એ , કીક જેક એફસી ને 9-0 થી મહાત આપી હતી.
સ્પર્ધા વડોદરા ના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે.
