કિંગ કોહલીના કોહરામમાં ગુજરાત ટાઈટન્સ કચડાયું, આરસીબીએ પાંચ વિકેટે વિજય મેળવી સતત બીજું ટાઈટલ જીત્યું

Spread the love

ગુજરાતના આઠ વિકેટે 155 રનના જવાબમાં રોયલ ચેલેન્જર્સ હૈદ્રાબાદે 18 ઓવરમાં પાંચ વિકેટે 161 રન બનાવીને વિજય મેળવ્યો

અમદાવાદ

ક્રિકેટ કિંગ વિરાટ કોહલીના આક્રમક 42 બોલમાં નવી બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથના શાનદાર 75 રન અને બોલર્સની વેધક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સ સામે પાંચ વિકેટે વિજય મેળવીને આઈપીએલનું ટાઈટલ સતત બીજી વખત મેળવ્યું છે.

155 રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી આરસીબીએ વિરાટ કોહલીની સાથે વૈંકટેશન ઐયરને ઈનિંગ્સની શરૂઆત કરવા મોકલ્યો હતો જેણે પગમાં ઈજા થવા છતાં 16 બોલમાં 32 રન ઝૂડી કાઢીને ટીમને સારી શરુઆત અપાવી હતી. તેમે કોહલીની સાથે મળીને ટીમના 50 રન માત્ર 21 બોલમાં પૂરા કરી દીધા હતા. જોકે. પ્રથમ વિકેટની 62 રનની ભાગીદારી મોહમ્મદ સિરાઝે સુંદરને રબાડાના હાથમાં ઝિલાવીને તોડી હતી. સુંદરે ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. દેવદત્ત પડ્ડીકલ કોહલી સાથે જોડાયો પણ તે રબાડાના બોલે માત્ર એક રન બનાવીને અર્શદ ખાનના હાથમાં ઝિલાઈ ગયો હતો. રજત પાટીદાર (15) અને કૃણાલ પંડ્યા (1) કોહલીનો સાથ આપી શક્યા નહતા. પઆ બંનેને રાશિદ ખાને આઉટ કર્યા હતા. જોકે ટીમ ડેવિડે કોહલીની સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં 41 રન ઉમેરીને ટીમનો વિજય નિશ્ચિત બનાવ્યો હતો. જોકે, એક કોહલીએ વિરાટ વિજયી સિક્સર ફટકારીને આરસીબીને વિજયની ભેટ ધરી હતી.

સતત બીજું ટાઈટલ જીતવા મેદાનમાં ઊતરેલી રોયલ ચેલેન્જર્સ હૈદ્રાબાદની ટીમના સુકાની રજત પાટીદારે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામેના વિજયમાં સદી ફટકારીને મહત્વની ભૂમિકા નિભાવનારો ગુજરાત ટાઈટન્સનો સુકાની શુભમન ગીલs માત્ર 10 રન બનાવીને હેઝલવૂડના બોલ પર ફટકારેલા શૉટ ઊંચો ગયો હતો જે રજત પાટીદારે શાનદાર રીતે ઝડપ્યો હતો. પ્રવર્તમાન આઈપીએલમાં શાનદાર બેટિંગ ફોર્મ ધરાવતો સાંઈ સુદર્શન પણ ખાસ ટકી ન શક્યો અને તે 12 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 12 રન બનાવીને ભૂવનેશ્વર કુમારના બોલમાં વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં આબાદ ઝિલાઈ ગયો હતો. ગુજરાતે 26 રનમાં જ તેના ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. ઓપનર્સની વિદાય બાદ નિશાંત સિદ્ધુએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો પણ તે રાશિખ સાલેમના બોલમાં મિડવિકેટ પર દેવદત્ત પડિક્લને આસાન કેચ આપી બેઠો હતો. તેણે 18 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 20 રન બનાવ્યા હતા. જોશ બટલરને કૃણાલ પંડ્યાએ સ્ટંપ આટ કરાવ્યો હતો. બટલરે 23 બોલમાં માત્ર એક બાઉન્ડ્રી સાથે 19 રન બનાવ્યા હતા.ઈનિંગ્સમાં ગુજરાત માટે પ્રથમ સિક્સ ફટકારનારો અર્શદ ખાન ટીમની સ્થિતિ સુધારે એ પહેલા છ બોલમાં બે સિક્સર સાથે 15 રન બનાવીને હેઝલવૂડના બોલમાં રાશિખ સાલેમના હાથમાં ઝિલાઈ ગયો હતો. રાશિખ સાલેમે રાહુલ તિવેટિયાને પાટીદારના હાથમાં ઝિલાવીને સાત રનમાં પેવેલિયન ભેગો કરી દીધો હતો. ભૂવનેશ્વર કુમારે જેસન હોલ્ડર (7)ને હેઝલવૂડના હાથમાં ઝિલાવીને ઈનિંગ્સમાં તેની બીજી વિકેટ લીધી હતી. ભૂવનેશ્વરે તેની ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા.રાશિદ ખાને રાશિખ સાલેમના બોલે સિક્સર ફટકાર્યા બાદ તે ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં ત્રણ બોલમાં સાત રન બનાવીને શેફર્ડના હાથમાં કેચ આપી દીધો હતો. આ દરમિયાન એકલા ઙાથે લડત આપત વોશિંગ્ટન સુંદરે 35 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે તેના 50 રન પૂરા કર્યા હતા

મેચ શરૂ થતા પહેલાં જ સ્ટેડિયમ પેક

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ શરૂ થતા પહેલા જ લગભગ આખું સ્ટેડિયમ પેક થઈ ગયું હતું. આ મેચને અનુલક્ષીને આયોજકોએ પ્રેક્ષકો માટે બપોરે 4.30થી જ પ્રવેશ શરૂ કરી ધીધો હતો જેના લીધે સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થાય એ પહેલાં તો સ્ટેડિયમ લગભગ ફરાઈ ગયું હતું. એક ઈનિંગ્સ પૂરી થયા બાદના સત્તાવાર આંકડા અનુસાર સ્ટેડિયમમાં 90014 પ્રેક્ષકો હાજર હતા.

સ્માર્ટ સ્ટેડિયમે સમસ્યા વધારી

આયોજકોએ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં નેટવર્કની સમસ્યા ન થાય એ હેતુથી સ્માર્ટ સ્ટેડિયમના અંતર્ગત સ્ટેડિયમના વીઆઈપી બોક્સ અને પેવેલિય તરફના હિસ્સામાં ફ્રિ વાઈફાઈ આપ્યું હતું. અંદાજે 25000ની આસપાસ પ્રેક્ષકોને આનો લાભ મળ્યો હતો પરંતુ આટલી મોટી સંખ્યામાં નેટવર્કના ઉપયોગને લીધે પ્રેસ બોક્સ સહિતના કેટલાક સ્થળોએ નેટવર્કની સમસ્યા સર્જાઈ હતી.

વીવીપીઆઈનો જમાવડો

આરસીબી અને ગુજરાત ટાઈટન્સની મેચ જોવા માટે સ્ટેડિયમમાં જય શાહ, રાજીવ શુક્લા, સૌરવ ગાંગુલી, અનુરાગ ઠાકુર, આશિષ શેલાર તથા આઈસીસીના હોદ્દેદારો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.પરિમલ નથવાણી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્મા સહિતના સ્થાનિક રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં હાજર  હતા.વૈભવ સુર્યવંશી અને અનુષ્કા શર્મા પણ મેચ જોવા હાજર હતા.

સિક્સર વિનાનો પાવર પ્લે

આઈપીએલની દરેક મેચમાં પાવર પ્લેનું ખૂબજ મહત્વ જોવા મળ્યું હતું. આ દરમિયાન દરેક મેચમાં સિક્સર્સ નોંધાઈ હતી પરંતુ ફાઈનલ ગુજરાતની ઈનિંગ્સમાં એક પણ સિક્સર પહેલી છ ઓવરમાં નોંધાઈ નહતી.ગુજરાતે પાવર પ્લેમાં 45 રનમાં બે વિકેટ ગુમાવી હતી.

10 ઓવરમાં એક પણ સિક્સર ન નોંધાઈ

ક્રમ વર્ષ (ફાઈનલ) ટીમ અને હરીફ પ્રથમ 10 ઓવરનો સ્કોર 10 ઓવર સુધી લાગેલી સિક્સર

1, 2017, મુંબઈ વિ. પુણે,56/4,0 (શૂન્ય)

2, 2013, મુંબઈ વિ. ચેન્નાઈ, 52/4,0 (શૂન્ય)

3, 2026, ગુજરાત વિ. બેંગલુરુ, આશરે 63 રન (3 વિકેટે)*,0 (શૂન્ય)

ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર આરસીબી-કોહલીની બોલબાલા

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે છતાં આ મેચમાં સ્ટેડિયમમાં આખો માહોલ રોયલ ચેલેન્જર્સ તરફી જોવા મળ્યો હતો. ખાસ કરીને સ્ટેડિયમમાં કોહલીના ટીશર્ટ પહેલા પ્રેક્ષકોની સંખ્યા ખૂબજ વધુ હતી. એમાંય આરસીબીની બેટિંગમાં વેંકટેશ ઐયર અને વિરાટ કોહલીની આક્રમક બેટિંગે પ્રેક્ષકોને મોજ કરાવી દીધી હતી.

સ્ટેડિયમમાં ગરમીથી 65થી વધુને ચકકર આવ્યા

આરસીબી અને ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન ભારે ગરમીને લીધે 65થી વધુ પ્રેક્ષકોને ચક્કર આવતા તેમને 108માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ પ્રક્ષેકોને માથાનો દુઃખાવો, શ્વાસ લેવામાં તકલિફ તથા કેટલાક પ્રક્ષકો બેભાન પણ થયા હતા. આ તમામને 108ની ટીમે સારવાર આપી હતી.

10 વર્ષ બાદ કોહલીની પ્લેઓફમાં ફિફ્ટી
ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ ઝંઝાવાતી બેટિંગ કરતા 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ દરમિયાન કોહલીએ પોતાના એક રેકોર્ડને તોડ્યો હતો. કોહલીએ 10 વર્ષ બાદ આઈપીએલ પ્લેઓફમાં ફિફ્ટી ફટકારી હતી. વિરાટે છેલ્લે 2016માં ફિફ્ટી ફટકારી હતી. ત્યારે વિરાટે 35 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી.જેમાં આરસીબીની ફાઈનલમાં સન રાઈઝર્સ હૈદરાબાદ સામે હાર્યું હતું. કોહલી સંયુક્ત રીતે આઈપીએલ ફાઈનલમાં બીજા સૌથી ઝડપી ફિફ્ટી લગાવનાર બેટ્સમેન બની ગયો છે. અગાઉ આઈપીએલની ફાઈનલમાં ક્રિસ ગેલ અને રોહિત શર્માએ 25 બોલમાં ફિફ્ટી ફટકારી ચૂક્યાં છે.
IPL ફાઈનલમાં સૌથી ઝડપી ફિફ્ટી

બોલ ખેલાડી (ટીમ) વિરુદ્ધ ટીમ સ્થળ વર્ષ

24 સુરેશ રૈના (સીએસકે) | એમઆઈ | નવી મુંબઈ | 2010 |
24ડેવિડ વોર્નર (એસઆરએચ) | આરસીબી | બેંગલુરુ | 2016 |
24વેંકટેશ અય્યર (કેકેઆર) | એસઆરએચ | ચેન્નઈ | 2024 |
25 રોહિત શર્મા (એમઆઈ) | સીએસકે | કોલકાતા | 2015 |
25 ક્રિસ ગેલ (આરસીબી) | એસઆરએચ | બેંગલુરુ | 2016 |
25 વિરાટ કોહલી (આરસીબી) | જીટી | અમદાવાદ | 2026 |
સળંગ બે વાર આઇપીએલ ટાઇટલ જીતનારી ટીમ
2010 ચેન્નઈ સુપર કિંગ્સ
2011 ચેન્નાઈ સુપર કિંગ્સ
2019 મુંબઈ ઇડિયન્સ
2020 મુંબઈ ઇન્ડિયન્સ
2025 રોયલ ચેલેન્જર્સ બેંગલોર
2026 રોયલ ચેલેન્જર્સ બેંગલોર

ભુવનેશ્વર કુમારે મોહમ્મદ શમીના રેકોર્ડની બરાબરી કરી

આઈપીએલ 2026ના મહામુકાબલામાં આરસીબીના સ્પીડસ્ટર ભુવનેશ્વર કુમારે એક અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાત ટાઈટન્સ સામેની ફાઈનલ મેચમાં ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને ભુવનેશ્વરે એક જ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ભારતીય બોલર તરીકે મોહમ્મદ શમીના સર્વકાલીન રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મોહમ્મદ શમીએ અગાઉ એક સિઝનમાં કુલ 28 વિકેટ મેળવવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો. વર્તમાન 2026ની સિઝનમાં ભુવનેશ્વરે પણ આ જાદુઈ આંકડાને સ્પર્શીને ભારતીય બોલરોની યાદીમાં સંયુક્ત રીતે ટોચનું સ્થાન મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *