30 દિવસની વેલિડિટી સાથે JioTV Pro એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક લોન્ચ; 16થી વધુ ભાષાઓમાં પ્રીમિયમ ચેનલ્સનો લાભ

નવી દિલ્હી:
મનોરંજન પ્રેમીઓ માટે મોટી ખુશખબર છે. ટેલિકોમ કંપની Reliance Jioએ માત્ર ₹55નું JioTV Pro એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક રજૂ કર્યું છે. આ પેક દ્વારા ગ્રાહકો હવે પોતાના મોબાઇલ ફોન પર JioTV એપના માધ્યમથી 30 દિવસ સુધી 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સનો આનંદ માણી શકશે.
16થી વધુ ભાષાઓમાં 1000થી વધુ ચેનલ્સ ઉપલબ્ધ
માત્ર ચાના બે કપ જેટલી કિંમતમાં ઉપલબ્ધ આ પેકમાં ગ્રાહકોને વિવિધ કેટેગરીની વિશાળ સામગ્રી મળશે. તેમાં મનોરંજન, ફિલ્મો, સમાચાર, બાળકોના કાર્યક્રમો, લાઈફસ્ટાઈલ અને પ્રાદેશિક ભાષાની સામગ્રીનો સમાવેશ થાય છે.
આ પેકમાં 16થી વધુ ભાષાઓમાં પ્રસારિત થતી 1000થી વધુ ચેનલ્સ સામેલ છે, જેમાં 150થી વધુ પ્રીમિયમ ચેનલ્સનો સમાવેશ થાય છે. ગ્રાહકોને StarPlus HD, Colors HD, Sony Entertainment Television, Sony SAB HD, Discovery Channel, Animal Planet, Sun TV Network અને ETV Network જેવી લોકપ્રિય ચેનલોનો લાભ મળશે.
મોટા બ્રોડકાસ્ટર્સની પ્રીમિયમ ચેનલ્સ એક જ પ્લેટફોર્મ પર
JioTV Pro પેકમાં દેશના મોટા બ્રોડકાસ્ટર્સની પ્રીમિયમ ચેનલ્સને એકસાથે લાવવામાં આવી છે. આમાં JioStar, સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન, સન ટીવી નેટવર્ક, Warner Bros. Discovery અને ETVની વિવિધ ચેનલો સામેલ છે.
જોકે, જિયો અને સોનીની સ્પોર્ટ્સ ચેનલ્સ આ પેકનો ભાગ નથી. આ પેક ખાસ કરીને મનોરંજન આધારિત સામગ્રી માટે તૈયાર કરવામાં આવ્યો છે.
રિચાર્જ કરો અને તરત જ જોવાનું શરૂ કરો
JioTV Pro પેકનો ઉપયોગ કરવો સરળ છે. ગ્રાહકોએ માત્ર ₹55નું રિચાર્જ કરવાનું રહેશે, ત્યારબાદ JioTV એપમાં પોતાના જિયો નંબરથી લોગ-ઈન કરીને તરત જ ચેનલો જોવાનું શરૂ કરી શકશે.
આ માટે કોઈ અલગ એક્ટિવેશન પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. રિચાર્જ સફળ થતાં જ પ્રીમિયમ ચેનલ્સ ઉપલબ્ધ થઈ જશે.
કોલિંગ કે SMS લાભ નહીં મળે
આ પેક માત્ર એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક છે, તેથી તેમાં વોઈસ કોલિંગ અથવા SMSના લાભ સામેલ નથી. આ સેવાનો ઉપયોગ કરવા માટે ગ્રાહક પાસે સક્રિય જિયો પ્રીપેડ અથવા પોસ્ટપેડ કનેક્શન હોવું જરૂરી છે.
આ પેક JioTV એપ દ્વારા એક મોબાઇલ ડિવાઇસ પર કામ કરશે અને પ્રીપેડ તેમજ પોસ્ટપેડ બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. જો ગ્રાહક એકથી વધુ વખત રિચાર્જ કરશે તો વધારાના પેક કતારમાં રહેશે અને 30 દિવસનો સમયગાળો પૂર્ણ થયા બાદ ક્રમશઃ એક્ટિવ થશે.
ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ઉપલબ્ધ
₹55નું JioTV Pro પેક ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રિચાર્જ માધ્યમો પર ઉપલબ્ધ છે.
હવે ગ્રાહકો પોતાની મનપસંદ દૈનિક સિરિયલ, તાજા સમાચાર, બાળકો માટેના કાર્ટૂન, ફિલ્મો અને પોતાની માતૃભાષાના પ્રાદેશિક કાર્યક્રમોનો આનંદ માત્ર ₹55માં લઈ શકશે. જિયોનું આ નવું પેક ઓછા ખર્ચે વધુ મનોરંજન આપવાના હેતુથી રજૂ કરવામાં આવ્યું છે.
