સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સંશોધન પેપરના ગુણવત્તાસભર પ્રકાશન માટે વિશેષ વર્કશોપ

Spread the love

104 ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ; ટોચના જર્નલમાં સંશોધન પ્રકાશન અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન

ગાંધીનગર

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોની સંશોધન તથા શૈક્ષણિક પ્રકાશન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી “Winning the Game of Publishing Research Papers in Top-Quality Journals” વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં પ્રતિષ્ઠિત જર્નલમાં સંશોધન પેપરના ગુણવત્તાસભર પ્રકાશન માટે જરૂરી વિવિધ પાસાઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંશોધન પેપર તૈયાર કરવાથી પ્રકાશન સુધીનું માર્ગદર્શન

વર્કશોપ દરમિયાન Wileyના નિષ્ણાતો યતીન્દ્ર જોશી, ઋષભ બજાજ અને વિપિન ડેનિયલ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન પેપર તૈયાર કરવા, યોગ્ય જર્નલની પસંદગી કરવા, પેપર સબમિટ કરવા તેમજ રિવ્યૂ પ્રક્રિયા દરમિયાન જરૂરી સુધારા કરવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યોગ્ય જર્નલની પસંદગી અને પિયર-રિવ્યૂ પર ભાર

નિષ્ણાતોએ સંશોધકોને યોગ્ય અને પ્રતિષ્ઠિત જર્નલ પસંદ કરવાની પ્રક્રિયા સમજાવી હતી. સાથે જ સંશોધન પેપરની ગુણવત્તા સુધારવા, પિયર-રિવ્યૂ પ્રક્રિયાને સમજવા, યોગ્ય સંદર્ભો અને સિટેશનનો ઉપયોગ કરવા તથા રિવ્યૂઅર્સ તરફથી મળતા સૂચનોનો અસરકારક રીતે જવાબ આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંશોધન પેપર રિજેક્ટ થવાના સામાન્ય કારણો અંગે પણ સહભાગીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

પબ્લિકેશન એથિક્સ અને પ્રિડેટરી જર્નલ્સ અંગે જાગૃતિ

વર્કશોપમાં પબ્લિકેશન એથિક્સ અને પ્રિડેટરી જર્નલ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સંશોધકોને વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત જર્નલની ઓળખ કરવા તથા પ્રકાશન માટે યોગ્ય પ્લેટફોર્મ પસંદ કરવા અંગે જરૂરી સાવચેતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

104 સંશોધકોની સક્રિય ભાગીદારી

વર્કશોપમાં યુનિવર્સિટીના કુલ 104 ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિષ્ણાતો સાથેની ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન સહભાગીઓએ સંશોધન પ્રકાશનને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. નિષ્ણાતોએ તેમના પ્રશ્નોના જવાબો આપીને સંશોધન કાર્યની ગુણવત્તા, વિશ્વસનીયતા અને દૃશ્યતા વધારવા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

આંતરરાષ્ટ્રીય પ્રકાશન ધોરણો સાથે સંશોધનને સુસંગત બનાવવાનો પ્રયાસ

આ વર્કશોપ દ્વારા સ્વર્ણિમ યુનિવર્સિટીએ પોતાના સંશોધન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને ગુણવત્તાસભર શૈક્ષણિક પ્રકાશનને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સંશોધકોને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રકાશન ધોરણો સાથે પરિચિત કરવાના આ પ્રયાસથી યુનિવર્સિટીના સંશોધન કાર્યને વધુ વ્યાપક દૃશ્યતા અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *