યુપી સરકારની નવી એગ્રીગેટર નીતિ: કેબ કે પિકઅપ કેન્સલ કરવા પર કંપનીઓને થશે 100 રૂપિયાનો દંડ

Spread the love

લખનૌ

ઉત્તર પ્રદેશ સરકારે બુકિંગ એપ અને કેબ સેવાઓ ચલાવતી કંપનીઓની મનમાની પર રોક લગાવવા માટે એક મોટું અને કડક પગલું ભર્યું છે. વાહન વ્યવહાર અને ડિલિવરી સેવાઓને વધુ સુરક્ષિત અને જવાબદેહ બનાવવા માટે ઉત્તર પ્રદેશ મોટરયાન (સમૂહક તેમજ વિતરણ સેવા પ્રદાતા) નિયમાવલી, 2026 લાગુ કરવામાં આવી છે. આ સાથે જ upmyfleet.com એગ્રીગેટર પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને મોટી રાહત મળશે.

નિયમોની મુખ્ય ખાસિયતો

  • વગર કારણે પિકઅપ કેન્સલ કરવા પર દંડ: જો કોઈ ડ્રાઈવર દ્વારા નિર્ધારિત સમયમાં મુસાફરને પિકઅપ કરવામાં નહીં આવે, તો સંબંધિત કંપની પર 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ આગામી ટ્રીપમાં મુસાફરને પરત આપવામાં આવશે.
  • ભાડા પર નિયંત્રણ (ડાયનેમિક પ્રાઇસિંગ): માગ વધવાના સમયે મુસાફરો પાસેથી વસૂલાતા ભાડામાં મનમાની રોકવા માટે બેઝ ફેયરથી મહત્તમ 50 ટકા સુધી જ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
  • ડ્રાઇવરો અને મુસાફરોનું વીમા કવચ: મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ડ્રાઇવરોના હિતને ધ્યાનમાં રાખીને 5 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય વીમા અને 10 લાખ રૂપિયાનું ટર્મ ઇન્શ્યોરન્સ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સુરક્ષા ડિપોઝિટ અને લાયસન્સ: કંપનીઓએ તેમના કાફલા (ફ્લીટ)ના કદ અનુસાર 10 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીની સિક્યોરિટી મની જમા કરાવવી પડશે, જેથી તેમની જવાબદારી વધુ મજબૂત બને.

સરકારના આ નવા નિયમોથી કેબ બુકિંગ એપ્સ પર અંકુશ આવશે અને મુસાફરોને અચાનક કેન્સલેશન કે વધુ ભાડાની સમસ્યામાંથી છુટકારો મળશે. આ નીતિથી પરિવહન સેવાઓમાં પારદર્શિતા અને સુરક્ષા બંને સુનિશ્ચિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *