અમદાવાદમાં ISSO ચેસ ગેમ્સનું સમાપન, દેશભરના શાળાકીય ચેસ પ્રતિભાઓએ બતાવી પ્રતિભા

Spread the love

102 શાળાના 400થી વધુ ખેલાડીઓએ અંડર-11થી અંડર-19 સુધીની આઠ કેટેગરીમાં ભાગ લીધો

અમદાવાદ

અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે દિવસથી ચાલી રહેલી ISSO ચેસ ગેમ્સનું સફળ સમાપન થયું હતું. દેશભરની 102 ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 400થી વધુ યુવા ચેસ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં અંડર-11, અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં છોકરા અને છોકરીઓની કુલ આઠ કેટેગરીમાં મુકાબલા યોજાયા હતા.

યુવા ખેલાડીઓને સ્પર્ધાત્મક અનુભવ મળ્યો

ISSO ચેસ ગેમ્સે દેશના વિવિધ રાજ્યો અને શાળાઓમાંથી આવેલા ખેલાડીઓને એક જ મંચ પર પોતાની રમતનું કૌશલ્ય ચકાસવાની તક પૂરી પાડી હતી. ચેસ જેવી વ્યૂહાત્મક રમતમાં જરૂરી એકાગ્રતા, નિર્ણયશક્તિ, વ્યૂહરચના અને પડકારો સામે ટકી રહેવાની ક્ષમતાને વિકસાવવામાં આ સ્પર્ધા મહત્વપૂર્ણ બની હતી.

આઠ કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતાઓ

ISSO ચેસ ગેમ્સના અંતે અંડર-11 બોયઝમાં વિયાન્શ ભટનાગર (વિટી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉદયપુર) અને અંડર-11 ગર્લ્સમાં તીષા બ્યાડવાલ (જયશ્રી પેરીવાલ ગ્લોબલ સ્કૂલ) પ્રથમ સ્થાને રહ્યા હતા.

અંડર-14 બોયઝમાં નિર્વાણ નિરવ શાહ (ડોન બોસ્કો ઇન્ટરનેશનલ સ્કૂલ), જ્યારે અંડર-14 ગર્લ્સમાં સાઈ નિતિશા કે. (તત્વા સ્કૂલ)એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અંડર-17 બોયઝમાં શહાન વોહરા (હેરિટેજ ઇન્ટરનેશનલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ) અને અંડર-17 ગર્લ્સમાં ખંડેલવાલ અનન્યા (જેબીસીએન ઇન્ટરનેશનલ સ્કૂલ, પારેલ) વિજેતા બન્યા હતા.

અંડર-19 બોયઝમાં રણવીર કંવર (સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ), જ્યારે અંડર-19 ગર્લ્સમાં ઝલક બ્યાડવાલ (જયશ્રી પેરીવાલ ગ્લોબલ સ્કૂલ)એ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

ISSO ચેસના તમામ પરિણામો

U-11 બોયઝ:

  1. વિયાન્શ ભટનાગર – વિટી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉદયપુર
  2. શ્રીકર રેડ્ડી રાચમરેડ્ડી – ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ, બેંગલુરુ
  3. ઇવાન દુબે – બ્રેઇનિયાક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ

U-11 ગર્લ્સ:

  1. તીષા બ્યાડવાલ – જયશ્રી પેરીવાલ ગ્લોબલ સ્કૂલ
  2. તનિષ્કા ભંડારી – એસવીએમકે જે.વી. પારેખ ઇન્ટરનેશનલ સ્કૂલ
  3. આર્ના રાણા – જેનિસિસ ગ્લોબલ સ્કૂલ

U-14 બોયઝ:

  1. નિર્વાણ નિરવ શાહ – ડોન બોસ્કો ઇન્ટરનેશનલ સ્કૂલ
  2. શ્રોફ અવ્યાય – આદિત્ય બિરલા વર્લ્ડ એકેડેમી
  3. પસબોલા સંવિદ – હિરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ ઇન્ટરનેશનલ

U-14 ગર્લ્સ:

  1. સાઈ નિતિશા કે. – તત્વા સ્કૂલ
  2. ગ્વિનેથ ક્વાડ્રોસ – ચત્રભુજ નરસી સ્કૂલ, મુંબઈ
  3. ચોક્સી નૈના – બી.ડી. સોમાણી ઇન્ટરનેશનલ સ્કૂલ

U-17 બોયઝ:

  1. શહાન વોહરા – હેરિટેજ ઇન્ટરનેશનલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ
  2. વિક્રમાદિત્ય અભિજિત ચવ્હાણ – સંજય ઘોડાવત ઇન્ટરનેશનલ સ્કૂલ
  3. કૃશવ કવિત શાહ – અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ

U-17 ગર્લ્સ:

  1. ખંડેલવાલ અનન્યા – જેબીસીએન ઇન્ટરનેશનલ સ્કૂલ, પારેલ
  2. કિશોર કાનુષી – માઉન્ટ લિટેરા સ્કૂલ ઇન્ટરનેશનલ
  3. કૈવલ્યા ક્ષિતિજ ગોયંકા – જયશ્રી પેરીવાલ ગ્લોબલ સ્કૂલ

U-19 બોયઝ:

  1. રણવીર કંવર – સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ
  2. અહાન વેદાંત મહેશ્વરી – નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ
  3. વેદાંત મિસ્ત્રી – ફઝલાની એલ’એકેડેમી ગ્લોબલ

U-19 ગર્લ્સ:

  1. ઝલક બ્યાડવાલ – જયશ્રી પેરીવાલ ગ્લોબલ સ્કૂલ
  2. સુહાની લોહિયા – ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ
  3. નૈશા ખંડેલવાલ – નીરજા મોદી વર્લ્ડ સ્કૂલ, જયપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *