હીરામણિ પ્રાથમિક શાળામાં દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ

Spread the love

વિદ્યાર્થીઓએ રંગબેરંગી અને આકર્ષક કાર્ડ બનાવી સર્જનાત્મકતા તથા કલાત્મક કૌશલ્યનું કર્યું સુંદર પ્રદર્શન

અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રંગો, સુંદર ચિત્રો અને આકર્ષક ડિઝાઇનનો ઉપયોગ કરીને મનમોહક દિવાળી કાર્ડ તૈયાર કર્યાં હતાં. દરેક વિદ્યાર્થીએ પોતાની કલ્પનાશક્તિ અને કળા દ્વારા દિવાળીના પર્વની ખુશી તથા ઉત્સાહને કાર્ડમાં સુંદર રીતે વ્યક્ત કર્યા હતા.

શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાની સાથે તેમની કલાત્મક આવડતને બિરદાવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. આવી પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને કલાત્મક અભિગમનો વિકાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *